Afghanistan Earthquake : અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ, 14 લોકોના મોત

Afghanistan Earthquake : સંભવિત જાનહાનિ અથવા નુકસાન અંગે તાલિબાન સરકારના અધિકારીઓ તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી

Afghanistan Earthquake : સંભવિત જાનહાનિ અથવા નુકસાન અંગે તાલિબાન સરકારના અધિકારીઓ તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
earthquake | Earthquake News

ભૂકંપના સમાચાર (પ્રતિકાત્મક તસવીર)

Earthquake in Afghanistan : અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં શનિવારે જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. સૌથી વધારે તેજ આંચકો 6.3ની તીવ્રતાનો હતો. ભૂકંપમાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે અને 78 લોકો ઇજાગ્રસ્ત થયા છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે ધરાશાયી થયેલી ઇમારતો નીચે લોકો દટાયા હોવાના અહેવાલો વચ્ચે મૃત્યુઆંક વધી શકે છે. હેરાત પ્રાંતના જાહેર આરોગ્ય નિયામક મોહમ્મદ તલેબ શાહિદે મીડિયાને જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં સેન્ટ્રલ હોસ્પિટલમાં લાવવામાં આવેલા મૃત્યુઆંકમાં વધારો થઈ શકે છે. બપોરે 12:42 વાગ્યે રિક્ટર સ્કેલ પર 6.2 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ નોંધાયો હતો. આ પહેલા 12:19 વાગ્યે 5.6ની તીવ્રતાનો ભૂકંપ અને બપોરે 12:11 વાગ્યે 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

Advertisment

હેરાત પ્રાંતમાં પબ્લિક હેલ્થના ડાયરેક્ટર મોહમ્મદ તલેબ શાહિદે જણાવ્યું હતું કે તમામ લોકો પોતાના ઘરની બહાર છે. મકાનો, ઓફિસો અને દુકાનો બધું જ ખાલી છે અને જોરદાર ભૂકંપ આવવાની શક્યતા છે. તેમણે કહ્યું કે તેમનો પરિવાર બૂમો પાડવા લાગ્યો હતો અને બહાર દોડી ગયો હતો અને અંદર પાછા જતા ડરે છે. સંભવિત જાનહાનિ અથવા નુકસાન અંગે તાલિબાન સરકારના અધિકારીઓ તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

આ પણ વાંચો - હમાસે ઈઝરાયેલ પર સૌથી મોટો હુમલો કર્યો, હજારો રોકેટ છોડ્યા, 22 લોકોના મોત, સેના કરી રહી છે જવાબી કાર્યવાહી

Advertisment

હાલ ટેલિફોન કનેક્શન બંધ છે, જેના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાંથી સચોટ માહિતી મળતી નથી. સોશિયલ મીડિયા વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે સેંકડો લોકો હેરાત શહેરમાં તેમના ઘરો અને ઓફિસોની બહાર શેરીઓમાં છે. આ પ્રાંત ઇરાનની સરહદે આવેલો છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર નજીકના ફરાહ અને બદધિસ પ્રાંતમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

જૂન 2022માં પૂર્વી અફઘાનિસ્તાનના એક પર્વતીય વિસ્તારમાં એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. જેના કારણે પથ્થર અને માટીની ઇંટોના મકાનો ધરાશાયી થયા હતા. બે દાયકામાં આ ભૂકંપ અફઘાનિસ્તાનમાં સૌથી ભયાનક ભૂકંપ હતો, જેમાં ઓછામાં ઓછા 1000 લોકો માર્યા ગયા હતા અને લગભગ 1,500 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

ભૂકંપ વિશ્વ