Japan Earthquake : નવા વર્ષના પ્રથમ દિવસે ઉત્તર મધ્ય જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.4 હોવાનું કહેવાય છે. આ ભૂકંપ બાદ જાપાનના હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારમાં સુનામીની ચેતવણી જાહેર કરી છે.
જાપાનની હવામાન એજન્સીએ ઈશીકાવા અને આસપાસના પ્રીફેક્ચર્સમાં ધરતીકંપની જાણ કરી હતી, જેમાંથી એકની પ્રારંભિક તીવ્રતા 7.4 માપવામાં આવી હતી.
આ પણ વાંચો – IIT BHU Gangrape : બનારસ યુનિવર્સિટીમાં તે રાત્રે શું થયું? ગેંગરેપના આરોપીઓ સુધી પોલીસ કેવી રીતે પહોંચી? જાણો બધુ
જાપાનના સરકારી ટીવી એનએચકે ટીવીએ ચેતવણી આપી છે કે, સમુદ્રમાં મોજા પાંચ મીટર સુધી ઉછળી શકે છે. જેથી લોકોને શક્ય તેટલી વહેલી તકે દરીયા નજીક રહેતા હોય તેમણે ઇમારતના ઊંચા ગ્રાઉન્ડ અથવા ઉપરના માળે જવા વિનંતી કરી. ભૂકંપને કારણે થયેલા નુકસાન અંગે હાલમાં કોઈ માહિતી નથી મળી.





