Morocco Earthquake : મોરોક્કોમાં ભૂકંપથી ભયાનક તબાહી, 296 લોકોના મોત

earthquake Morocco latest updates : મોરોક્કોમાં આવેલા ભૂકંપના કારણે 296 લોકોના મોત નીપજ્યા છે. આ અંગેની જાણકારી યુએસ જિયોલોજિકલ સર્વેએ આપી છે. ભૂકંપના ઝાટકા રાત્રે 11.11 વાગ્યે અનુભવાયા હતા. ભૂકંપનું એપીસેન્ટર મારકેશથી 71 કિલોમીટર દૂર 18.5 કિલોમીટર ઊંડાઈ પર હતું.

earthquake Morocco latest updates : મોરોક્કોમાં આવેલા ભૂકંપના કારણે 296 લોકોના મોત નીપજ્યા છે. આ અંગેની જાણકારી યુએસ જિયોલોજિકલ સર્વેએ આપી છે. ભૂકંપના ઝાટકા રાત્રે 11.11 વાગ્યે અનુભવાયા હતા. ભૂકંપનું એપીસેન્ટર મારકેશથી 71 કિલોમીટર દૂર 18.5 કિલોમીટર ઊંડાઈ પર હતું.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
earthquake | prashant mahasagar | world news

ભૂકંપની પ્રતિકાત્મક તસવીર

Morocco Earthquake : મોરોક્કોમાં ભૂકંપથી ભારે તબાહી સર્જાઈ છે. મરકેશના દક્ષિણ પશ્વિમ ભાગમાં શુક્રવારે મોડી રાત્રે 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેના પગલે ભયાનક તબાહી સર્જાઈ હતી. મોરોક્કોમાં આવેલા ભૂકંપના કારણે 296 લોકોના મોત નીપજ્યા છે. આ અંગેની જાણકારી યુએસ જિયોલોજિકલ સર્વેએ આપી છે. ભૂકંપના ઝાટકા રાત્રે 11.11 વાગ્યે અનુભવાયા હતા. ભૂકંપનું એપીસેન્ટર મારકેશથી 71 કિલોમીટર દૂર 18.5 કિલોમીટર ઊંડાઈ પર હતું.

Advertisment

આ ભૂકંપના કેટલાક વીડિયો સામે આવ્યા છે. વીડિયોમાં જોવા મળે છે કે ભૂકંપ આવ્યા બાદ સામાન ગલીઓમાં વિખેરાઇ ગયો છે. અનેક લોકો શોપિંગ સેન્ટર, રેસ્ટોરન્ટ અને અપોઈમેન્ટ ઇમારતોથી બહાર ભાગતા દેખાઈ રહ્યા છે. ભૂકંપની તીવ્રતાને લઇને યુએસ જિયોલોજિકલ સર્વેની શરુઆતી આંકડા રજૂ કર્યો હતો. જેને લઇને તેમણે આર્થિક નુકસાનને દર્શાવવા માટે ઓરેન્જ એલર્ટ રજૂ કર્યું છે. જેમાં વધારે નુકસાનની સંભાવના વ્યક્ત કરી છે.

મરાકેશના રહેનારા બ્રાહિમ હિમ્મીએ કહ્યું કે તેમણે જૂના શહેરથી એમ્બ્યુલન્સોને નીકળતા જોઈ અને અનેક ઇમારતો ક્ષતિગ્રસ્ત થી હતી. તેમણે કહ્યું કે અનેક લોકો ડરેલા છે. ફરીથી ભૂકંપ આવવાની આશંકા છે. યુએસ જિયોલોજિકલ સર્વેએ શરુઆતી આંકડા રજૂ કરતા ભૂકંપના ઝાટકાના કારણે થયેલા મોત માટે યલો એલર્ટ રજૂ કર્યું છે. જે દર્શાવે છે કે કેટલીક જાનહાની થવાની સંભાવના છે. યુએસજીએસે કહ્યું કે આ ક્ષેત્રની વસ્તી ઇમારતોમાં રહે છે. જે ભૂકંપના ઝટકા પ્રત્યે અત્યંત સંવેદનશીલ છે.

આફ્રીકી અને યુરેશિયાઇ પ્લેટો વચ્ચે સ્થિતિ હોવાના કારણે મોરોક્કોના ઉત્તરી ક્ષેત્રમાં છાસવારે ભૂકંપ આવતા રહે છે. પૂર્વોત્તર મોરક્કોના અલ હોસેઇમામાં 2004 દરમિયાન ભારે ભૂકંપ આવ્યો હતો. જેના કારણે 628 લોકોના મોત થયા હતા અને 926 લોકો ઘાયલ થયા હતા.

Advertisment

1980માં મોરોક્કોના પાડોશી દેશ અલ્ઝીરિયામાં પણ 7.3ની તીવ્રતાનો ભારે ભૂકંપ આવ્યો હતો. જેમાં 2500 લોકો માર્યા ગયા હતા. ઓછામાં ઓછા 3 લાખ લોકો બેઘર થયા હતા. જેની હાલ ઇતિહાસમાં સૌથી મોટો અને સૌથી વિનાશકારી ભૂકંપોમાં એક માનવામાં આવે છે.

બ્રેકિંગ ન્યૂઝ ભૂકંપ વિશ્વ