અફઘાનિસ્તાન અને તઝાકિસ્તાનમાં ગુરુવારે 23 ફેબ્રુઆરીએ ભૂકંપના ભારે આંચકા અનુભવાયા હતા. રિસ્કર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.8 માપવામાં આવી હતી. યુએસજીએસ પ્રમાણે તઝાકિસ્તાનમાં સવારે 6.7 વાગ્યે 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જોકે, આ ભૂકંપમાં જાનમાલના નુકસાનની કોઈ જાણકારી સામે આવી નથી.
અફઘાનિસ્તાનમાં 18 મિનિટમાં બે વાર ભૂકંપના આંચકા
અફઘાનિસ્તાનમાં ગુરુવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 18 મિનિટની અંદર બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પ્રથમ વખત તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.7 માપવામાં આવી હતી. જ્યારે બીજી વખત ભૂકંપની તીવ્રતા પાંચ માપવામાં આવી હતી. અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં સવારે 6.7 અને 6.25 કલાકે ભૂકંપ આવ્યો હતો.
તઝાકિસ્તાનમાં ભૂકંપ
પ્રથમ આંચકાનું કેન્દ્ર જમીનથી 113 કિમી અને બીજા આંચકાનું કેન્દ્ર 150 કિમી ઊંડે હતું. આ સિવાય તઝાકિસ્તાનના મુર્ગોબથી 67 કિમી પશ્ચિમમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ પણ આવ્યો હતો. USGS અનુસાર, તાજિકિસ્તાનમાં સવારે 6:07 વાગ્યે 6.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
અહેવાલો અનુસાર ભૂકંપની અસર ચીનની આસપાસના વિસ્તારોમાં અનુભવાઈ છે. અગાઉ અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 13 ફેબ્રુઆરીએ સવારે 6.47 વાગ્યે આવેલા ભૂકંપની તીવ્રતા 4.3 હતી. જો કે તેમાં કોઇપણ પ્રકારનું નુકસાન થયું ન હતું.
તુર્કી-સીરિયામાં ભૂકંપથી હજારો લોકોના મોત
6 ફેબ્રુઆરીએ તુર્કી અને સીરિયામાં શક્તિશાળી આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.8 માપવામાં આવી હતી. શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક 46,000ને વટાવી ગયો છે. જે બાદ 21 ફેબ્રુઆરીએ ફરી એકવાર તુર્કીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.
યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજિકલ સેન્ટર (EMSC) એ અહેવાલ આપ્યો છે કે તુર્કી-સીરિયા સરહદ વિસ્તારમાં 1.2 માઈલની ઊંડાઈએ 6.4 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્ર અંતાક્યા શહેર હતું. સ્થાનિક મીડિયા અનુસાર, ભૂકંપને કારણે કેટલીક ક્ષતિગ્રસ્ત ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી, જેમાં ત્રણ લોકોના મોત થયા હતા અને લગભગ 213 લોકો ઘાયલ થયા હતા.