Turkey Earthquake Today Live Updates: સોમવારે વહેલી સવાર બાદ તુર્કી અને સીરિયા દેશોમાં એક પછી એક એમ ત્રણ વખત શક્તિશાળી ભૂકંપના આંચકા આવ્યા હતા. આ ભયંકર ભૂકંપને તુર્કી અને સીરિયામાં તબાહી સર્જી હતી. અનેક ઇમારતો ધરાશાયી થઈ હતી. શક્તિશાળી ભૂકંપમાં તુર્કી અને સીરિયામાં બંને દેશોના કુલ 5000થી વધુના લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે. જ્યારે બંને દેશોના હજારો લોકો ઘાયલ થયા છે. બંને દેશોમાં ભૂકંપે તબાહીના દ્રશ્યો સર્જયા છે. લોકોમાં ભયનો માહોલ છે. બીજી તરફ ભારતે પણ આ દેશોની મદદ માટે એનડીઆરએફની ટીમો મોકલી આપી છે.
તુર્કીમાં ત્રણ શક્તિશાળી ભૂકંપ
તુર્કીમાં સોમવાર સવાર બાદ ત્રણ મોટા ભૂકંપ આવ્યા હતા. જેમાં ક્રમશઃ 7.8, 7.6 અને 6.0 ની તીવ્રતા નોંધાઈ હતી. – આજે તુર્કીમાં 3,400 થી વધુ લોકો માર્યા ગયા અને હજારો ઘાયલ થયા. મૃત્યુ અને વિનાશ તુર્કી અને પડોશી સીરિયામાં થયો છે. છેલ્લા બે ભૂકંપ 7.8ની તીવ્રતાના પ્રથમ કિલર ભૂકંપના કલાકો પછી આવ્યા હતા. સમાચાર એજન્સી રોઇટર્સે અહેવાલ આપ્યો છે કે ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં ખરાબ હવામાનને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ છે.
ભારતે એનડીઆરએફની ટીમો મોકલી
વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે વડાપ્રધાન મોદીના મુખ્ય સચિવ પી કે મિશ્રાએ તુર્કી માટે રાહત પગલાં નક્કી કરવા માટે સાઉથ બ્લોકમાં એક બેઠક યોજી હતી. NDRFની બે ટીમો જેમાં પ્રશિક્ષિત ડોગ સ્ક્વોડ અને જરૂરી સાધનો સાથે 100 કર્મચારીઓનો સમાવેશ થાય છે. તેઓને ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં શોધ અને બચાવ કામગીરી માટે મોકલવામાં આવશે.
પ્રશિક્ષિત ડોકટરો અને પેરામેડિક્સ અને આવશ્યક દવાઓ સાથે તબીબી ટીમો પણ તૈયાર કરવામાં આવી રહી છે. તુર્કીની સરકાર અને અંકારામાં ભારતીય દૂતાવાસ અને ઈસ્તાંબુલમાં કોન્સ્યુલેટ જનરલ ઓફિસ સાથે સંકલન કરીને રાહત સામગ્રી મોકલવામાં આવશે.
ભૂકંપ વિશે જાણવા જેવા 10 પોઈન્ટ્સ
- ભૂકંપથી તુર્કીમાં સેંકડો બિલ્ડિંગો ધરાશાયી થઇ છે. પ્રભાવિત વિસ્તારોમાં મસ્જિદોના શેલ્ટર હોમ ખોલી દીધા છે. તુર્કીમાં આવેલા ભૂકંપથી પ્રભાવિત લોકોની મદદ માટે ભારત પણ સામે આવ્યું છે. NDRFની બે ટીમ મદદ માટે તુર્કી મોકલવામાં આવશે.
- તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ ઇરદુગાનના મતે ભૂકંપના ઝટકા 6 વખત અનુભવાયા છે. તેમાં સૌથી મોટો ઝટકો 40 સેકન્ડ સુધી અનુભવાયો હતો. જે 7.8ની તીવ્રતાનો હતો.
- તુર્કીના ઉપ રાષ્ટ્રપતિ ફુઅત ઓકટેએ જણાવ્યું કે પ્રભાવિત વિસ્તારમાં રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. ઇજાગ્રસ્તો માટે દરેક મદદ કરવામાં આવી રહી છે.
- તુર્કીમાં આવેલા ભીષણ ભૂકંપમાં લોકોના મોત પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટ કર્યું કે તુર્કીમાં ભૂકંપના કારણે જાનહાની અને સંપત્તિના નુકસાનથી વ્યથિત છું. શોત સંતપ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના છે. ઇજાગ્રસ્તો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું. ભારત તુર્કીના લોકો સાથે એકજુટતા સાથે ઉભું છે અને આ ત્રાસદીથી નિપટવા માટે દરેક સંભવ સહાયતા આપવા માટે તૈયાર .
- સીરિયામાં ભૂકંપથી 237 લોકોના મોત થયા છે. જ્યારે 516 લોકો ઇજાગ્રસ્ત થયા છે. વિદ્રોહીઓના કબજાવાળા વિસ્તારમાં 47 લોકોના માર્યા જવાની પૃષ્ટી થઇ છે. સીરિયાના અલેપ્પો અને હમા શહેરમાં બિલ્ડિંગોને સૌથી વધારે થયું છે.
- યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (United States Geological Survey-USGS)ના મતે ભૂકંપ જમીનથી લગભગ 24.1 કિલોમીટર (14.9 માઇલ) ની ઊંડાઇએ આવ્યો હતો. તેનું કેન્દ્ર તુર્કીના ગાઝિઆન્ટેપ પ્રાંતમાં નૂરદાગીથી 23 કિલોમીટર (14.2 માઇલ) પૂર્વમાં સ્થિત છે.
- તુર્કી ઉપરાંત સાયપ્રસ, ગ્રીસ, જોર્ડન, લેબેનોન, સીરિયા, ઈરાક, જ્યોર્જિયા અને આર્મેનિયામાં પણ આંચકા અનુભવાયા હતા.
તુર્કીમાં આ પહેલા 1939માં 7.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં 32 હજારથી વધારે લોકોના મોત થયા હતા.
તુર્કીની ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ જણાવ્યું હતું કે 24,400 થી વધુ ઇમરજન્સી કર્મચારીઓ હવે ગ્રાઉન્ડ પર
Earthquake in Turkey: તુર્કી અને સીરિયામાં ભૂકંપમાં હજારો લોકોના મોત થયા છે. ઈમારતોના કાટમાળ નીચે હજુ પણ હજારો લોકો દટાયેલા છે. આ ભૂકંપ બાદ તુર્કીમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. ભારત સહિત દુનિયાભરના દેશો તુર્કીની મદદ માટે આગળ આવ્યા છે, પરંતુ આમાં પણ પાકિસ્તાન 'ગંદી હરકતો' કરવાથી બચ્યું નથી.
પોતાને તુર્કીનો સૌથી મોટો મિત્ર ગણાવતા પાકિસ્તાને ભારત દ્વારા તુર્કીને મોકલવામાં આવેલી માનવતાવાદી સહાયને તેની એરસ્પેસનો ઉપયોગ કરવાની મંજૂરી આપી નથી. અંગ્રેજી ન્યૂઝ ચેનલ WIONની વેબસાઈટે સૂત્રોને ટાંકીને કહ્યું છે કે પાકિસ્તાને માનવતાવાદી સહાય સાથે તુર્કી જઈ રહેલા ભારતીય વિમાનોને એરસ્પેસ આપવાનો ઈન્કાર કરી દીધો છે.
યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર (EMSC) ને ટાંકીને સમાચાર એજન્સી રોઇટર્સે જણાવ્યું હતું કે મંગળવારે પૂર્વી તુર્કીમાં 5.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. કેન્દ્રએ ઉમેર્યું હતું કે ભૂકંપ 46 કિમીની ઊંડાઈએ હતો. આ ભૂકંપ સોમવારે પ્રદેશમાં આવેલા મોટા ભૂકંપના આફ્ટરશોક્સ હોવાનું માનવામાં આવે છે.
— 22 જૂન, 2022: અફઘાનિસ્તાનમાં, 6.1 તીવ્રતાના ભૂકંપમાં 1,100 થી વધુ લોકોના મોત.
— 14 ઑગસ્ટ, 2021: હૈતીમાં, 7.2 તીવ્રતાના ભૂકંપમાં 2,200 થી વધુ લોકો માર્યા ગયા.
— 28 સપ્ટેમ્બર, 2018: ઈન્ડોનેશિયામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેમાં 4,300 થી વધુ લોકો માર્યા ગયા.
— 25 એપ્રિલ, 2015: નેપાળમાં, 7.8 તીવ્રતાના ભૂકંપથી 8,800 થી વધુ લોકો માર્યા ગયા.
— 11 માર્ચ, 2011: જાપાનના ઉત્તરપૂર્વ કિનારે 9.0ની તીવ્રતાના ભૂકંપને કારણે સુનામી આવી, જેમાં લગભગ 20,000 લોકો માર્યા ગયા.
— 12 જાન્યુઆરી, 2010: હૈતીમાં, સરકારી અંદાજ મુજબ, 7.0ની તીવ્રતાના ભૂકંપથી 316,000 લોકો માર્યા ગયા.
— 12 મે, 2008: ચીનના પૂર્વ સિચુઆનમાં 7.9 તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેના પરિણામે 87,500 થી વધુ લોકોના મોત થયા.
— 26 મે, 2006: ઇન્ડોનેશિયાના જાવા ટાપુ પર 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો ત્યારે 5,700 થી વધુ લોકો મૃત્યુ પામ્યા.
— 8 ઑક્ટોબર, 2005: પાકિસ્તાનના કાશ્મીર પ્રદેશમાં 7.6ની તીવ્રતાના ભૂકંપમાં 80,000 લોકો માર્યા ગયા.
— 28 માર્ચ, 2005: ઈન્ડોનેશિયાના ઉત્તરી સુમાત્રામાં 8.6ની તીવ્રતાના ભૂકંપમાં લગભગ 1,300 લોકો માર્યા ગયા.
— 26 ડિસેમ્બર, 2004: ઇન્ડોનેશિયામાં 9.1 તીવ્રતાના ભૂકંપથી હિંદ મહાસાગરમાં સુનામી આવી, જેમાં એક ડઝન દેશોમાં 230,000 લોકો માર્યા ગયા.
— 26 ડિસેમ્બર, 2003: દક્ષિણપૂર્વ ઈરાનમાં 6.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેના પરિણામે 50,000 લોકોના મોત થયા.
— 21 મે, 2003: અલ્જેરિયામાં 6.8ની તીવ્રતાના ભૂકંપમાં 2,200 થી વધુ લોકો માર્યા ગયા.
— 26 જાન્યુઆરી, 2001: ભારતમાં ગુજરાતમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેમાં 20,000 લોકો માર્યા ગયા.
અલેપ્પો, હમા અને ટાર્ટસ પ્રાંતોમાં ભૂકંપના પરિણામે કેટલીક ઐતિહાસિક ઇમારતો નાશ પામી હતી, એમ સીરિયન સાંસ્કૃતિક મંત્રાલયે જણાવ્યું હતું.
ન્યૂઝ ઓર્ગેનાઈઝેશન સબાહના જણાવ્યા પ્રમાણે ઈસ્તાંબુલના ગવર્નર અલી યેરલિકાયાએ જણાવ્યું હતું કે, લગભગ 13,000 કર્મચારીઓ અને તુર્કીની ઈમરજન્સી સર્વિસના સભ્યો ભૂકંપગ્રસ્ત વિસ્તારો માટે રવાના થઈ ગયા છે, જેમાં સીરિયાના સરહદી પ્રાંત હટાયનો સમાવેશ થાય છે.
તુર્કીના ભૂકંપની એક વિડિયો ક્લિપ લાઇવ ટીવી પર કેચ કરવામાં આવી હતી ANews રિપોર્ટર Yuksel Akalan સાઇટ પરથી લાઇવ રિપોર્ટિંગ કરી રહ્યો હતો. ફૂટેજ બતાવે છે કે લોકો ધૂળવાળી શેરીઓમાંથી ભાગી રહ્યા છે કારણ કે પૃથ્વી ધ્રુજવાનું શરૂ થાય છે અને ઇમારતો પડી જાય છે.
મંગળવારે સવારે મધ્ય તુર્કીમાં આવેલા ચોથા મોટા ભૂકંપ આવ્યો હતો. હવે પ્રશ્ન એ છે કે શું આ ક્ષેત્રમાં વધુ ભૂકંપ આવવાની શક્યતાઓ છે. અને જવાબ, એક શબ્દમાં, હા છે.
યુએસ જીઓલોજિકલ સર્વેના જણાવ્યા અનુસાર સોમવારનો પ્રથમ 7.8 તીવ્રતાનો ભૂકંપ 18 કિમીની ઊંડાઈએ આવ્યો હતો અને તેનું કેન્દ્ર સીરિયાની ઉત્તરી સરહદ નજીક દક્ષિણ તુર્કીમાં હતું. શરૂઆતના ભૂકંપ પછી બંને દેશોમાં ઘણા આફ્ટરશોક્સ આવ્યા હતા.
પ્રથમ 11 કલાકમાં પ્રદેશમાં ઓછામાં ઓછા 5ની તીવ્રતા સાથે 13 નોંધપાત્ર આફ્ટરશોક્સ અનુભવાયા હતા. એમ યુએસજીએસ સંશોધન ભૂસ્તરશાસ્ત્રી એલેક્સ હેટેમે જણાવ્યું હતું. બીજો જોરદાર ભૂકંપ – 7.5ની તીવ્રતા – મુખ્ય આંચકાના નવ કલાક પછી તુર્કીમાં આવ્યો, ત્યારબાદ 6.0ની તીવ્રતાનો ત્રીજો ભૂકંપ આવ્યો.
જો કે વૈજ્ઞાનિકો અભ્યાસ કરી રહ્યા હતા કે શું તે આફ્ટરશોક હતો, તેઓ સંમત થયા હતા કે ભૂકંપ સંબંધિત છે. “મુખ્ય આંચકાના કદને જોતાં વધુ આફ્ટરશોક્સ ચોક્કસપણે અપેક્ષિત છે,” હેતેમે સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસને જણાવ્યું. “અમે આશા રાખીએ છીએ કે આગામી દિવસો, અઠવાડિયા અને મહિનામાં આફ્ટરશોક્સ ચાલુ રહેશે.”
અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું કે તાજેતરના ભૂકંપને ધ્યાનમાં રાખીને તુર્કીને મદદ કરવા માટે અમેરિકા તૈયાર છે.
તુર્કીમાં 5.6ની તીવ્રતાનો ચોથો મોટો ભૂકંપ આવ્યો, અગાઉના ભૂકંપથી મૃત્યુઆંક 4,000ને વટાવી ગયો