Indonesia Earthquake: તુર્કી, સીરિયા, અફઘાનિસ્તાન, તઝાકિસ્તાન અને ચીન બાદ હવે ઇન્ડોનેશિયાના ટોબેલોમાં ભૂકંપના ભારે આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ ઉપર તેની તીવ્રતા 6.3 માપવામાં આવી છે. ઇન્ડોનેશિયામાં હલમહેરા દ્વીપના ઉત્તરે આશરે 100 કિમી ઉંડાઈએ ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર બીન્દુ ટોબેલોથી 177 કિલોમિટર ઉત્તરમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ગુજરાતમાં પણ આવ્યા ભૂકંપના આંચકા
મોડી રાત્રે ગુજારતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગુજરાતમાં અમરેલીમાં રાત્રે 11.35 મિનિટે ઝટકો અનુભવાયો હતો. રિક્ટેર સ્કેલ ઉપર આંચકાની તીવ્રતા 3.4 માપવામાં આવી હતી.
અફઘાનિસ્તાનમાં પણ જોરદાર આંચકા અનુભવાયા હતા
ગુરુવારે અફઘાનિસ્તાન અને તાજિકિસ્તાનમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. અફઘાનિસ્તાનમાં ગુરુવારે સવારે 06.07 મિનિટે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર ફૈઝાબાદથી 265 કિમી દૂર હતું. તે જ સમયે, તાજિકિસ્તાનમાં સવારે 6:07 વાગ્યે 6.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેની અસર ચીનમાં પણ જોવા મળી હતી. ચીનમાં આવેલા ભૂકંપની તીવ્રતા 7.3 હતી. જો કે જાનહાની બહુ થઈ ન હતી.
તુર્કી અને સીરિયામાં ભૂકંપમાં મૃત્યુઆંક 47 હજારને પાર
તુર્કી અને સીરિયામાં 6 ફેબ્રુઆરીના ભૂકંપમાં મૃત્યુઆંક 47,000ને પાર કરી ગયો છે. યુએનના એક રિપોર્ટ અનુસાર 15 લાખથી વધુ લોકો બેઘર બની ગયા છે. તુર્કી અને સીરિયામાં ભૂકંપ પીડિતોની મદદ માટે ભારત આગળ આવ્યું છે. ભારતે ઓપરેશન દોસ્ત હેઠળ NDRF અને તબીબી સુવિધાઓ પૂરી પાડી હતી.