New Zealand Earthquake: ન્યૂઝીલેન્ડમાં ગુરુવાર સવારે ભૂકંપના ભારે આંચકા અનુભવાયા છે. રિક્ટર સેક્લ પર આ ભૂકંપની તીવ્રતા 7.1 નોંધાઈ હતી. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે પ્રમાણે ભૂકંપ ન્યૂઝીલેન્ડના કેરમાડેક દ્વીપ સમૂહમાં 10 કિલોમીટર ઉંડાઈમાં આવ્યો છે. ભૂકંપથી થયેલા નુકસાનના કોઈ આંકડા હજી સુધી બહાર આવ્યા નહીં. ચીન ભૂકંપ નેટવર્ક કેન્દ્ર પ્રમાણએ ચીનના સમયાનુસાર ન્યૂઝીલેન્ડમાં 8.56 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ બાદ સુનામીનું એલર્ટ રજૂ કર્યું હતું.
તુર્કી અને સીરિયામાં આવ્યો હતો વિનાશક ભૂકંપ
6 ફેબ્રુઆરીએ તુર્કી અને સીરિયામાં વિનાશકારી ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 7.8 રહી હતી. ભૂકંપથી બંને દેશોમાં 50 હજારથી વધારે લોકોના મોત થયા હતા. જ્યારે લાખો ઘર અને ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી. ભારતને પણ બંને દેશોમાં મદદ માટે એનડીઆરએફ અને સેનાની મેડિકલ ટીમ મોકલી હતી.