/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/accident-file-photo.jpg)
અકસ્માત પ્રતિકાત્મક તસવીર
પૂર્વી આફ્રિકી દેશ કેન્યામાં શુક્રવારે રાત્રે એક ભયાનક દુર્ઘટના થઈ હતી જેમાં 50થી વધારે લોકોની ટ્રક નીચે કચડાતા મોત નીપજ્યું હતું. આ દુર્ઘટનામાં અનેક લોકો ગંભીર રૂપથી ઘાયલ થયા હતા. ઘટના મુખ્ય બજારના ભીડભાળવાળી જગ્યાએ થઈ હતી. એ સમયે અનેક લોકો જમા થયા હતા. સ્થાનિક પોલીસના જણાવ્યા પ્રમાણે બેકાબૂ ટ્રકે એક પછી એક અન્ય વાહનોને ટક્કર મારવાની સાથે જ બજારમાં હજાર લોકોને કચડી નાંખ્યા હતા.
દુર્ઘટના એટલી ભયાનક હતી કે કારો અને બાઈકોને સંપૂર્ણ પણે ચકડી નાખ્યા હતા. કારમાં સવાર લોકોની ક્ષત-વિક્ષત લાશો કારની અંદર ખરાબ રીતે દબાઈ ગઈ હતી.
વરસાદ અને અંધારું થવાથી જાનહાનીનો તાગ ન મળ્યો
પોલીસનું કહેવું છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે. જે જગ્યાએ દુર્ઘટના થઈ ત્યાં ભારે વરસાદ થઈ રહ્યો હતો અને અંધારું થવાના કારણે મૃતકોની ગણતરી કરવામાં તકલીફ પડી રહી હતી. અત્યારે અનેક લોકોને વાહનો નીચે દબાવવાની આશંકા છે. ઘટનાસ્થળે દુર્ઘટના સંભવિત ક્ષેત્રમાં આવે છે.
રાજધાની નેરોબીથી 200 કિમી દૂર છે ઘટના સ્થળ
દુર્ઘટના રાજધાની નેરોબીથી લગભગ 200 કિલોમીટર ઉત્તર-પશ્વિમમાં લોંડિયાનીના રિફ્ટ વેલી શહેર પાસે થયો છે. રિફ્ટવેલીના પોલીસ કમાંડર ટોમ ઓડેરાએ ધ એસોસિએટેડ પ્રેસને જણાવ્યું કે ઘટના સ્થળ પર અધિકારીઓને 45 લાશોની ગણતરી કરી હતી. પરંતુ કાટમાળમાં વધારે લોકો ફસાયેલા હોવાની આશંકા છે. ઘાયલોની સંખ્યા હજી નક્કી નથી.
સ્થાનિક મીડિયાના પ્રત્યક્ષદર્શિયોના હવાલેથી કહ્યું કે ટ્રક મુખ્ય રાજમાર્ગ પહેલા લપસ્યો હતો. ત્યારબાદ રાહદારીઓ અને વેપારીઓને ટક્કર મારતા પહેલા અનેક વાહનોને ટક્કર મારી હતી. પ્રત્યક્ષદર્શિઓ ઓળખ પહેલા ક્ષતિગ્રસ્ત વાહનોના કાટમાળની તસવીરો રજૂ કરી હતી. કેન્યા રેડ ક્રોસ સોસાયટીએ કહ્યું કે ભાર વરસાદના કારણે રાહત કાર્યમાં અડચણ આવી રહી છે. મોટી સંખ્યામાં લોકો ક્ષતિગ્રસ્ત વાહનોમાં ફસાયેલા છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us