Blue Card: બ્લુ કાર્ડ યુરોપના દેશોમાં નોકરી અને રહેવા માટે જરૂરી, જાણો કોને મળે છે અને ફાયદા

European Union Country Blue Card: યુરોપિયન યુનિયનનું બ્લુ કાર્ડ 27 દેશમાં માન્ય છે. વિદેશીઓ યુરોપમાં કામ કરવા અને રહેવા માટે મેળવે છે તે એક ખાસ કાર્ડને બ્લુ કાર્ડ કહેવામાં આવે છે.

European Union Country Blue Card: યુરોપિયન યુનિયનનું બ્લુ કાર્ડ 27 દેશમાં માન્ય છે. વિદેશીઓ યુરોપમાં કામ કરવા અને રહેવા માટે મેળવે છે તે એક ખાસ કાર્ડને બ્લુ કાર્ડ કહેવામાં આવે છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
European Union Country | Blue Card | blue card application online | blue card eligibility | blue card benefits | બ્લુ કાર્ડ | બ્લુ કાર્ડ ફાયદા

European Union Country Blue Card: યુરોપિયન યુનિયનનું બ્લુ કાર્ડ 27 દેશમાં માન્ય છે.

European Union Country Blue Card: અમેરિકાના ગ્રીન કાર્ડ કોને મળે છે અને તેના ફાયદા વિશે બધા જાણે છે. જે લોકો અમેરિકામાં કામ કરવાનું અને ત્યાંના રહેવાસી બનવાનું સપનું જુએ છે તેમના માટે ગ્રીન કાર્ડ એક ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. તેવી જ રીતે, યુરોપિયન યુનિયનનું બ્લુ કાર્ડ પણ દુનિયાભરમાં પ્રચલિત છે. બ્લૂ કાર્ડ જર્મની, નેધરલેન્ડ્સ, ઇટાલી અને સ્પેન સહિત ઘણા યુરોપિયન દેશોમાં ચાલે છે. આ આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે આ કાર્ડ કેવી રીતે મેળવી શકાય છે અને તેના શું ફાયદા છે. સાથે જ, આ કાર્ડ કોને મળે છે?

Advertisment

ગ્રીન કાર્ડ જેવું છે બ્લુ કાર્ડ

યુરોપિયન યુનિયનનું બ્લુ કાર્ડ 27 દેશમાં માન્ય છે. યુરોપમાં કામ કરવા અને રહેવા માટે વિદેશીઓ એક ખાસ કાર્ડ મેળવે છે, તેને બ્લુ કાર્ડ કહેવામાં આવે છે. તે અમેરિકાના ગ્રીન કાર્ડ જેવું જ છે. EU બ્લુ કાર્ડ યુરોપિયન દેશોમાં આવતા વિદેશીઓને ત્યાં કામ કરવાની અને રહેવાની પરવાનગી આપે છે. આ કાર્ડ દ્વારા વિદેશીઓને યુરોપિયન દેશોમાં પણ નાગરિકતા મળે છે.

4 વર્ષના મળે છે બ્લુ કાર્ડ

તમને જણાવી દઇયે કે, બ્લુ કાર્ડ ધારકોને યુરોપિયન દેશોમાં માત્ર નોકરીઓ અને રહેવાના અધિકાર જ મળતા નથી, પરંતુ અન્ય ઘણી સુવિધાઓ પણ મળે છે. આ કાર્ડ અત્યંત સ્કીલ પ્રોફેશનલ્સને આપવામાં આવે છે. યુરોપિયન યુનિયન બ્લુ કાર્ડની માન્યતા મહત્તમ 4 વર્ષ સુધીની છે. ત્યારબાદ તેને રિન્યુ પણ કરી શકાશે. બ્લુ કાર્ડનો હેતુ લોકોને યુરોપમાં રહેવાનું અને કામ કરવાનું સરળ બનાવવાનું છે.

પરિવારના સભ્યોને પણ લાભ મળે છે

જે નાગરિકને બ્લુ કાર્ડ મળે છે તેને કોઈપણ યુરોપિયન દેશમાં મુક્તપણે ફરવાની મંજૂરી છે. વળી, તેના પરિવારના સભ્યોને આવતા પણ રોકવામાં આવતા નથી. બ્લુ કાર્ડનો સૌથી મોટો ફાયદો એ છે કે જો કોઈ વ્યક્તિ 18 મહિના સુધી કોઈ દેશમાં કામ કરે છે, તો તે પછી તેને યુરોપિયન યુનિયનના અન્ય કોઈ પણ દેશમાં કામ કરવાની મંજૂરી આપવામાં આવે છે.

Advertisment

બ્લુ કાર્ડ કોને મળે છે?

  • આ કાર્ડ માટે અરજી કરનાર ઉમેદવાર પાસે માસ્ટર ડિગ્રી અથવા તેની સમકક્ષ હોવી આવશ્યક છે.
  • અરજદારને તેના ક્ષેત્રની નોકરીમાં ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
  • યૂરોપિયન યૂનિયનના કોઈ દેશની કંપની તરફથી ઓછામાં ઓછા 1 વર્ષની જોબ ઓફર હોવી જોઈએ.
  • બ્લૂ કાર્ડ મેળવવા માટે મિનિમમ સેલેરીની શરત પૂરી કરવી જોઈએ.
બિઝનેસ વિશ્વ