રશિયામાં ભીષણ દુર્ઘટના, ગેસ ફિલિંગ સ્ટેશનમાં આગ લાગવાથી 27ના મોત, 100થી વધુ ઇજાગ્રસ્ત

Russia Filling Station Fire : પ્રશાસનનું કહેવું છે કે ગેસ ફિલિંગ સ્ટેશનમાં આઠ ટેન્ક હતા. તેમાંથી માત્ર બે જ ચપેટમાં આવ્યા હતા. જો બાકીની છ ટેન્કમાં આગ લાગી હોત તો પરિસ્થિતિને સંભાળવી મુશ્કેલ બની જાત

Russia Filling Station Fire : પ્રશાસનનું કહેવું છે કે ગેસ ફિલિંગ સ્ટેશનમાં આઠ ટેન્ક હતા. તેમાંથી માત્ર બે જ ચપેટમાં આવ્યા હતા. જો બાકીની છ ટેન્કમાં આગ લાગી હોત તો પરિસ્થિતિને સંભાળવી મુશ્કેલ બની જાત

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
russia | russia filling station fire

રશિયાના માખચકાલામાં ગેસ ફિલિંગ સ્ટેશન પર થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 27 લોકોના મોત થયા (ANI)

Russia Filling Station Fire : રશિયાના માખચકાલામાં ગેસ ફિલિંગ સ્ટેશન પર થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 27 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં 100થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. દાગેસ્તાન ક્ષેત્રના પ્રમુખ સર્ગેઈ મેકિલોવના હવાલાથી જણાવ્યું કે આ ગમખ્વાર દુર્ઘટનામાં 102 લોકો ઇજાગ્રસ્ત થયા છે. બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. ઇજાગ્રસ્તોની સંખ્યા વધી શકે છે.

Advertisment

એક રિપોર્ટ અનુસાર સોમવારે મોડી રાત્રે માખચકાલામાં ગેસ ફિલિંગ સ્ટેશન પાસે જોરદાર વિસ્ફોટ થયો હતો. આ પછી વિસ્તારમાં આગ ફાટી નીકળી હતી. થોડા જ સમયમાં આગ મોટા વિસ્તારમાં પ્રસરી ગઇ હતી. મેલિકોવે જણાવ્યું હતું કે, વિસ્ફોટના કારણ વિશે તપાસ કરવામાં આવી રહી છે.

બતાવવામાં આવી રહ્યું છે કે જે ગેસ ફિલિંગ સ્ટેશનમાં વિસ્ફોટ થયો ત્યાં આઠ ઇંધણના ટેન્ક હતા, જેમાંથી બે માં વિસ્ફોટ પછી આગ લાગી હતી. જો બાકીના છ ટેન્કમાં પણ આગ લાગી હોત તો પરિસ્થિતિ બેકાબૂ બની જાત.

અકસ્માત બાદ સ્થાનિક પ્રશાસન સક્રિય થઇ ગયું હતું અને આ ઘટના બાદ સ્થાનિક લોકોને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા ફિલિંગ સ્ટેશનનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. રશિયાના આરોગ્ય મંત્રાલયના ડેપ્યુટી ચીફ વિક્ટર ફિસેન્કોએ દાગેસ્તાનની મુલાકાત લીધી હતી. તેમનું કહેવું છે કે આ મામલે હજુ તપાસ કરવામાં આવી રહી છે. અમારું પહેલું કામ ઇજાગ્રસ્તોની સારી રીતે સંભાળ લેવાનું છે. ત્યાર બાદ બાકીની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

Advertisment

આ પણ વાંચો - ફ્રાન્સ એફિલ ટાવરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસે ખાલી કરાવ્યું

એએનઆઈના સમાચાર મુજબ આગ હાઈવેની સાઈડમાં આવેલી એક દુકાનમાં લાગી હતી. પછી તે ગેસ સ્ટેશન પર પહોંચી હતી. આ ઘટનામાં એક ઘર પણ બળીને ખાખ થઈ ગયું હતું. લોકોનું કહેવું છે કે આ દરમિયાન યુદ્ધ જેવી સ્થિતિ હતી. આગ એટલી વિકરાળ હતી કે ફાયર વિભાગના કર્મચારીઓને આગ પર કાબુ મેળવવામાં સાડા ત્રણ કલાકનો સમય લાગ્યો હતો. આગે 600 સક્વેયર મીટર વિસ્તારને પોતાના ચપેટમાં લીધો હતો.

પ્રશાસનનું કહેવું છે કે ગેસ ફિલિંગ સ્ટેશનમાં આઠ ટેન્ક હતા. તેમાંથી માત્ર બે જ ચપેટમાં આવ્યા હતા. જો બાકીની છ ટેન્કમાં આગ લાગી હોત તો પરિસ્થિતિને સંભાળવી મુશ્કેલ બની જાત. વહીવટી તંત્ર અને ફાયર બ્રિગેડની સૌથી મોટી ચિંતા આ છ ટેન્કોને લઇને હતી.

રશિયા વિશ્વ