ઈન્ડોનેશિયામાં રમાઈ રહેલી ફૂટબોલ મેચ દરમિયાન એક ખેલાડી સાથે એવી દુર્ઘટના થઈ જેને જોઈને કોઈ પણ ચોંકી જશે. પશ્ચિમ જાવાના સિલિવાંગી સ્ટેડિયમમાં ફ્રેન્ડલી ફૂટબોલ મેચ રમાઈ રહી હતી. મેચ દરમિયાન એક ખેલાડી પર વીજળી પડી હતી અને તેનું ત્યાં જ મોત થયું હતું.
ફૂટબોલ મેદાન પર અકસ્માત થયો
ઈન્ડોનેશિયાના PRFM ન્યૂઝ અનુસાર, શનિવારે 2FLO FC Bandung અને FBI Sumbang વચ્ચે ફ્રેન્ડલી મેચ રમાઈ રહી હતી. આ દરમિયાન 35 વર્ષીય સેપ્ટન રાહરાજા પર અચાનક વીજળી પડી હતી. વીજળી પડતાં જ બાકીના ખેલાડીઓ એક બાજુ ખસી ગયા. આ પછી બધા ખેલાડી અકસ્માતનો ભોગ બનનાર ખેલાડી તરફ દોડ્યા. તે શ્વાસ લઈ રહ્યો હતો. ખેલાડીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
વીજળી પડવાથી ફૂટબોલ ખેલાડીનું મોત
જોકે, હોસ્પિટલ પહોંચે તે પહેલા જ ખેલાડીનું મોત થયું હતું. આ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયો દરેક વ્યક્તિ માટે જોવા માટે યોગ્ય નથી, ખાસ કરીને જેમનું હૃદય નબળુ છે. અહેવાલો અનુસાર, વીજળી 300 મીટરની ઊંચાઈથી પડી હતી.
12 મહિનામાં બીજી ઘટના
ફૂટબોલના મેદાનમાં આ પ્રકારના અકસ્માતો પહેલા પણ બની ચુક્યા છે જ્યાં, ખેલાડીઓ વીજળી પડી છે. ખાસ કરીને ઈન્ડોનેશિયામાં. છેલ્લા 12 મહિનામાં આ બીજી વખત છે, જ્યારે ઈન્ડોનેશિયાના ફૂટબોલર પર વીજળી પડી હોય.
ફૂટબોલ ખેલાડી પર વીજળી પડવાનો લાઈવ વીડિયો
ગયા વર્ષની શરૂઆતમાં, સોરાટિન અંડર-13 કપ દરમિયાન, પૂર્વ જાવાના બોજોનેગોરોમાં એક ખેલાડી પર વીજળી પડી હતી. જેના કારણે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. ખેલાડીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તેની સારવાર કરવામાં આવી હતી. મેદાન પરના ડૉક્ટરે 20 મિનિટ સુધી પ્રયાસ કર્યો આખરે,ઘણી મુશ્કેલી બાદ ખેલાડીને હોશ આવ્યો.
આ પણ વાંચો – BAPS હિંદુ મંદિર, અબુ ધાબી – પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ : જાણો પૂરો કાર્યક્રમ, લાઈવ ક્યાં જોઈ શકશો?
બ્રાઝિલના 21 વર્ષના ફૂટબોલર પર પણ વીજળી પડી હતી. સાઓ હેનરીક નામનો ખેલાડી યુનાઈટેડ ટીમ માટે પરાનામાં મેચ રમી રહ્યો હતો. અહીં મેચ દરમિયાન તેના પર વીજળી પડી હતી. ખેલાડી જમીન પર પડી ગયો અને તેને ગંભીર ઈજા થઈ. ઈજાના કારણે તેનું મૃત્યુ થયું હતું. અન્ય છ ખેલાડીઓને પણ અસર થઈ હતી અને તેમને હોસ્પિટલમાં સમય પસાર કરવો પડ્યો હતો.





