UFO : અમેરિકામાં યૂએફઓ સાથે જોડાયેલી સુનાવણીમાં એરફોર્સના ભૂતપૂર્વ ગુપ્તચર અધિકારી ડેવિડ ગ્રુશે એક સનસનીખેજ ખુલાસો કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે અમેરિકાની સરકાર પાસે એક દુર્ઘટનાગ્રસ્ત યૂએફઓ છે. અમેરિકાની સરકાર તેની જાણકારી ભેગી કરવા માટે દશકોથી એક રિવર્સ એન્જીનિયરિંગ પ્રોગ્રામ ચલાવી રહ્યું છે. ગ્રુશ અમેરિકાના રક્ષા વિભાગમાં યુએપી સાથે જોડાયેલી ઘટનાઓના તપાસ પ્રભારી રહી ચુક્યા છે. તેમણે એક વોશિંગ્ટન હાઉસમાં ઓવરસાઇટ કમેટી સામે એલિયન લાઇફ અને એલિયન ટેકનોલોજીના મુદ્દા પર વાત કરી હતી.
ગ્રુશે દાવો કર્યો છે કે અમેરિકાની સરકાર પાસે એક ક્રેશ એલિયન સ્પેસક્રાફ્ટ અને એલિયન જીવના અવશેષ છે જે સંભવત તેનો પાયલટ હતો. જોકે આ દરમિયાન તેમણે સ્પષ્ટ કર્યું તે તેમનું નિવેદન નથી પણ તેમણે ઘણા અધિકારીઓ સાથે વાત કરી અને તેમના તરફથી જાણકારી આપવામાં આવી છે. તેમની પાસે એલિયન સાથે જોડાયેલી કોઇપણ પ્રત્યક્ષ જાણકારી નથી. મારી પાસે બતાવવા માટે એવું કશું જ નથી જે મેં પોતાની આંખોથી જોયું હોય.
તેમણે એવો દાવો પણ કર્યો હતો કે તેમને ગુપ્ત સરકારી યુએફઓ (UFO) કાર્યક્રમોમાં પ્રવેશથી વંચિત રાખવામાં આવ્યા છે અને યુએફઓ (UFO) માહિતી છુપાવવાના સરકારના પ્રયાસો દરમિયાન જેમને નુકસાન થયું છે અથવા ઇજાગ્રસ્ત થયા છે તે જાણે છે.
આ પણ વાંચો – નાસામાં વિજળી ગુલ, અંતરિક્ષ યાત્રીઓ સાથે ટૂટ્યો સંપર્ક, રશિયાની લેવી પડી મદદ
પેન્ટાગોન (ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ)એ એક નિવેદનમાં ગ્રુશના દાવાને નકારી કાઢ્યો છે. એપી અનુસાર પ્રવક્તા સુ ગોફે જણાવ્યું હતું કે તપાસકર્તાએ બાહ્ય દુનિયાના પદાર્થોના કબજા અથવા રિવર્સ-એન્જિનિયરિંગ સંબંધિત કોઈપણ કાર્યક્રમો ભૂતકાળમાં અસ્તિત્વમાં છે અથવા હાલમાં અસ્તિત્વમાં છે તેવા દાવાઓને સાબિત કરવા માટે કોઈ ચકાસી શકાય તેવી માહિતી શોધી કાઢી નથી.





