/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/03/Imran-Khan-Pakistan.jpg)
પાકિસ્તાન પૂર્વ પીએમ ઈમરાન ખાન (ફોટો - જનસત્તા)
Pakistan Big Breaking News : પાકિસ્તાન તહરીક એ ઇન્સાફના પ્રમુખ અને પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને કોશખાના કેસમાં ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી છે. તેમને લાહોરમાંથી ધરપકડ કરવામાં આવી છે. ઇસ્લામાબાદની એક ટ્રાયલ કોર્ટે આ નિર્ણય સંભળાવ્યો છે. હવે ઇમરાન ખાન આગામી પાંચ વર્ષ સુધી ચૂંટણી નહીં લડી શકે. કોર્ટે પીટીઆઈ પ્રમુખ ઉપર એક લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. તોશાખાના મામલે પાકિસ્તાન ચૂંટણી આયોગ દ્વારા તેમની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર 10 મેના રોજ ઇમરાન ખાનને આ મામલે દોષી ઠેરવવામાં આવ્યા છે.
આજે સુનાવણી દરમિયાન એડિશનલ જિલ્લા અને સેસન્શ જજ હુમાયૂં દિલાવરે નિર્ણય સંભાવતા કહ્યું હતું કે તોશખાના મામલે પૂર્વ વડાપ્રધાન વિરુદ્ધ આરોપ સાબિત થયા છે. શુક્રવારે એક પાકિસ્તાની ઉચ્ચ ન્યાયાલયે નિચલી કોર્ટના નિર્ણયને રદ્દ કર્યો હતો.
અને ઇમરાન ખાનને ભ્રાષ્ટાટારના એક કેસમાં ફરીથી સુનાવણી કરવા માટે કહ્યું હતું. જેમાં પૂર્વ વડાપ્રધાન પર સત્તામાં રહ્યા દરમિયાન મોંઘી સરકારી ભેટ વેચવા અને તેનો ફાયદો મેળવવાનો આરોપ લગાવ્યો હતો.
આ પણ વાંચોઃ-BJP big News: પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ આપ્યું રાજીનામું, કમલમમાં પ્રવેશ પ્રતિબંધની વાત નકારી
કોર્ટે આ દરમિયાન શું કહ્યું?
એડિશનલ જિલ્લા અને સત્ર ન્યાયાધીશ હુમાયુ દિલાવરે કહ્યું કે ઇમરાન ખાને જાણી જોઇને પાકિસ્તાન ચૂંટણી આયોગને નકલી વિવરણ પ્રસ્તુત કર્યું છે. તેમણે ભ્રષ્ટ આચરણનો દોષી મળ્યા છે.
ત્યારબાદ તેમણે ચૂંટણી અધિનિયમ કલમ 174 અંતર્ગત પીટીઆઈ પ્રમુખને ત્રણ વર્ષની સજા સંભળાવી છે. હુમાયુ દિવાલરે એ પણ નિર્દેશ કર્યો કે કોર્ટના આદેશોનું પાલન કરવામાં માટે આદેશની એક નકલ ઇસ્લામાબાદ પોલીસ પ્રમુખને મોકલવામાં આવે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us