scorecardresearch

Pervez Musharraf Death: પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું નિધન, લાંબી માંદગી બાદ દુબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા

Former President of Pakistan General Pervez Musharraf : જિયો ન્યૂઝ અનુસાર જનરલ મુશર્રફે લાંબી બીમારી બાદ રવિવારે દુબઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

Pakistan Former President General Pervez Musharraf
પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેશ મુશર્રફની ફાઇલ તસવીર

Pakistan Former President General Pervez Musharraf death: પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફનું નિધન. પાકિસ્તાનના જિયો ન્યૂઝે આ અંગે માહિતી આપી છે. જિયો ન્યૂઝ અનુસાર જનરલ મુશર્રફે લાંબી બીમારી બાદ રવિવારે દુબઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. દુબઇની એક હોસ્પિટલમાં 79 વર્ષના પરવેશ મુશર્રફની એમાયલોઇડિસ બીમારીની સારવાર ચાલી રહી હતી.

એમાયલોઇડોસિસ બિમારીથી પીડિત હતા મુશર્રફ

ગયા વર્ષે જૂનમાં મુશર્રફના પરિવારે સ્પષ્ટતા કરી હતી કે તેમની બિમારી એમાયલોઇડિસિસના કારણે તેઓ ત્રણ અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ હતા. પરવેઝ મુશર્રફના અધિકૃત એકાઉન્ટ દ્વારા એક ટ્વીટમાં લખ્યું હતું કે, “તેમની બિમારી (એમાયલોઇડોસિસ) ની ગૂંચવણને કારણે છેલ્લા 3 અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ છે. મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ જ્યાં તેઓ સાજા થઇ શક્યા નહીં.

જનરલ મુશર્રફે 1999માં લશ્કરી સત્તા સંભાળી હતી

પાકિસ્તાન આર્મીના 4 સ્ટાર જનરલ મુશર્રફ, 1999માં લશ્કરી સત્તા સંભાળ્યા પછી પાકિસ્તાનના દસમા રાષ્ટ્રપતિ બન્યા હતા. તેઓ ઓક્ટોબર 1999 થી નવેમ્બર 2002 સુધી પાકિસ્તાનના ચીફ એક્ઝિક્યુટિવ અને જૂન 2001 થી ઓગસ્ટ 2008 સુધી પ્રમુખ હતા.

મુશર્રફને બેનઝીર ભુટ્ટો હત્યા કેસમાં ભાગેડું જાહેર કરાયા હતા

મુશર્રફને પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટો હત્યા કેસ અને લાલ મસ્જિદના મૌલવીની હત્યા કેસમાં ભાગેડુ જાહેર કરવામાં આવ્યા હતા. તે માર્ચ 2016થી દુબઈમાં રહેતો હતો અને 2007માં બંધારણને સસ્પેન્ડ કરવા બદલ દેશદ્રોહના કેસનો સામનો કરી રહ્યો હતો.

ડોનના અહેવાલમાં જણાવાયું છે કે ભૂતપૂર્વ લશ્કરી શાસક દુર્લભ રોગ એમાયલોઇડિસથી પીડાતા હતા, જે અંગો અને પેશીઓમાં એમાયલોઇડ નામના અસામાન્ય પ્રોટીનના નિર્માણને કારણે થાય છે.

Web Title: Former president of pakistan general pervez musharraf die in dubai hospital

Best of Express