France Eiffel Tower Bomb Police call : ફ્રાન્સના એફિલ ટાવરને ખાલી કરાવવામાં આવ્યું છે. પોલીસને માહિતી મળી છે કે, ત્યાં કોઈને બોમ્બ મળ્યો છે. હવે આ અફવા છે કે સત્ય, તેની તપાસ થઈ રહી છે, વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કોઈએ એફિલ ટાવરને ઉડાવી દેવાની ધમકી આપી હતી, જેના કારણે ત્યાં હાજર તમામ પ્રવાસીઓને પ્રોટોકોલ હેઠળ તરત જ બહાર કાઢવામાં આવ્યા હતા.
શનિવારે પોલીસને મળેલી ધમકી બાદ સુરક્ષાના કારણોસર મધ્ય પેરિસમાં એફિલ ટાવર ખાલી કરાવવામાં આવ્યું હતું, તમને જણાવી દઈએ કે, એફિલ ટાવર ફ્રાન્સના સૌથી પ્રતિકાત્મક પ્રતીક તરીકે છે, જેમાં ગત વર્ષે 6.2 મિલિયન પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી અને આકર્ષ્યા હતા.
સાઇટનું સંચાલન કરતી સંસ્થા SETEએ જણાવ્યું હતું કે, બોમ્બ એક્સપર્ટ તેમજ પોલીસ એક માળ પર સ્થિત રેસ્ટોરન્ટ સહિત સમગ્ર વિસ્તારની તપાસ કરી રહી છે. એક પ્રવક્તાએ કહ્યું: “આવી પરિસ્થિતિમાં આ એક સામાન્ય પ્રક્રિયા છે, જેમાં આ પ્રકારનું પોલીસે પગલું ભરવું પડે છે.”