/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/04/Add-a-heading-2023-04-03T193117.648.jpg)
ફ્રાંસના મહિલા મંત્રી માર્લીન શિયાપ્પાનો ફોટો પ્લેબોય મેગેઝીનના કવર પેજ પર છપાતા ભારે વિવાદ (ફોટો - માર્લીન શિયાપ્પા ફેસબુક)
ફ્રાંસ સરકારના એક મહિલા મંત્રી માર્લીન શિયાપ્પાની તસ્વીર પ્લેબોય મેગેઝીનના કવર પેજ પર છપાતા ભારે વિવાદ મચ્યો છે. આ ફોટાને કારણે માર્લીન શિયાપ્પાને ફ્રાંસના નાગરિકો અને તેમની પાર્ટીના નેતાઓના રોષનો ભોગ બનવું પડ્યું છે. આટલું જ નહીં ફ્રાંસના વડાપ્રધાન એલિઝાબેથ બોર્ને પણ આ મામલે આપત્તિ વ્યક્ત કરી છે અને તેને ખોટું ગણાવ્યું છે. હાલ માર્લીન શિયાપ્પા ફ્રાંસની સરકારમાં સામાજિક અર્થવ્યવસ્થા મંત્રી છે.
માર્લીન શિયાપ્પા એ મહિલાઓ એલજીબીટી સમુદાયના અધિકારોને લઇને પ્લેબોય મેગેઝીનને ઇન્ટરવ્યૂ આપ્યો હતો. પ્લેબોય મેગેઝીનના કવર પેજ પ્રકાશિત થયેલા ફોટોમાં માર્લીન શિયાપ્પા સફેદ કલરના ડ્રેસમાં દેખાય છે. પ્લેબોય મેગેઝીન પર ફોટો છપાયા બાદ માર્લીન શિયાપ્પાએ ચારેય બાજુથી ભારે આલોચના - નિંદાનો સામનો કરવો પડી રહ્યો છે. તો ફ્રાંસના વડાપ્રધાન એલિઝાબેથ બોર્ને કહ્યું કે, આ હરકત અયોગ્ય છે, ખાસ કરીને ત્યારે જ્યારે દેશ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે. ફ્રાંસ હાલના સમયે રાજકીય અને સામાજીક કટોકટીનો સામનો કરી રહ્યું છે. પેન્શન કાયદા સુધારણાને લઇને રાષ્ટ્રપતિ ઇમેનુઅલ મેક્રોના પગલાં બાદ દેશમાં વિવાદ સર્જાયો છે. વ્યાપક સ્તરે દેશમાં નવી નીતિનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
Invité ce matin sur Europe1 le Ministre de l’intérieur @GDarmanin apporte son soutien à @MarleneSchiappa sur sa Une Une de #playboy. Il cite Cookie Dingler : « vous ne me ferez pas dire de mal de Marlène Schiappa (…) être une femme libérée, c’est pas si facile » pic.twitter.com/pz50OoQdls
— Jeanne Baron (@jeannebarontv) April 2, 2023
શિયાપ્પાએ આપ્યો વળતો જવાબ
તો બીજી બાજુ માર્લીન શિયાપ્પાએ વળતો જવાબ આપ્યો છે. તેમણે કહ્યુ કે, ફ્રાંસમાં મહિલાઓ સ્વતંત્ર છે અને તે કંઇ પણ કરી શકે છે. માર્લીને ટ્વિટ કરતા લખ્યું કે, 'મહિલાઓ પોતાના શરીરની સાથે જે ઇચ્છે તે કરી શકે છે… અને આપણે કોઇ પણ સ્થળે, દરેક સમયે તેમના અધિકારની રક્ષા કરવાની છે.'
Défendre le droit des femmes à disposer de leurs corps, c’est partout et tout le temps.
En France, les femmes sont libres.
N’en déplaise aux rétrogrades et aux hypocrites.#Playboy— 🇫🇷 MarleneSchiappa (@MarleneSchiappa) April 1, 2023
માર્લીન શિયાપ્પા ઘણા સમયથી મહિલાઓના અધિકારોની તરફેણ કરે છે અને 2017માં તેમની ફ્રાંસમાં પ્રથમ લિંગ સમાનતા મંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી હતી. આ દરમિયાન તેમણે દેશમાં નવા યૌન શોષણ કાયદો રજૂ કર્યો, જે રોડ-રસ્તાઓ પર મહિલાઓનો પીછો કરવા કે પરેશાન કરનાર પુરુષોને દંડ ફટકારવાની મંજૂરી આપે છે. માર્લીન શિયાપ્પા આ અગાઉ પણ ઘણી વખત વિવાદોમાં ફસાઇ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us