scorecardresearch

G-20 Summit: ભારતે જી 20 બેઠક માટે પાકિસ્તાનના વિદેશ મંત્રીને આમંત્રણ મોકલ્યું, 12 વર્ષ પછી મોટું પગલું

G-20 Summit : હવે નવી દિલ્હીએ ગોવામાં શંઘાઈ સહયોગ સંગઠન (SCO) માટે વિદેશી મંત્રીઓની બેઠકમાં સામેલ થવા માટે ઇસ્લામાબાદને (Islamabad) આમંત્રણ આપ્યું હતું.

G-20 Summit: ભારતે જી 20 બેઠક માટે પાકિસ્તાનના વિદેશ મંત્રીને આમંત્રણ મોકલ્યું, 12 વર્ષ પછી મોટું પગલું
પાકિસ્તાનના વિદેશ મંત્રીને આમંત્રણ

પાકિસ્તાનના વડાપ્રધાન શહબાજ શરીફને થોડા દિવસ પહેલા કહ્યું હતું કે તેમના દેશે ત્રણ યુદ્ધોથી સબક સીખ્યો છે. તેમણે કહ્યું કે તેમનો દેશ ભારતની સાથે શાંતિથી રહેવા માંગે છે. હવે નવી દિલ્હીએ ગોવામાં શંઘાઈ સહયોગ સંગઠન (SCO) માટે વિદેશી મંત્રીઓની બેઠકમાં સામેલ થવા માટે ઇસ્લામાબાદને (Islamabad) આમંત્રણ આપ્યું હતું.

હિના રબ્બાની 2011માં આવ્યા હતા

આ બેઠક માટેનું આમંત્રણ વિદેશ મંત્રી એસ જયશંકર દ્વારા તેમના પાકિસ્તાની સમકક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીને ઈસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશન દ્વારા મોકલવામાં આવ્યું છે. મેના પ્રથમ સપ્તાહમાં 4 અને 5 મેના રોજ ગોવામાં બેઠક યોજાશે. જો પાકિસ્તાન આમંત્રણ સ્વીકારે છે, તો લગભગ 12 વર્ષમાં આ પ્રથમ મુલાકાત હશે. હિના રબ્બાની ખાર જુલાઈ 2011માં ભારતની મુલાકાત લેનાર છેલ્લી પાકિસ્તાની વિદેશ મંત્રી હતા.

SCOમાં ભારત અને પાકિસ્તાન સિવાય ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન સામેલ છે. મધ્ય એશિયાના દેશોની સાથે ચીન અને રશિયાના વિદેશ મંત્રીઓને પણ આવું જ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. પરંતુ દ્વિપક્ષીય સંબંધોમાં અત્યાર સુધીના નીચા સ્તરે પાકિસ્તાનના વિદેશ પ્રધાનને ભારતનું આમંત્રણ ખાસ કરીને નોંધપાત્ર છે.

અનુકૂળ વાતાવરણ બનાવવાની જવાબદારી પાકિસ્તાનની છે

ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે, “તેની ‘પડોશી પ્રથમ નીતિ’ને ધ્યાનમાં રાખીને, ભારત પાકિસ્તાન સાથે સામાન્ય પડોશી સંબંધો ઈચ્છે છે. ભારતની સાતત્યપૂર્ણ સ્થિતિ એ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો કોઈપણ મુદ્દો આતંકવાદ અને હિંસાથી મુક્ત વાતાવરણમાં દ્વિપક્ષીય અને શાંતિપૂર્ણ રીતે ઉકેલવો જોઈએ. આવું અનુકૂળ વાતાવરણ બનાવવાની જવાબદારી પાકિસ્તાનની છે. તે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ભારત રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દાઓ પર કોઈ સમાધાન નહીં કરે. ભારતની સુરક્ષા અને પ્રાદેશિક અખંડિતતાને નબળી પાડવાના તમામ પ્રયાસોનો સામનો કરવા માટે નક્કર અને નિર્ણાયક પગલાં લેવામાં આવશે.

ડિસેમ્બર 2015માં ઇસ્લામાબાદમાં હાર્ટ ઓફ એશિયા કોન્ફરન્સ માટે સુષ્મા સ્વરાજ પાકિસ્તાનની મુલાકાત લેનારા છેલ્લા વિદેશ મંત્રી હતા. ત્યારબાદ પઠાણકોટ (જાન્યુઆરી 2016), ઉરી (સપ્ટેમ્બર 2016) અને પુલવામા (ફેબ્રુઆરી 2019)માં થયેલા આતંકવાદી હુમલાઓએ દ્વિપક્ષીય સંબંધો વધુ બગડ્યા.

Web Title: G 20 summit india sent an invitation to pakistans foreign minister for the g20 meeting

Best of Express