જી-20 સમિટ 2022 : પીએમ મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે ડિનર ઇવેન્ટમાં થઇ મુલાકાત

G20 Summit 2022 : ડિનર દરમિયાન પીએમ મોદી અમેરિકીના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનની બાજુમાં બેઠા હતા અને બન્ને લાંબી વાતચીત કરતા જોવા મળ્યા હતા

Written by Ashish Goyal
Updated : November 15, 2022 22:56 IST
જી-20 સમિટ 2022 : પીએમ મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે ડિનર ઇવેન્ટમાં થઇ મુલાકાત
જી-20 ડિનર પાર્ટીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મુલાકાત થઇ (Photo- Twitter/@AshishSinghNews)

G20 Summit 2022: ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો દ્રારા આયોજીત જી-20 ડિનર પાર્ટીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મુલાકાત થઇ હતી. 2020માં એપ્રિલમાં ગલવાન ઘાટીમાં બન્ને દેશો વચ્ચે સૈન્ય ગતિરોધ પછી પીએમ મોદી અને શી જિનપિંગ પ્રથમ વખત એકબીજાને મળ્યા છે. આ દરમિયાન બન્ને નેતાઓએ સાર્વજનિક રુપથી એકબીજાના હાલચાલ પૂછ્યા હતા.

આ પહેલા પીએમ મોદી અને શી જિનપિંગ અંતિમ વખત સમરકંદમાં શંઘાઇ સહયોગ સંગઠનના શિખર સંમેલનમાં સાથે હતા પણ કેમેરા સામે બન્ને નેતાઓએ એકબીજા સાથે વાતચીત કરી ન હતી. પીએમ મોદી બુધવારે બ્રિટનના પીએમ ઋષિ સુનક સહિત વિશ્વના અન્ય નેતાઓ સાથે મુલાકાત કરીને દ્વિપક્ષીય વાતચીત કરશે.

પહેલાથી નક્કી ન હતો મુલાકાતનો પ્લાન

પૂર્વી લદ્દાખમાં ચીન દ્વારા ભારતીય સીમામાં ઘુસણખોરી કર્યા પછી બન્ને દેશો વચ્ચે આવેલા તણાવને જોતા દ્વિપક્ષીય બેઠકની સંભાવના પર સવાલ ઉઠાવી રહ્યા હતા. જોકે અધિકારીઓએ જણાવ્યું કે પીએમ અને જિનપિંગ વચ્ચે કોઇ બેઠક પહેલાથી નિર્ધારિત ન હતી. ડિનર દરમિયાન પીએમ મોદી અમેરિકીના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનની બાજુમાં બેઠા હતા અને બન્ને લાંબી વાતચીત કરતા જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન ઉપસ્થિત ન હતા.

ચીન સાથે મુલાકાત પર બ્રિટિશ પીએમ ઋષિ સુનકે કહ્યું કે ચીન અમારી આર્થિક સુરક્ષા માટે ખતરો છે પણ રશિયા-યુક્રેન અને વૈશ્વિક અર્થવ્યવસ્થા પર વાત કરશે. ચીને બ્રિટન માટે ખતરો ઉભો કર્યો છે પણ જલવાયુ પરિવર્તન અને યુક્રેનમાં યુદ્ધ જેવા વૈશ્વિક પડકારો પર બીજિંગ સાથે વાતચીત કરવી યોગ્ય રહેશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ