G20 Summit : કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાનનું સમર્થન કરનાર દેશના બદલાયા સૂર, તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગન બોલ્યા – ભારત UNSCના સ્થાઈ સભ્ય બને તો અમને ગર્વ થશે

G20 Summit, Turkiye President, UN security council : જો ભારતના સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું સ્થાયી સભ્ય બનાવવામાં આવે તો તેમનો દેશ ગર્વ મહેસૂસ કરશે. સાથે જ તેમણે એ પણ કહ્યું કે બધા બની સ્થાયી સભ્યોને વારાફરથી સુરક્ષા પરિષદના સભ્ય બનવાની તીક આપવામાં આવશે.

Written by Ankit Patel
Updated : September 11, 2023 12:04 IST
G20 Summit : કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાનનું સમર્થન કરનાર દેશના બદલાયા સૂર, તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગન બોલ્યા – ભારત UNSCના સ્થાઈ સભ્ય બને તો અમને ગર્વ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તુર્કી રાષ્ટ્રપતિ photo - ANI

G20 Summitb: તુર્કીના રાષ્ટ્રપતિ રેપેચ તૈયપ અર્દોગનના સંયુક્ત રાષ્ટ્ર સુક્ષા પરિષદમાં સ્થાયી સભ્ય માટે ભારતની દાવેદારી માટે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે જો ભારતના સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું સ્થાયી સભ્ય બનાવવામાં આવે તો તેમનો દેશ ગર્વ મહેસૂસ કરશે. સાથે જ તેમણે એ પણ કહ્યું કે બધા બની સ્થાયી સભ્યોને વારાફરથી સુરક્ષા પરિષદના સભ્ય બનવાની તીક આપવામાં આવશે. જી20 શિખર સમ્મેલનનો છેલ્લા દિવસે એક પત્રકાર પરિષદમાં બોલતા આ વાત કહી હતી.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાંચ સ્થાયી સભ્ય છે. જેમાં અમેરિકા, રશિયા, બ્રિટન, ચીન અને ફ્રાંસનો સમાવેશ થાય ચે. આ પાંચ દેશોનો ઉલ્લેખ કરતા એર્દોગને કહ્યું કે દુનિયા આ પાંચ દેશોથી વધારે મોટી છે. તેમણે કહ્યું કે અમે ગર્વ થશે જો ભારત જેવો દેશ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો સ્થાયી સભ્ય બની જાય. કાશ્મીર જેવા મુદ્દા પર પાકિસ્તાનનો સાથ દેનાર એર્દોગનના મોંઢે આ વાત સાંભળતા જ લોકો ખુબ જ હેરાન થયા હતા.

તુર્કિના રાષ્ટ્રપતિએ કહ્યું કે અમને ખુબ જ ગર્વ થાય છે જો ભારત જેવા દેશ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સ્થાયી સભ્ય બનાવવામાં આવે. તમે જાણો છો કે દુનિયા પાંચ દેશોથી વધારે મોટી છે. તેમણે વધુમાં જણાવ્યું કે જ્યારે અમે કહીએ છીએ કે દુનિયા પાંચ દેશોથી મોટી છે ત્યારે અમારે મતલબ માત્ર અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ચીન અને રશિયા જ નહીં. અમે માત્ર આ પાંચ દેશોની સુરક્ષા પરિષદમાં જોવા માંગતા નથી.

એર્દોગને સંયુક્ત રાષ્ટ્રના બધા સભ્યો માટે રોટેશનલ સભ્યતાની વાત કરી હતી. તેમણે કહ્યું કે વર્તમાનમાં યુએનએસસીના 15 સભ્ય છે. જેમાંથી પાંચ સ્થાયી અને 10 રોટેસનલ સભ્ય છે. અમારો પ્રસ્તાવ છે કે આ બધા સ્થાયી સભ્યપદ આપવામાં આવે. બધા દેશોને વારાફરથી યુએનએસસીના સભ્ય બનવાનો મોકો મળવો જોઈએ. વર્તમાનમાં સંયુક્ત રાષ્ટ્રમાં 195 દેશ સભ્ય છે. એટલા માટે અમે રોટેશનલ મિકેનિઝ્મની વાત કરી રહ્યા છે. જેમાં 195 દેશોને સ્થાયી સભ્ય બનવાનો મોકો મળે.

તુર્કીના પાકિસ્તાનની ફેરવ કરનાર માનવામાં આવે છે. આ દુનિયાના કેટલાક ખાસ દેશોમાં સામેલ છે. જે કાશ્મીર મુદ્દા પર ભારત વિરુદ્ધ નિવેદનો આપતો રહે છે. જોકે, આ બધા વિવાદો બાદ જી20 સમિટ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી છેલ્લા બે વર્ષમાં બીજી વખત એર્દોગનની સાથે દ્વિપક્ષીય વાર્તા કરી છે. 2022માં પીએમ મોદીએ એસસીઓ શિખર સમ્મેલનમાં તુર્કીના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ