ગુલામ હૈદરે સીમાને અપીલ કરી કહ્યું - પાછી આવી જા, સાઉદી લઇ જઇશ, દર મહિને ઘરે મોકલતા હતો 50 હજાર રૂપિયા

Seema Haidar Story : ગુલામ હૈદરે એક પાકિસ્તાની યૂટ્યૂબરને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે તે પોતાના બાળકોને લઇને ચિંતામાં છે અને ઈચ્છે છે કે સીમા તેની પાસે પાછી આવી જાય

Seema Haidar Story : ગુલામ હૈદરે એક પાકિસ્તાની યૂટ્યૂબરને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે તે પોતાના બાળકોને લઇને ચિંતામાં છે અને ઈચ્છે છે કે સીમા તેની પાસે પાછી આવી જાય

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
seema ghulam haider | seema haider | seema haidar love story

ગુલામ હૈદરે સીમા હૈદરને પાકિસ્તાન પરત આવવાની અપીલ કરી (ફોટો સોર્સ- સોશિયલ મીડિયા)

Seema Haidar Love Story : પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદર ઘણી ચર્ચામાં છે. આ સાથે જ તેના પાકિસ્તાની પતિ ગુલામ હૈદરે તેને પાકિસ્તાન પરત ફરવાની અપીલ કરી છે. ગુલામ હૈદરે પોતાની પત્નીને કહ્યું કે હું હજુ પણ તને એટલો જ પ્રેમ કરું છું અને કરતો રહીશ, મહેરબાની કરીને પાછી આવીજા. ચાર બાળકોની માતા સીમા પોતાના બાળકો સાથે નેપાળ થઈને ભારતમાં પ્રવેશી હતી. તેનો પહેલા પતિ ગુલામ હૈદર, જે હાલમાં સાઉદી અરેબિયામાં છે. તેણે કહ્યું છે કે તે હજુ પણ તેને પ્રેમ કરે છે. ગુલામ હૈદરે એક પાકિસ્તાની યૂટ્યૂબરને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે તે પોતાના બાળકોને લઇને ચિંતામાં છે અને ઈચ્છે છે કે સીમા તેની પાસે પાછી આવી જાય.

Advertisment

હું હજુ પણ તને એટલો જ પ્રેમ કરું છું અને કરતો રહીશ - ગુલામ હૈદર

ગુલામ હૈદરે ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે હું તને કેટલો પ્રેમ કરું છું તે તું સારી રીતે જાણે છે. જો ત્યાં તમને કંઇ થઇ જાય તો જરા વિચારો કે આપણા બાળકોનું શું થશે. જવાબદારી કોણ લેશે? તેથી તેમની ખાતર કૃપા કરીને પાછી આવી જ. ગુલામ હૈદરે વધુમાં કહ્યું કે હું હજુ પણ તને એટલો જ પ્રેમ કરું છું અને કરતો રહીશ. હું તને અને બાળકોને ખૂબ જ યાદ કરું છું. કોઈ તને કશું જ કહેશે નહીં. હું તને મારી સાથે રાખીશ અને આપણે ફરીથી નવું જીવન શરૂ કરીશું.

ગુલામ હૈદરે મોહસીન નામના પાકિસ્તાની પત્રકાર સાથે વાત કરતા સીમાને પાછા આવવાની અપીલ કરી હતી. ગુલામે વધુમાં જણાવ્યું હતું કે જો તે પાકિસ્તાનમાં અસુરક્ષિત અનુભવે છે તો તે તેને અને બાળકોને પોતાની સાથે સાઉદી લઇ જશે અને ત્યાં જ સ્થાયી થશે.

આ પણ વાંચો - પાકિસ્તાનમાં મંદિર પર ડાકુઓનો રોકેટ લોન્ચરથી હુમલો, શું પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદર સાથે છે કોઇ કનેક્શન?

Advertisment

સીમાના બાળકો 'હિન્દુસ્તાન ઝિંદાબાદ'ના નારા લગાવી રહ્યા હતા

થોડા સમય પહેલા સીમાના બાળકો 'હિન્દુસ્તાન ઝિંદાબાદ'ના નારા લગાવતા જોવા મળ્યા હતા. આ અંગે પ્રતિક્રિયા આપતા ગુલામ હૈદરે જણાવ્યું હતું કે તેઓ બાળકો છે. તેમને પૂછશો તો તેઓ 'પાકિસ્તાન ઝિંદાબાદ' પણ કહેશે. વધુમાં ગુલામે ખુલાસો કર્યો હતો કે તે સીમા માટે તેણે પોતાની પહેલી પત્નીને છોડી દીધી હતી અને પોતાના પરિવાર માટે વધારે પૈસા કમાવવા માટે સાઉદી અરેબિયા જતો રહ્યો હતો. ગુલામે કહ્યું કે તે પહેલા સીમાને દર મહિને 40-50 હજાર રૂપિયા મોકલતો હતો અને બાદમાં તેને વધારીને 80-90 હજાર રૂપિયા કરી દીધા હતા. જેથી તે બાળકોની સારી રીતે દેખભાળ રાખી શકે.

પ્રેમના કારણે સીમા ભારત પહોંચી - પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી

પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીઓએ સરકારને માહિતી આપી છે કે પ્રેમ જ એક માત્ર કારણ છે કે ચાર બાળકોની માતા હિન્દુ વ્યક્તિ સાથે રહેવા માટે ભારત પહોંચી ગઇ હતી. સોમવારે એક મીડિયા રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. સ્થાનિક ઉર્દૂ દૈનિક 'જંગ'એ પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓના એક અહેવાલને ટાંકીને જણાવ્યું છે કે પાકિસ્તાની મહિલા સીમા હૈદર ફક્ત પ્રેમના કારણે જ ભારતીય વ્યક્તિ (સચિન મીના) સાથે લગ્ન કરવા માટે જ દેશ છોડી દીધો હતો કારણ કે હજી સુધી બીજો કોઈ અન્ય ઉદ્દેશ્ય સામે આવ્યો નથી.

પાકિસ્તાન ટ્રેન્ડિંગ ન્યૂઝ વિશ્વ