/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Gold-card-trump-us-visa-scheme.jpg)
Gold card scheme: ગોલ્ડ કાર્ડ સાથે તમે અમેરિકન નાગરિક બની શકો છો! જાણો ટ્રમ્પની નવી યોજના વિશે
Gold Card for US visa : અમેરિકા માટે ગોલ્ડ કાર્ડ વિઝા સાથે રસ્તો ખુલ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે અમેરિકામાં સ્થાયી થવા માટે એક નવી યોજના લઈને આવ્યા છે. ટ્રમ્પે શ્રીમંત ઇમિગ્રન્ટ્સ માટે ગોલ્ડ કાર્ડ રજૂ કર્યું છે જે 5 મિલિયન ડોલર અથવા ભારતીય ચલણમાં લગભગ ₹ 43.50 કરોડમાં ખરીદી શકાય છે. એસોસિએટેડ પ્રેસે અહેવાલ આપ્યો છે કે, ટ્રમ્પે તેને યુએસ નાગરિકતાનો માર્ગ ગણાવતા કહ્યું કે ભવિષ્યમાં લગભગ 1 મિલિયન ગોલ્ડ કાર્ડ વેચવામાં આવશે.
આ ગોલ્ડ કાર્ડ વિઝા હાલના ઇમિગ્રન્ટ ઇન્વેસ્ટર વિઝા પ્રોગ્રામ EB-5 નો વિકલ્પ હશે. એક રીતે, ગોલ્ડ કાર્ડ દ્વારા, ટ્રમ્પની યોજના વિશ્વભરમાં રહેતા ધનિક લોકોને અમેરિકામાં વસાવવાની છે. અમેરિકામાં વસવા ઇચ્છતા અમીર લોકો માટે આ યોજના મહત્વની સાબિત થઇ શકે એમ છે.
ગોલ્ડ કાર્ડ ગ્રીન કાર્ડનું પ્રીમિયમ વર્ઝન
યુએસ સરકાર દ્વારા રજૂ કરાયેલ આ ગોલ્ડ કાર્ડ ગ્રીન કાર્ડનું પ્રીમિયમ વર્ઝન હશે. આના દ્વારા, વિશ્વભરના ધનિક લોકો અમેરિકન નાગરિકતા મેળવી શકશે. ટ્રમ્પે કહ્યું કે આ કાર્ડ 5 મિલિયન ડોલર એટલે કે 50 લાખ ડોલર (લગભગ 43.50 કરોડ રૂપિયા) માં ઉપલબ્ધ થશે. જેમને આ કાર્ડ જોઈએ છે તેઓ તેને ખરીદી શકશે. આ પછી, તેમને 'ગ્રીન કાર્ડ કરતાં અન્ય વધુ લાભો મળશે.
ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે કે અમેરિકન નાગરિકતાનો આ નવો માર્ગ જલ્દી શરૂ થશે. ટ્રમ્પે કહ્યું કે તેમને નથી લાગતું કે તેને શરૂ કરવા માટે કોંગ્રેસની મંજૂરીની જરૂર પડશે. જોકે, ટ્રમ્પે આ યોજના કેવી રીતે અમલમાં મૂકવામાં આવશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી.
દેશમાં રોજગારીની તકો વધશે
ટ્રમ્પે કહ્યું કે તેઓ EB-5 ઇમિગ્રન્ટ ઇન્વેસ્ટર વિઝા પ્રોગ્રામને ગોલ્ડ કાર્ડથી બદલશે. આનાથી શ્રીમંત વિદેશી રોકાણકારો અમેરિકાના રહેવાસી બની શકશે. અમેરિકામાં શ્રીમંત રોકાણકારોના આગમનથી દેશમાં નોકરીની વધુ તકો ઉભી થશે. તે જ સમયે, તેમણે દાવો કર્યો કે આ પહેલથી દેશ પરનું દેવું પણ શક્ય તેટલી વહેલી તકે ચૂકવવામાં આવશે.
વર્ષો જૂની વ્યવસ્થામાં ફેરફાર થશે
યુનાઇટેડ સ્ટેટ્સમાં કાયમી રહેવા માટે ગ્રીન કાર્ડ જરૂરી છે. આ માટે EB-1, EB-2, EB-3, EB-4 વિઝા પ્રોગ્રામ છે પરંતુ EB-5 વિઝા પ્રોગ્રામ શ્રેષ્ઠ છે. તે 1990 થી અમલમાં છે. આ દ્વારા, કોઈ પણ વ્યક્તિ અમેરિકામાં ગમે ત્યાં રહીને કામ કરી શકે છે અથવા અભ્યાસ કરી શકે છે. આ પ્રાપ્ત કરવામાં 4 થી 6 મહિનાનો સમય લાગે છે.
સોનાનું ભવિષ્ય કેવું હશે? જાણવા જેવી વિગત
આવી સ્થિતિમાં, જે ભારતીયો અમેરિકન નાગરિકતા મેળવવા માટે EB-5 પ્રોગ્રામ પર નિર્ભર હતા, તેમના માટે 'ગોલ્ડ કાર્ડ' ખૂબ મોંઘુ સાબિત થઈ શકે છે. EB-5 કાર્યક્રમ સમાપ્ત થવાથી લાંબા ગ્રીન કાર્ડ બેકલોગમાં અટવાયેલા કુશળ ભારતીય વ્યાવસાયિકોને પણ નુકસાન થઈ શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us