Valentine’s Day Google Doodle: આજે વેલેન્ટાઇન ડે છે. 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે ની સાથે હિન્દુ કેલેન્ડર મુજબ આજે વસંત પંચમી પણ છે. પ્રેમની અભિવ્યક્તિના વેલેન્ટાઇન ડે પર ગૂગલ દ્વારા ખાસ ગૂગલ ડૂડલ તૈયાર કરવામાં આવ્યું છે. આ ગૂગલ ડૂડલની સાથે એક સ્પેશિયલ ગેમ પણ આપવામાં આવી છે.
ગૂગલ દ્વારા મહત્વના દિવસોને વધુ યાદગાર બનાવવા માટે ખાસ ગૂગલ ડૂડલ તૈયાર કરવામાં આવે છે. વેલેન્ટાઇન ડે પર આવું જ ખાસ ગૂગલ ડૂડલ તૈયાર કરાયું છે. વેલેન્ટાઇન ડે 2024 ને સ્પેશિયલ બનાવવા માટે કેમેસ્ટ્રીના એટોમિક બોન્ડ Cu Pd સાથે અનોખું ગૂગલ ડૂડલ રજુ કરાયું છે.
ગૂગલે ડૂડલની સાથે એક સ્પેશિયલ ગેમ પણ હોમ પેજ પર મુકી છે. એટોમિક બોન્ડ સીયુ પીડી કોપર પેલેડિયમ એટમ દર્શાવે છે. તમે આ ક્વિજ ગેમમાં ભાગ લઇને એટોમિક બોન્ડ બદલી પણ શકો છે. ગૂગલ ડૂડલની આ ખાસ ગેમ પ્રેમની અભિવ્યક્તિની સાથે ઇન્ટરેક્ટિવ પ્રેમ દર્શાવે છે.
વેલેન્ટાઇન ડે પ્રેમ વ્યક્ત કરવાનો દિવસ છે. વિશ્વમાં 14 ફેબ્રુઆરીના દિવસે વેલેન્ટાઇન ડે ઉજવવામાં આવે છે. એકબીજાને પસંદ કરતા વ્યક્તિઓ એકબીજાને ગુલાબ કે અન્ય કોઇ ભેટ આપી પ્રેમ વ્યક્ત કરી શકે છે. પ્રેમ રસથી ભરપુર વેલેન્ટાઈન ડે સંદેશ અને શાયરી દ્વારા તમે પ્રેમ વ્યક્ત કરી શકો છો.
વિશ્વમાં પ્રતિ વર્ષે 7 ફેબ્રુઆરી થી 14 ફેબ્રુઆરી દરમિયાન વેલેન્ટાઇન વીક ઉજવવામાં આવે છે. વેલેન્ટાઇન વીકની શરુઆત રોઝ ડેથી થાય છે. 7 ફેબ્રુઆરીએ રોઝ ડે ઉજવાય છે. 8 ફેબ્રુઆરીએ પ્રપોઝ ડે મનાવાય છે. 9 ફેબ્રુઆરીએ ચોકલેટ ડે આવે છે. 10 ફેબ્રુઆરીએ ટેડી ડે અને 11 ફેબ્રુઆરીએ પ્રોમિસ ડે ઉજવાય છે. 12 ફેબ્રુઆરીએ હગ ડે અને 13 ફેબ્રુઆરીએ કિસ ડે ઉજવાય છે. 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડે ઉજવાય છે.





