scorecardresearch

Green Comet: પૃથ્વી તરફ આવી રહ્યો છે એક દૂર્લભ ધૂમકેતુ ‘Green comet’, આકાશમાં 50,000 વર્ષ પહેલા દેખાયો હતો

Green Comet: ફેબ્રુઆરીની શરૂઆતમાં એક ખાસ ખગોળીય ઘટના (astronomical phenomena) બનશે, જેમાં 50,000 પહેલા દેખાયેલો ગ્રીન ધૂમકેતુ (Green Comet) ફરી પૃથ્વીની નજીકથી પસાર થશે. જાણો આ દૂર્લભ ધૂમકેતુનો રંગ ‘ગ્રીન’ કેમ છે અને ક્યારે દેખાશે (green comet where to see)

Green Comet: પૃથ્વી તરફ આવી રહ્યો છે એક દૂર્લભ ધૂમકેતુ ‘Green comet’, આકાશમાં 50,000 વર્ષ પહેલા દેખાયો હતો

અવકાશમાં 50,000 વર્ષ બાદ ફરી એકવાર એક દૂર્લભ ખગોળીય ઘટના જોવા મળશે. 50,000 વર્ષ બાદ લીલા કલરનો એક ધૂમકેતુ ‘Green come’ ફરીવાર પૃથ્વની નજીકથી પસાર થશે. આ દૂર્ગભ ખગોળીય ઘટનાનો આગામી સપ્તાહે જોવા મળશે. આ ઘટના અવકાશ વૈજ્ઞાનિકો અને ખગોળ શાસ્ત્રીઓ માટે બહુ મહત્વપૂર્ણ રહેશે. જાણો આ લીલા કલરના ધૂમકેતુ વિશેની સંપૂર્ણ માહિતી

Green comet : આ ગ્રીન ધૂમકેતુ ક્યારે દેખાશે?

આ લીલા રંગનો ધૂમકેતુ Green comet આગામી સપ્તાહે 2 ફેબ્રુઆરીની આસપાસ પૃથ્વીની અત્યંત નજીક આવવાની શક્યતા છે. આ ગ્રીન ધૂમકેતુનું નામ C/2022 E3 (ZTF) છે, અને તે પ્રથમ વખત શોધનાર ખગોળ શાસ્ત્રીના નામ પરથી રાખવામાં આવ્યુ છે. ખગોળ શાસ્ત્રીએ પહેલીવાર ગ્રીન ધૂમકેતુની શોધ માર્ચ 2022માં કરી હતી. તેમણે આ ગ્રીન ધૂમકેતુને જોવા માટે ઝ્વિકી ટ્રાન્ઝિયન્ટ ફેસિલિટી ( ZTF) ખાતે વાઈડ-ફીલ્ડ સર્વે કેમેરાનો ઉપયોગ કર્યો હતો.

ગ્રીન ધૂમકેતુ ક્યાં દેખાશે, કેવી રીતે જોઇ શકાશે?

નાસાએ જણાવ્યું કે, આ ધૂમકેતુ ટેલિસ્કોપ અને દૂરબીન વડે રાત્રે સ્વચ્છ આકાશમાં નરી આંખે પણ જોઈ શકાશે.

આ ગ્રીન ધૂમકેતુ જાન્યુઆરીમાં ઝડપથી ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યુ હોવાથી ખગોળશાસ્ત્રમાં રસ ધરાવતા લોકો ઉત્તરીય ગોળાર્ધમાં સવારે આકાશમાં ધૂમકેતુ જોઇ શકશે. તો ફેબ્રુઆરીની શરૂઆતમાં દક્ષિણ ગોળાર્ધમાં આ ગ્રીન ધૂમકેતુ દેખાશે. Weather.comના જણાવ્યા મુજબ, ભારતના આકાશમાં આ ધૂમકેતુને ઉત્તર-પશ્ચિમ દિશામાં જોવા મળી શકે છે. પરંતુ બિલ્ડિંગોની લાઈટો અને સ્ટ્રીટલાઈટ ચાલુ હોવાથી, તેને ટેલિસ્કોપ વગર જોવામાં મુશ્કેલી પડી શકે છે.

વર્ચ્યુઅલ ટેલિસ્કોપ પ્રોજેક્ટ 31 જાન્યુઆરી, 2023ના રોજ સવારે 9:30 વાગે અથવા 1 ફેબ્રુઆરીના રોજ રાત્રે 11:00 વાગ્યે ધૂમકેતુ C/2022 E3 (ZTF)નું ફ્રી લાઇવસ્ટ્રીમ કરશે. તે ખગોળીય ઘટના તેની વેબસાઇટ અથવા YouTube ચેનલ પર પણ જોઈ શકાશે.

‘ગ્રીન ધૂમકેતુ’ (Green comet) શું છે?

જાન્યુઆરીના મધ્યમાં સૂર્યની નજીક પહોંચ્યા બાદ આ ગ્રીન ધૂમકેતુ હવે તેનાથી દૂર જઈ રહ્યો છે. ZTFના સહ-મુખ્ય સંશોધનકર્તાઓ ટોમ પ્રિન્સ અને યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડના માઈકલ કેલી છે, જેઓ ધૂમકેતુના નિષ્ણાત છે. કેલીએ Space.com ને જણાવ્યું – ” આ ગ્રીન ધૂમકેતુની ભ્રમણકક્ષા સૂચવે છે કે તે આપણા સૌરમંડળના છેવાડેથી આવી રહ્યુ છે, જેને Oort cloud કહેવાય છે.”

Oort cloud (ઉર્ટ ક્લાઉડ) એ આપણા સૌરમંડળનો એક મોટો, ગોળાકાર પ્રદેશ માનવામાં આવે છે, જેમાં ધૂમકેતુઓ અને એસ્ટરોઇડ્સ જેવા અસંખ્ય નાના પદાર્થોનો સમાવેશ થાય છે.

નાસા તેને “આપણા સૌરમંડળનો સૌથી દૂરનો પ્રદેશ” અને “ધૂમકેતુઓનું ઘર” તરીકે ઓળખાવે છે. ધ ગાર્ડિયનના અહેવાલ અનુસાર આ ગ્રીન ધૂમકેતુ પૃથ્વીથી 2.5 પ્રકાશ વર્ષના અંતરે એટલે કે 27 મિલિયન માઇલ જેટલું દૂર આવેલું છે.

આ ધૂમકેતુનો રંગ ગ્રીન કેમ છે?

ધૂમકેતુઓ સ્થિર ખડક અથવા ગેસથી ભરેલા હોય જે સૌરમંડળનો એક હિસ્સો છે. ધૂમકેતુનું બંધારણ, લાક્ષણિકતાઓ અને ગતિશિલતાને કારણે તેઓ તેમની પાછળ ‘પ્રકાશ’ છોડતા જાય છે. આ ધૂમેકતુનો કલર લીલો (green comet) (ધૂમકેતુનો આગળનો ભાગ) છે અને તે પોતાની પાછળનો ભાગ (જેને ધૂમકેતુની પૂંછડી કહેવાય છે) સફેદ રંગનો પ્રકાશ ફેંકે છે.

શું લીલો ધૂમકેતુ (green comet) દુર્લભ છે?

લાંબા-ગાળે જોવા મળતા ધૂમકેતુઓની યાદી આવતો આ green comet – ગ્રીન ધૂમકેતુને સૂર્યની પરિક્રમા કરવામાં 200 વર્ષથી વધુ સમય લાગે છે. આ લીલો ધૂમકેતુ સરળતાથી દેખાતો નથી. અત્યંત લંબગોળ ભ્રમણકક્ષા સાથે, ધૂમકેતુ ઉર્ટ ક્લાઉડ તરફ પરત જશે અને લગભગ 50,000 વર્ષ બાદ ફરી જે જોવા મળશે. પરંતુ તેમની ભ્રમણકક્ષાને ધ્યાનમાં રાખતા ધૂમકેતુઓ માટે ઘણા વર્ષો બાદ પૃથ્વીની નજીક ફરી દેખાય તે કોઇ દૂલર્ભ ઘટના નથી.

Green comet છેલ્લે ક્યારે દેખાયો હતો ?

આ ઘટનાને એક વિશેષ ખગોળીય ઘટના કહેવામાં આવી કારણ કે તે ઐતિહાસિક ઘટના છે. તેની વર્તમાન ગતિ જોઈને વૈજ્ઞાનિકોએ અનુમાન લગાવ્યું કે આ ધૂમકેતુ લગભગ 50,000 વર્ષ પહેલા પૃથ્વીની આસપાસથી પસાર થઈ ગયો હતો. એટલે કે તે સમયે મનુષ્યનું અસ્તિત્વ નહોતું. પરંતુ માનવજાતની ઉત્પત્તિ અંગેના સંશોધન મુજબ તે સમયે પૃથ્વી પર નિએન્ડરથલ્સ હાજર હતા. તે સમયે પથ્થર યુગ હતો.

Web Title: Green comet close to earth see first time after 50000 years know all details about green comet here

Best of Express