તીર્થ યાત્રા જેમા યાત્રીનું મોત થાય તો મૃતદેહ પણ ઘરે નથી આવતો, પરિવાર માટે અંતિમ દર્શન દુર્લભ

Hajj Yatra Death In Saudi Arabia: સાઉદી અરબમાં ચાલુ વર્ષે હજ યાત્રા દરમિયાન 900 લોકોના મોત થયા છે. હજ યાત્રામાં જનાર લોકો માટે સાઉદી અરબે કડક નિયમ બનાવ્યા છે, જેનું દરેક હાજ યાત્રી માટે પાલન કરવું ફરજીયાત છે.

Written by Ajay Saroya
June 21, 2024 23:08 IST
તીર્થ યાત્રા જેમા યાત્રીનું મોત થાય તો મૃતદેહ પણ ઘરે નથી આવતો, પરિવાર માટે અંતિમ દર્શન દુર્લભ
Funeral: પ્રતિકાત્મક તસવીર (Photo - Freepik)

Hajj Yatra Death In Saudi Arabia: દરેક ધર્મમાં તીર્થ યાત્રાનું ઘણું મહત્વ હોય છે. ઇસ્લામ ધર્મમાં હજ યાત્રા સૌથી મહત્વપૂર્ણ છે. દરેક મુસ્લિમનું સપનું હોય છે કે તેને એકવાર હજ યાત્રા કરવાની તક મળે. પરંતુ સાઉદી અરબમાં સ્થિત મક્કાની યાત્રા ઘણી મુશ્કેલ છે, ઘણા પડકારોનો સામનો કરવો પડે છે. સૌથી મોટી વાત એ છે કે હજ યાત્રા મર્યાદિત લોકો માટે જ ખોલવામાં આવે છે, દરેક દેશમાંથી અમુક હજયાત્રીઓ જ ત્યાં જઈ શકે છે. પરંતુ ત્યાં જનારા અનેક તીર્થ યાત્રીઓ પોતાનો જીવ ગુમાવે છે, કેટલાક કચડાઈને મૃત્યુ પામે છે, તો કેટલાક ગરમીમાં તો કેટલાક અકસ્માતમાં.

મૃતદેહો પાછા કેમ નથી આવી રહ્યા?

હવે હેરાનની વાત એ છે કે હજ યાત્રા દરમિયાન જો કોઈનું મૃત્યુ થાય તો તે વ્યક્તિનો મૃતદેહ ક્યારેય તેના દેશમાં મોકલવામાં આવતો નથી. તેના મૃતદેહને ત્યાં જ દફનાવવામાં આવ્યો છે. સૌથી મોટી વાત એ છે કે પરિવાર ગમે તેટલી વિનંતી અને આજીજી કરે, પરંતુ એ ડેડબોડી પાછી આપવી શક્ય નથી. તે ડેડ બોડી ત્યાં દફનાવવામાં આવી છે. સાઉદી અરબે એક એવો નિયમ બનાવ્યો છે જેમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે. નિયમમાં કહેવામાં આવ્યું છે કે જો હજ યાત્રા દરમિયાન મોત થશે તો શબને તેમના દેશમાં મોકલવામાં આવશે નહીં, તેને સાઉદી અરબમાં જ દફનાવવામાં આવશે.

નિયમ શું કહે છે?

એટલું નક્કી છે કે જો અન્ય સાથી પણ સાથે હજ યાત્રા કરવા આવ્યા છે, તો તેમને અંતિમ યાત્રા જોવાની તક મળી શકે છે. બાકી અન્ય કોઇ પણ પરિવારના સભ્યને ન શબ મળશે, ન અંતિમ યાત્રામાં જવાની મંજૂરી મળશે. સૌથી મોટી વાત એ છે કે સાઉદી સરકારને વિનંતી કરવામાં આવે તો પણ જો કોઈ પરિવાર વિનંતી કરે કે તેમને તેમના પરિવારની ડેડ બોડી જોઈએ છે, તો તે પરિસ્થિતિમાં પણ માંગ સ્વીકારવામાં આવતી નથી. હકીકતમાં હજમાં જે પણ આવે છે, તેમને એક અરજી પત્રક પર સહી કરાવવામાં આવે છે, જેમાં લખ્યું છે કે વ્યક્તિના મૃતદેહને મૃત્યુ થવાના કિસ્સામાં સાઉદી અરબમાં દફનાવવામાં આવશે.

900 મુસાફરોના મોત

હવે આ નિયમને લઈ ફરી ચર્ચા ચાલી રહી છે કે, પોતાના પરિવારના સભ્યની ડેડબોડીને પરત લેવાથી કોઈ કેવી રીતે રોકી શકે છે, કેમ સગા સંબંધી અંતિમ દર્શન કરી શકતા નથી. આ સવાલો ઘણા વર્ષોથી ઉઠી રહ્યા છે, પરંતુ સાઉદી અરબ પોતાના નિયમોને લઇને અડગ છે, તેમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ વર્ષે પણ હજ યાત્રા દરમિયાન 900થી વધુ લોકોના મોત થયા છે, ઘણા પરિવારો ઇચ્છે છે કે તેમના નજીકના લોકોના મૃતદેહને તેમના વતન પરત મોકલવામાં આવે, પરંતુ આવું થવાનું નથી.

મૃતદેહની ઓળખ કેવી રીતે થાય છે?

આમ જોવા જઈએ તો સાઉદી અરબમાં હજ કરનારા લોકોની ઓળખ કરવી બહુ મુશ્કેલ નથી. જે પણ ફરવા આવે છે, તેમની પાસે એક બેન્ડ હોય છે જેમાં તેમનું નામ, ઉંમર, દેશનું નામ બધું જ લખેલું હોય છે. આવી સ્થિતિમાં, જો કોઈ હજ યાત્રીનું મૃત્યુ થાય છે, તો તે કયા દેશમાંથી આવ્યો છે તે જાણવું મુશ્કેલ નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ