Rakesh Sinha : ઇઝારયલ પર હમાસના આતંકીઓએ કરેલા હુમલા બાદ સ્થિતિ ભયંકર અને ગંભીર બની છે. આ યુદ્ધમાં ઇઝરાયલમાં 900થી વધુ લોકોના મોત થયા હોવાના સમાચાર છે. તો જવાબમાં ઈઝરાયલની વાયુસેનાએ પણ ગાઝા પર હુમલાઓ કરી દીધા. હમાસે જેટલા મોટા પ્રમાણ પર ઇઝરાયલ પર હુમલો કર્યો છે, તેને અભૂતપૂર્વ કહેવામાં આવી રહ્યો છે. જેને પગલે ઇઝરાયલના કેટલાંક શહેરોમાં જાનમાલનું ઘણું નુકસાન થયું છે.
ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે કેટલાક દાયકાઓથી વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદનાં મૂળિયાં 100 વર્ષ જૂનાં છે જ્યારે યહૂદીઓ માટે એક અલગ દેશની માગ ઊઠી હતી. વાંચો આ વિવાદનાં મૂળિયા ક્યાં સુધી પહોંચે છે અને ક્યારે શું થયું તેનો આખો ઇતિહાસ જાણીએ.
જાન્યુઆરી 2018માં ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ એક સદી પહેલાં ઇઝરાયલમાં હાઇફાના યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે નવી દિલ્હીના મધ્યમાં તીન મૂર્તિ ચોક ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે સામેલ થયા હતા.
આ પણ વાંચો : ઇઝરાયેલ-પેલેસ્ટાઇન સંઘર્ષ : શા માટે હમાસ અને હિઝબુલ્લાહે ‘સામાન્યકરણ’નો મુદ્દો ઉઠાવ્યો
આ દરમિયાન તીન મૂર્તિ ચોકનું નામ બદલીને તીન મૂર્તિ હાઇફા ચોક રાખવામાં આવ્યું હતું. આ ત્રણેય મૂર્તિઓ જોધપુર, મૈસૂર અને હૈદરાબાદના લાંસર્સની વીરતાની યાદ અપાવે છે. જે ઇંપીરિયલ સર્વિસ ક્વેલરી બ્રિગેડનો હિસ્સો હતો અને પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન સિનાઇ અને ફિલિસ્તાન અભિયાનમાં ખુદને અલગ કર્યા હતા.
હાઇફાના દસ મહિના પહેલા લાંસર્સ અને ગોરખા રાઇફલમેને વધુ એક લડાઇમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. નવેમ્બર 1917માં ગાઝાનું ત્રીજું યુદ્ધ પેલેસ્ટાઇન અભિયાનમાં ટર્નિંગ પોઇન્ટ સાબિત થયું.
પ્રશિયા યુદ્ધ મંત્રી અને જર્મન જનરલ સ્ટાફના વડા જર્મન જનરલ ક્રેસ વોર્ન ક્રેસેંટસ્ટીન અને યિલ્ડિરિમ આર્મી ગ્રુપની આગેવાની હેઠળ ભારતીયોએ ઓટોમન્સ વિરૂદ્ધ લડાઇ લડી હતી. આ ઓટોમન એકમમાં જર્મન એશિયા કોરના તત્વો પણ સામેલ હતા.
ઇંપીરિયલ સર્વિસ ક્વેલરી બ્રિગેડ ગાઝાથી થઇને ગાઝા પટ્ટીના ઉત્તર-પૂર્વી છેડા તરફ આગળ વધી. ઉંડો યુદ્ધાભ્યાસ અને વ્યસ્તતા પછી તુર્કી સેનાએ પીછેહઠ કરી લીધી હતી. ગાઝા પટ્ટીએ 20 લાખથી વધુ પેલેસ્ટિનિયનોનું વસવાટ છે. જે ગ્રહ પર સૌથી વધુ ગીચ વસ્તીવાળા વિસ્તારોમાંથી એક છે.
ગાઝા પટ્ટી અને પશ્ચિમ કાંઠે પેલેસ્ટાઈન રાજ્ય છે. તેને ભારત 1988માં માન્યતા આપનાર પ્રથમ દેશો બન્યો હતો. 8 વર્ષ પછી ભારતે ગાઝામાં એક મુખ્ય કાર્યાલય ખોલ્યું હતું, જે 2003માં વેસ્ટ બેંક અને પેલેસ્ટાઇનની રાજધાની રામલ્લા શહેરમાં ખસેડી દેવાયુ હતું.
વર્ષ 1993 અને 1995ના ઓસ્લો સમજૂતીના પરિણામે પેલેસ્ટેનિયન નેશનલ ઓથોરિટીની રચના થઇ હતી. જેમાં 2006 સુધી પશ્ચિમ કાંઠા અને ગાઝા પટ્ટીના ભાગોને નિયંત્રિત કરતું ફતાહ-નિયંત્રિત વહીવટ હતું. આ જ વર્ષે હમાસ ઇઝરાયેલના કબજા સામે સશસ્ત્ર પ્રતિકારના હેતુ માટે 1987માં સ્થપાયેલા આતંકવાદી પેલેસ્ટિનિયન સંગઠન ચૂંટણી જીત્યું હતુ. તેના 1 વર્ષ પછી તેણે ફતાહને જે 1959માં યાસર અરાફાત દ્વારા સહ-સ્થાપિત કરવામાં આવી હતી અને હવે પ્રમુખ મહમૂદ અબ્બાસ દ્વારા ગાઝાની બહાર કાઢી મૂકાયો અને પટ્ટી પર સંપૂર્ણ નિયંત્રણ મેળવ્યું.
હમાસ દ્વારા ગાઝા પટ્ટી પર કબજો મેળવ્યાના બે વર્ષ પછી એરિયલ શેરોનની સરકારે ગાઝા પટ્ટીમાં 21 અને વેસ્ટ બેંકોમાં 4 ઇઝરાયલી વસાહતોનો નાશ કરી દીધો.
ઓગસ્ટ 2005માં નેતન્યાહૂ લિકુડ પક્ષ તરફથી શેરોનના મુખ્ય ચેલેન્જર હતા. પરંતુ તેણે સરકારને રાજીનામું આપી દીધું. આ મામલે તેઓએ કહ્યું હતુ કે, તે એવી કોઇ પણ એક તરફી યોજનાનો હિસ્સો બનવા માગતા નથી જે સામે કંઇ આપતું ન હતુ.
નેતન્યાહૂએ એક પત્રકાર પરિષદમાં કહ્યું હતુ કે, ‘હમાસ અને ઇસ્લામિક જેહેદાને ગાઝા પર તેની પકડ મજબૂત કરવા તરફ પ્રોત્સાહિત કરશે. જે ભવિષ્યમાં ઇઝરાયલ પર ખતરો પેદા કરશે.’
બીજી બાજુ, હમાસ અને તેની અલ-કાસમ બ્રિગેડ સમગ્ર પ્રદેશમાં ઇઝરાયલ વિરોધી ભાવનાને ભડકાવવાની આશામાં સંઘર્ષને વધારવા માંગે છે અને અબ્રાહમ એકોર્ડને પાટા પરથી ઉતારવા માંગે છે, જે યુએસ-બ્રોકરેડ દ્વિપક્ષીય “સામાન્યીકરણ” કરાર છે જેના પર ઇઝરાયેલે હસ્તાક્ષર કર્યા છે.
આ આર્ટિકલ ધ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદિત છે. મૂળ આર્ટિલ વાંચવા માટે અહીં ક્લિક કરો.





