Burj Khalifa world tallest billboard : વિશ્વનું સૌથી ઊંચું બિલ્ડિંગ દુબઈનું બુર્જ ખલીફા શુક્રવારે (5 જાન્યુઆરી) 14 વર્ષનું થયું છે. વિશ્વની સૌથી મોટી રિયલ એસ્ટેટ કંપનીઓમાંની એક ઇમાર પ્રોપર્ટીઝ દ્વારા વિકસિત આ વિશ્વની સૌથી ઊંચી ઇમારતમાં લક્ઝરી હોટલ, વૈભવી રહેઠાણો, રેસ્ટોરન્ટ આવેલી છે. તે વિશ્વનું સૌથી ઊંચું બિલબોર્ડ પણ છે. પછી ભલે તે નવી પ્રોડક્ટ કે ફિલ્મ લોન્ચ કરવાની હોય, કોઈ મહત્વપૂર્ણ સંદેશ શેર કરવાનો હોય, ગગનચુંબી ઇમારતના બહારના ભાગો એક વિશાળ જાહેરાત પ્લેટફોર્મની જેમ કામ કરે છે, જે દુબઈ અને વિશ્વભરના દર્શકોને આકર્ષિત કરે છે. અહીં બતાવવામાં આવ્યું છે કે બુર્જ ખલીફા કેવી રીતે વિશ્વનું સૌથી ઊંચું જાહેરાતનું મંચ બન્યું અને તેના પર દર્શાવવા માટે વ્યક્તિએ કેટલી રકમ ચૂકવવી પડે છે.
માનવ-નિર્મિત સૌથી ઊંચું માળખું
કુલ 829.8 મીટરની ઊંચાઈએ આવેલું છે – જે 11.5 કુતુબ મિનારની સમકક્ષ છે. બુર્જ ખલીફા અત્યાર સુધીમાં બાંધવામાં આવેલું સૌથી ઊંચું માનવ-નિર્મિત માળખું છે. તેના 160+ માળમાં 57 લિફ્ટ સંચાલિત છે. ગગનચુંબી ઇમારત તાઇપેઇ 101 (508.2 મીટર ઊંચી)ને પાછળ છોડીને વિશ્વની સૌથી ઊંચી ઇમારત બની હતી.
તેનું બાંધકામ 2004માં શરૂ થયું હતું અને 4 જાન્યુઆરી 2010ના રોજ બુર્જ ખલીફાનું સત્તાવાર ઉદ્ઘાટન થયું તે અગાઉ 2009માં તેનું બાંધકામ પૂર્ણ થયું હતું. દુબઈના હાર્દમાં મોટા પાયે મિશ્રિત-ઉપયોગના વિકાસના કેન્દ્રબિંદુ તરીકે તેની રચના કરવામાં આવી હતી, જે તેલ-આધારિત અર્થતંત્રમાંથી વાણિજ્ય, પર્યટન અને વૈભવ-વિલાસની આસપાસ કેન્દ્રિત અર્થતંત્રમાં વિવિધતા લાવવાના પ્રયાસના ભાગરૂપે હતી.
પહેલા તેનું નામ બુર્જ દુબઈ શાબ્દિક રીતે દુબઈ ટાવર રાખવામાં આવ્યું હતું. જોકે સંયુક્ત આરબ અમીરાતના તત્કાલીન પ્રેસિડેન્ટ શેખ ખલીફાના માનમાં તેનું નામ બુર્જ ખલીફા રાખવામાં આવ્યું હતું, જેમણે એમારને પડતી આર્થિક મુશ્કેલી વચ્ચે આ પ્રોજેક્ટને ભંડોળ પૂરું પાડવામાં મદદ કરી હતી.
આ પણ વાંચો – ચીને ભારતની તાકાત માની, પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વની ઘણી પ્રશંસા કરી
દુનિયાનું સૌથી ઊંચું બિલબોર્ડ
શરૂઆતથી જ બુર્જ ખલીફાની કલ્પના એક પ્રીમિયમ એડવર્ટાઇઝિંગ પ્લેટફોર્મ તરીકે કરવામાં આવી હતી. તે સંખ્યાબંધ સ્થળો પ્રદાન કરે છે જ્યાં કોઈ પણ વ્યક્તિ જાહેરાતો ચલાવી શકે છે. એલિવેટર્સ અને સામાન્ય વિસ્તારોની અંદર, વિશાળ ઇમારતની બહાર અને અલબત્ત બિલ્ડિંગની ઉપર પણ.
બુર્જ ખલીફાનો આગળનો ભાગ પૃથ્વી પરના સૌથી વિશિષ્ટ અને ખર્ચાળ જાહેરાત સ્થળોમાંથી એક છે. અરેબિયન બિઝનેસના જણાવ્યા અનુસાર આગળના ભાગ પર જાહેરાત, મૂવી ટીઝર અથવા સંદેશ મૂકવાનો ખર્ચ સપ્તાહના દિવસો દરમિયાન ત્રણ મિનિટ માટે આશરે 250,000 દિરહામ (અથવા આશરે 70,000 ડોલર)થી શરૂ થાય છે અને સપ્તાહના અંતે 350,000 દિરહામ (આશરે 100,000 ડોલર) સુધી પહોંચી શકે છે. આ કિંમતો ચોક્કસ તારીખ, સમય અને જાહેરાતના પ્રકારને આધારે વધારે પણ હોઈ શકે છે.
જાહેરાતની ચોક્કસ કિંમતો જાહેરમાં જાહેર કરવામાં આવતી નથી અને કેસ-ટુ-કેસના આધારે વાટાઘાટો કરવામાં આવે છે. વર્ષોથી ધ લાયન કિંગ અને એવેન્જર્સ: એન્ડગેમ મૂવીઝના પ્રમોશન માટે Noon.com, કાર્ટીઅર, હ્યુઆવેઇ અને વોલ્ટ ડિઝની જેવી કંપનીઓ માટે હાઇ-પ્રોફાઇલ માર્કેટિંગ ઝુંબેશ દ્વારા બુર્જ ખલીફાનો ઉપયોગ કરવામાં આવે છે.
અને આ બધું કેવી રીતે કામ કરે છે?
બુર્જ ખલીફા વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રોનિક ડિસ્પ્લે છે, જે તેના દક્ષિણ-તરફના અગ્રભાગ પર 1.2 મિલિયનથી વધુ પિક્સેલ્સ સાથે સજ્જ છે. 2014માં સ્થાપિત કરવામાં આવી હતી અને 2015ના નવા વર્ષની ઉજવણી દરમિયાન સૌ પ્રથમ વખત તેનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ એલઇડી સાથે મળીને બુર્જ ખલીફાને અન્ય ઇલેક્ટ્રોનિક સ્ક્રીનની જેમ કામ કરવાની મંજૂરી આપે છે.
વિઝ્યુઅલ્સ મેઇન બ્રેઇન સર્વરને મોકલવામાં આવે છે, જે ફાઇબર ઓપ્ટિક્સ અને નાના મગજના નેટવર્ક દ્વારા અગ્રભાગ પરની નાની એલઇડી લાઇટ્સને ચોક્કસ રંગ દર્શાવવા માટે કહે છે – જે દૂરથી એક સાથે જોવા મળે છે, 1.2 મિલિયન એલઇડી દ્રશ્યની એક સંયુક્ત છબી બનાવે છે જે અગ્રભાગને સ્ક્રીનમાં ફેરવે છે.
અને વીજળીનું બિલ? ભારે ભરકમ
લાઇટ્સ સામાન્ય રીતે માત્ર 40 ટકા બ્રાઇટનેસ પર સેટ કરવામાં આવે છે. ડિસ્પ્લેમાં પ્રતિ કલાક 790 કિલોવોટ પાવરનો ઉપયોગ થાય છે. જે 3-સ્ટાર રેટેડ સ્પ્લિટ એર કન્ડિશનરના ઊર્જા વપરાશ કરતા લગભગ 720 ગણો વધારે છે.





