scorecardresearch

શહબાજ શરીફની કડક એક્શનની તૈયારી, 3.30 વાગ્યે બોલાવી રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠક, લાહોરમાં 7 દિવસ સુધી કલમ 144 લાગુ

pakistan former PM imram khan arrested case : નેશનલ એસેમ્બલીમાં વિપક્ષના નેતા રાજા રિયાઝ અહેમદ ખાને ઇમરાનને યહૂદી એજન્ટ ગણાવ્યા છે. હમરાન ખાન અને તેમના સમર્થક વિરુદ્ધ આર્મી એક્ટ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. આનાથી ઇમરાન ખાનની મુશ્કેલીઓ વધી ગઈ છે.

Former Pakistan PM Imran Khan
પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાન (તસવીર – એક્સપ્રેસ)

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન વિરુદ્ધ અત્યારે પીએમ શહબાજ શરીફે કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી લીધી છે. અત્યારની હાલત જોતા શરબાજ શરીફે બપોરે 3.30 વાગ્યે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠક બોલાવી છે. જેમાં અત્યારે હાજર ચીફ જસ્ટીસના રાજીનામાની માંગ કરી છે. લાહોરમાં આગામી સાત દિવસ સુધી કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. નેશનલ એસેમ્બલીમાં વિપક્ષના નેતા રાજા રિયાઝ અહેમદ ખાને ઇમરાનને યહૂદી એજન્ટ ગણાવ્યા છે. હમરાન ખાન અને તેમના સમર્થક વિરુદ્ધ આર્મી એક્ટ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. આનાથી ઇમરાન ખાનની મુશ્કેલીઓ વધી ગઈ છે.

આર્મી એક્ટ અંતર્ગત ચાલશે કેસ

ઇમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં ભારે આગચંપી અને હિંસા ફાટી નીકળી હતી. આ દરમિયાન લાહોરમાં કોર કમાંડર ઉપરાંત ગવર્નરના ઘર પર પ્રદર્શનકારીઓએ હુમલો કર્યો હતો. અનેક સંસ્થાઓ અને સંવેદનશીલ સૈન્ય ભવનો પર પીટીઆઈ સમર્થકોએ હુમલા કર્યા હતા. જેને જોતા સેના આર્મી એક્ટ અંતર્ગત ઇમરાન પર કેસ લવાવવા માંગે છે. સેના હવે ઈમરાન ખાન સહિત આવી હિંસા ફેલાવનાર આરોપીઓને નહીં છોડવાનો નિર્ણય કર્યો છે.

આર્મી એક્ટ અને ઓફિશિયલ સીક્રેટ એક્ટ અંતર્ગત સેનાના આ નિર્ણયમાં સજાની ગંભીર જોગવાઈઓ છે. આ અંતર્ગત ઇમરાન ખાન, તેમની પાર્ટીના નેતાઓ અને કાર્યકાર્તાઓ પર ગંભીર આરોપ લગાવવાાં આવી શકે છે. જેમાં ઇમારન અને તેમના સમર્થકો ઉપર ઉમરકેદથી લઇને ફાંસી સુધીની સજા આપી શકે છે.

સરકાર અને ન્યાયરપાલિકામાં તકરાર વધી

પાકિસ્તાનમાં અત્યારની સરકાર અને ન્યાયપાલિકા વચ્ચે તકરાર વધી ગઈ છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવર ભુટ્ટોએ ચીફ જસ્ટીસ પર ઇમરાન ખાનના સમર્થન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે અત્યારના સમયમાં સુપ્રીમ કોર્ટે ઇમરાન ખાનને છૂટ આપી દીધી છે. જો તેઓ કોઈની હત્યા પણ કરી દે તો તેમની વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરી શકે નહીં. સુપ્રીમ કોર્ટ સંપૂર્ણ પણે ઇમરાન ખાન સાથે છે. ભુટ્ટોએ કહ્યું કે પાકિસ્તાનમાં આવી સ્થિતિ પહેલા ક્યારે ન્હોતી જોવા મળી.

ઇમરાન ખાનની ધરપકડ કેમ થઈ?

અલ કાદિર ટ્રસ્ટ મામલામાં ઇમરાન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. તેમની નેશનલ અકાઉટેબિલિટી બ્યૂરો અને પાક રેન્જર્સે ઇસ્લામાબાદ હાઇકોર્ટની બહારથી ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડથી સરકાર સામે ગુસ્સો વ્યક્ત કરવાના બદલે પીટીઆઇ સમર્થકોએ સેના સામે રોષ વ્યક્ત કર્યો હતો. ઇમરાન ખાનની ધરપકડના વિરોધમાં દેશભરમાં હિંસક પ્રદર્શન થયું હતું. મોટી સંખ્યામાં લોકો રસ્તા ઉપર ઉતર્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન પ્રદર્શનકારીઓએ આશરે 25 કરોડ રૂપિયાની સંપત્તિને નુકસાન પહોંચાડ્યું છે.

Web Title: Imran khan arrested shahbaz sharif prepares for strict action national security council meeting

Best of Express