Imran Khan: ઈમરાન ખાન અને શાહ મોહમ્મદ કુરેશીને 10 વર્ષની જેલ, જાણો શું છે સમગ્ર મામલો

Imran Khan Sentenced 10 Years Jail In Pakistan : ઈમરાન ખાન સામે રહેલા કેસમાં 10 વર્ષની સજા સંભળાવાઇ છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને વિદેશ મંત્રી શાહ મોહમ્મદ કુરેશીને પાકિસ્તાન કોર્ટે દોષિત કરાર આપતાં 10 વર્ષની જેલની સજા કરી છે.

Written by Ajay Saroya
Updated : February 16, 2024 17:40 IST
Imran Khan: ઈમરાન ખાન અને શાહ મોહમ્મદ કુરેશીને 10 વર્ષની જેલ, જાણો શું છે સમગ્ર મામલો
ઈમરાન ખાન પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અને પૂર્વ વડાપ્રધાન છે. (Photo - @imrankhan.pti)

Imran Khan Sentenced 10 Years Jail In Pakistan : પાકિસ્તાનના વિવાદાસ્પદ ક્રિકેટર અને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને અદાલતે 10 વર્ષની જેલની સજા સંભળાવી છે. ઈમરાન ખાન હાલ રાવલપિંડીની અદિયાલા જેલમાં છે. અદાલતે જેલમાં આ ચુકાદો આપ્યો છે. ઈમરાન ખાને જ્યારે 18 ઓગસ્ટ 2018માં પાકિસ્તાનના વડાપ્રધાનનો હોદ્દો સંભાળ્યો હતો, તે સમયે તેમની છાપ ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડનાર નેતાની હતી.

ઈમરાન ખાનને જેલની સજા કેમ થઇ? (Imran Khan Case)

ઈમરાન ખાનને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત કેસમાં જેલની ફટકારવામાં આવી છે. પાકિસ્તાન ની જનતામાં દેશ ભ્રષ્ટાચાર નાબૂદ થશે તેવી આશાએ ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક એ ઇન્સાફ સત્તામાં આવી હતી. અલબત્ત, હવે આ જ આરોપમાં તે જેલની સજા ભોગવી રહ્યા છે. ઈમરાન ખાનને જે કેસમાં જેલની સજા સંભળાવવામાં આવે છે તે રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત કેસ છે. ઈમરાન ખાનને પોતાના ફાયદા માટે અત્યંત ગોપનિય માહિતીનો ઉપયોગ કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો છે.

https://www.instagram.com/p/C2gohKEoUsh/?hl=en

ઈમરાન ખાન પોતાના ક્રિકેટ કરિયર દરમિયાન પ્લેબોય લાઈફસ્ટાઈલ માટે પણ જાણીતા હતા. અહીં આપણે પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનના જીવન પર એક નજર નાખીશું, જે તેમને ક્રિકેટની પીચથી રાજકીય ક્ષેત્રે અને હવે જેલમાં લઈ ગયા.

ઈમરાન ખાનનો જન્મ અને ક્રિકેટ કરિયર

ઈમરાન ખાનનું પુરું નામ ઈમરાન અહેમદ ખાન નિયાઝી છે. તેનો જન્મ 5 ઓક્ટોબર 1952ના રોજ લાહોર, પાકિસ્તાનમાં એક સમૃદ્ધ પરિવારમાં થયો હતો. તેણે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં શિક્ષણ મેળવ્યું હતું. ઈમરાન ખાને 1975માં કેબલ કોલેજ, ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હાંસલ કરી હતી. જો કે, તેનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયર ચાર વર્ષ પહેલા શરૂ થઈ ગયુ હતું.

ઈમરાન ખાને ઇંગ્લેન્ડ સામે રમી પહેલી ક્રિકેટ મેચ

ઈમરાન ખાને બર્મિંગહામના એજબેસ્ટન ખાતે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ ક્રિકેટ મેચમાં પાકિસ્તાન તરફથી ડેબ્યુ કર્યું હતું. ઈમરાન ખાને 1970ના દાયકામાં ક્રિકેટર તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે જબરદસ્ત ખ્યાતિ મેળવી હતી. જો કે, આજે તે પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન તરીકે લોકોની નજરમાં છે અને પોતાના ફાયદા માટે ગોપનીય દસ્તાવેજોનો ઉપયોગ કરવા માટે દોષિત છે.

ઈમરાન ખાને ભ્રષ્ટાચારનો અંત લાવવા પીટીઆઈ પાર્ટી સ્થાપી

ઈમરાન ખાને 1996માં દેશમાંથી ભ્રષ્ટાચાર દૂર કરવાના શપથ સાથે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. દેશના લોકોએ તેમનામાં વિશ્વાસ વ્યક્ત કર્યો અને તે ઓગસ્ટ 2018માં વડાપ્રધાન બન્યા હતા. અલબત્ત, એપ્રિલ 2022માં અવિશ્વાસ મત હાર્યા બાદ તેણે સત્તા ગુમાવવી પડી હતી. અવિશ્વાસ પ્રસ્તાવ આર્થિક અને રાજકીય અવ્યવસ્થાને લઇ લાવવામાં આવ્યો હતો.

વિરોધીઓએ તેના પર અર્થવ્યવસ્થાને પુર્નજીવિત કરવાનો અને ભ્રષ્ટાચારનો ઉકેલ લાવવામાં નિષ્ફળ રહેવાનો આરોપ મૂક્યો હતો. તો ઈમરાન ખાને તેના વિરોધીઓ પર તેમને હટાવવા માટે અમેરિકા સાથે મિલીભગત હોવાનો આરોપ મૂક્યો હતો, જો કે પૂર્વ ક્રિકેટર આ આરોપ સાબિત કરી શક્યા નહીં. ઈમરાને તેના બચાવમાં જનતાને આંદોલન કરવા પણ આહ્વાન કર્યુ હતુ.

ટોચના ક્રિકેટ ઓલરાઉન્ડર્સમાં સામેલ છે ઈમરાન ખાન

ઈમરાન ખાનનો ક્રિકેટ જગતના ઓલટાઉન્ડર્સમાં સમાવેશ થાય છે. તે પાકિસ્તાનને વર્લ્ડ કપ વિજેતા (1992) બનાવનાર કેપ્તન હતા. તે ક્રિકેટ કરિયર દરમિયાન ઇંગ્લિશ કાઉન્ટી ટીમો વોર્સેસ્ટરશાયર અને સસેક્સનો પણ હિસ્સો હતા. 6 ફુટ લંબાઈ ધરાવતા ઈમરાન ખાન તેના ક્રિકેટ કરિયર દરમિયાન પ્લેબોય અને પાર્ટી એનિમલ તરીકે ફેમસ હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ