Incredible Event : એક પ્રખ્યાત કહેવત છે – જાકો રહે સૈયાં માર સકે ને કોઈ. આ કહેવતનો અર્થ એ છે કે, જેના પર ભગવાનનો હાથ હોય તેને કોઈ નુકસાન કરી શકે નહીં. આ કહેવત એક વ્યક્તિ સાથે સાચી સાબિત થઈ. આ વ્યક્તિ પાસે થોડીક જ સેકન્ડોમાં બે વાર વીજળી પડી હતી પરંતુ, તેમ છતાં એક વાળ પણ વાંકો ન થયો. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો લખી રહ્યા છે કે, તે મૃત્યુને અડીને પાછો આવ્યો છે.
આપણે બધાએ જોયું છે કે, જ્યારે વીજળી પડે ત્યારે તે કેટલી તબાહી સર્જે છે. પરંતુ જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તે તમારા હોશ ઉડાવી દેશે. આ વીડિયોને @thefige_ નામના ટ્વિટર હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 80 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. હજારો લોકોએ કોમેન્ટ કરીને આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.
આ વીડિયો સમગ્ર ઘટનાનો સીસીટીવી ફૂટેજ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ રસ્તા પર ક્યાંક જઈ રહ્યો છે ત્યારે તેના પર અચાનક આકાશમાંથી વીજળી પડે છે. વીજળી પડતાં જ તે જમીન પર પડી જાય છે. એવું લાગતું હતું કે, વ્યક્તિ મરી ગયો છે પરંતુ, થોડી વાર પછી તે ઊભો થાય છે. આ પછી, તે થોડે દૂર ચાલે છે અને પછી ફરી એકવાર વીજળી પડે છે અને આ વખતે પણ વીજળી વ્યક્તિના શરીરની બાજુમાં જ પડે છે અને તે ફરીથી જમીન પર પડે છે. તેને પડતો જોઈને એવું લાગે છે કે આ વખતે તો તેણે ચોક્કસપણે જીવ ગુમાવ્યો હશે, પરંતુ આ વખતે પણ તે વ્યક્તિ મૃત્યુને ચકમો આપીને ઉભો થઈ ગયો.
વીડિયો જોઈને લોકો આશ્ચર્યમાં પડી ગયા છે કે, આ કેવી રીતે શક્ય છે. બે વાર વીજળી પડવા છતાં પણ તે વ્યક્તિ બચી ગયો એ વાત પર કોઈ માની ન શકે. જો કે, લોકોના આશ્ચર્ય સિવાય, વાસ્તવિકતા એ છે કે, વ્યક્તિ મૃત્યુથી બચી ગયો અને સુરક્ષિત રીતે બચી ગયો.
આ પણ વાંચો – Japan Earthquake : જાપાનમાં જોરદાર ભૂકંપ, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 7.4, સુનામીની ચેતવણી જારી
તમને જણાવી દઈએ કે કેટલાક લોકો આ વીડિયોને એડિટેડ પણ કહી રહ્યા છે. જો કે, વીડિયો પર સવાલ ઉઠાવનારાઓ પાસે પણ તે એડિટ કરવામાં આવ્યો હોવાના કોઈ ચોક્કસ પુરાવા નથી. આ વીડિયો વર્ષ 2011 નો હોવાનું કહેવાય છે.





