ભારતને અમેરિકા પાસેથી મળવાના છે અત્યાધુનિક હથિયાર, પાકિસ્તાનને લાગ્યા મરચા

india-america deal : એક નિવેદનમાં પાકિસ્તાને કહ્યું કે અમેરિકા દ્વારા ભારતને અત્યાધુનિક હથિયારો આપવાથી દક્ષિણ એશિયન ક્ષેત્રમાં રણનીતિક સ્થિરતા અને પારંપરિક સંતુલનને કમજોર કરશે

Written by Ashish Goyal
June 29, 2023 16:42 IST
ભારતને અમેરિકા પાસેથી મળવાના છે અત્યાધુનિક હથિયાર, પાકિસ્તાનને લાગ્યા મરચા
પીએમ નરેન્દ્ર મોદીની અમેરિકાની ઐતિહાસિક મુલાકાત બાદ અનેક મોટા કરારો થયા છે (તસવીર - PMO)

india-america deal : ભારત અને અમેરિકાના સંબંધો વધુ મજબૂત બન્યા છે. પીએમ નરેન્દ્ર મોદીની અમેરિકાની ઐતિહાસિક મુલાકાત બાદ અનેક મોટા કરારો થયા છે. રક્ષાની દિશામાં પણ નવા પગલાં લેવાયા છે. અમેરિકાથી ભારતને અનેક અત્યાધુનિક શસ્ત્રો મળવાના છે. હવે પાકિસ્તાનને એ વાત પસંદ નથી કે અમેરિકા ભારતને હથિયારો સપ્લાય કરવા જઈ રહ્યું છે. પાકિસ્તાન તરફથી અમેરિકા સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે.

પાકિસ્તાનને પેટમાં કેમ દુખે છે?

એક નિવેદનમાં પાકિસ્તાને કહ્યું હતું કે અમેરિકા દ્વારા ભારતને અત્યાધુનિક હથિયારો આપવાથી દક્ષિણ એશિયન ક્ષેત્રમાં રણનીતિક સ્થિરતા અને પારંપરિક સંતુલનને કમજોર કરશે. ભારત તે શસ્ત્રો મેળવીને વધુ ઉત્સાહી બની જશે અને પરિણામે પાકિસ્તાનના સુરક્ષા હિતોને જોખમમાં મુકશે. આ પહેલીવાર નથી જ્યારે પાકિસ્તાનને આવી રીતે ફટકો પડ્યો હોય જ્યારે પણ અમેરિકાએ આતંકવાદ પર ભારતને સમર્થન આપ્યું છે ત્યારે આવી જ પ્રતિક્રિયા સામે આવી છે.

આ પણ વાંચો – અરુણાચલ અને લદ્દાખની LAC પર કદમતાલ કરતા જોવા મળ્યા તિબેટીયન સૈનિકો

અમેરિકા સાથે ભારતની ડીલની વાત કરીએ તો GE એરોસ્પેસ અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ) વચ્ચે એક મહત્વપૂર્ણ કરાર થયો છે. આ ડીલ હેઠળ GE એરોસ્પેસ અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) ફાઈટર જેટ એન્જિનનું ઉત્પાદન કરશે.

ભારત-અમેરિકામાં શું થઇ ડીલ?

આ સિવાય GE એરોસ્પેસ જે અત્યાધુનિક F414 એન્જીન બનાવે છે, તેનું સંયુક્ત ઉત્પાદન પણ કરવામાં આવશે. આવામાં આ ડીલથી ભારતીય વાયુસેનાને નવી તાકાત મળશે અને ટેકનિકના મામલામાં તે વધારે મજબૂત બની જશે. મોટી વાત એ છે કે જે F414 એન્જીનના ઉત્પાદનની વાત થઇ રહી છે તે છેલ્લા ત્રીસ વર્ષોથી અમેરિકાના વાયુ સેનો મહત્વનો ભાગ છે. જે પણ ફ્લાઇટ જેટમાં આ એન્જીન લગાવવામાં આવ્યું છે તે 50 લાખથી વધારે કલાકોની ઉડાન અત્યાર સુધી કરી ચુક્યા છે. એટલે કે દુરી પણ વધારે, તાકાત પણ વધારે અને ટેકનિક પણ એકદમ નવી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ