India Canada controversy : કેનેડામાં લગાવ્યા મોદી-જયશંકર ‘વોન્ટેડ’ પોસ્ટર, આ ગુરુદ્વારા પાસે જ ખાલિસ્તાની નિજ્જરની થઈ હતી હત્યા

India Canada Controversy : કેનેડાના સરેમાં ગુરુદ્વારા નાનક દેવની બહાર પીએમ મોદી (PM Modi) અને એસ જયશંકર (S Jaishankar) અને ભારતીય હાઈ કમિશનર સંજય કુમાર વર્માના નામ અને ફોટોગ્રાફ્સ સાથે વેન્ટેડના પોસ્ટર (wanted Poster) લગાવવામાં આવ્યા છે.

Written by Kiran Mehta
October 12, 2023 12:05 IST
India Canada controversy :  કેનેડામાં લગાવ્યા મોદી-જયશંકર ‘વોન્ટેડ’ પોસ્ટર, આ ગુરુદ્વારા પાસે જ ખાલિસ્તાની નિજ્જરની થઈ હતી હત્યા
કેનેડામાં ગુરુદ્વારા જ્યાં નિજ્જરની હત્યા કરવામાં આવી હતી (સોર્સ- રોઇટર્સ)

India Canada Controversy : કેનેડામાં ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી તણાવ ફાટી નીકળ્યો છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ દરમિયાન કેનેડાના સરે સ્થિત ગુરુદ્વારામાં ભારત વિરોધી પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકરને ‘વોન્ટેડ’ બતાવવામાં આવ્યા છે.

CNN-News18 ના અહેવાલ મુજબ, આ હોર્ડિંગ સરેમાં ગુરુદ્વારા નાનક દેવની બહાર લગાવવામાં આવ્યા છે. તેમાં પીએમ મોદી, ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર અને ભારતીય હાઈ કમિશનર સંજય કુમાર વર્માના નામ અને ફોટોગ્રાફ્સ પણ સામેલ છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે કેનેડામાં કોઈ ભારતીયના નામના વોન્ટેડ પોસ્ટર લગાવવામાં આવ્યા હોય.

SFJ એ પોસ્ટર લગાવ્યા

સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્થાનિક પોલીસ આ ઘટનાક્રમ પર નજર રાખી રહી છે, અને તેમાં હસ્તક્ષેપ કરી રહી નથી. તેમણે કહ્યું કે, આ હોર્ડિંગ્સ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટી અને અલગતાવાદી જૂથ શીખ ફોર જસ્ટિસ (SFJ) દ્વારા લગાવવામાં આવ્યા છે. આ તે ગુરુદ્વારા છે, જ્યાં ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરવામાં આવી હતી, જે કેનેડા અને ભારત વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી સંઘર્ષને ઉત્તેજિત કરે છે.

ભારતીય દૂતાવાસની ઇમારત પર પણ પોસ્ટર ચોંટાડવામાં આવ્યા હતા

અગાઉ ઓગસ્ટ 2023 માં, કેનેડાના વેનકુવરમાં ભારતીય દૂતાવાસની ઇમારત પર ભારતીય રાજદ્વારીઓ અને કોન્સ્યુલ જનરલના ફોટાવાળા પોસ્ટરો ચોંટાડવામાં આવ્યા હતા. આ પોસ્ટર પર વોન્ટેડ લખેલું હતું. પોસ્ટરમાં કેનેડામાં માર્યા ગયેલા SFJ ચીફ હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો પણ ઉલ્લેખ છે. ભારત વિરોધી ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસે નિજ્જરની હત્યા માટે ભારતને જવાબદાર ઠેરવ્યું છે.

ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જરની હત્યા

18 જૂને કેનેડાના સરેમાં ગુરુ નાનક સિંહ ગુરુદ્વારા સાહિબના પાર્કિંગમાં ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરવામાં આવી હતી. ભારત સરકારે નિજ્જરને ડેઝિગ્નેટેડ આતંકી જાહેર કર્યો હતો. કેનેડાના પીએમ ટ્રુડોએ આમાં ભારતીય એજન્ટોની સંડોવણી વિશે જણાવ્યું હતું. જોકે, ભારતે આ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા અને તેમને વાહિયાત અને પ્રેરિત ગણાવ્યા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ