/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Interesting-story-in-Beach.jpg)
બીચ પર પતિ અને ગર્ભવતિ પત્નીની રસપ્રદ કહાની
રસપ્રદ કહાની : જેમ્સ અને મારિયા ટૂંક સમયમાં માતા-પિતા બનવાના હતા. મારિયા 9 મહિનાની ગર્ભવતી હતી. તેની ડિલિવરીની તારીખ નજીક હતી. જો કે, આ કપલ કેટલીક યાદગાર ક્ષણો સાથે વિતાવવા માંગતા હતા. તે આ ક્ષણોને કેમેરામાં કેદ કરવા માંગતા હતા. બંનેએ બાળકના જન્મ પહેલાની તેમની અંતિમ યાત્રાનું આયોજન કર્યું હતું. બંનેએ દરિયા કિનારે જવાનું નક્કી કર્યું, શિયાળાની ઋતુ હતી. જોકે જેમ્સ થોડો અચકાતો હતો કારણ કે, મારિયાની ડિલિવરીનો સમય નજીક હતો. તેને ડર હતો કે સફરમાં કંઈક ખોટું થઈ શકે છે. પરંતુ મારિયા આ યાત્રા પ્લાનથી ખૂબ ખુશ હતી. એટલા માટે તેણે પ્લાન કેન્સલ કર્યો નહી.
દંપતી તેમની બેગ પેક કરીને બીચ પર ફરવા નીકળ્યા. તેમની યાદગાર પળોને કેદ કરવા માટે તેઓ પોતાની સાથે એક કેમેરા લઈને ગયા હતા. તેઓ તેમના ગામથી વહેલી સવારે જ દરિયા કિનારે પહોંચી ગયા હતા. દરિયા કિનારે એકદમ સુંદર દ્રશ્ય હતું. વૃક્ષો લાલ અને નારંગી થઈ ગયા હતા અને ખેતરોમાં ઝાકળ જોવા મળી રહી હતી.
સગર્ભા પત્નીની તસવીર લેતા જ પતિ ચોંકી ગયો
થોડા સમય પહેલા સમુદ્રનો કિનારો મોહક લાગતો હતો, અને એકદમ હવે તે ડરામણો બની ગયો. વાસ્તવમાં, જેમ્સે તેની પત્નીનો ફોટો લેતા સમયે બેકગ્રાઉન્ડમાં એક ડરામણી વસ્તુ જોઈ. તેઓએ વિચાર્યું કે, કદાચ કોઈ વ્યક્તિ દરિયામાં ફસાઈ ગયો છે. તેને મદદની જરૂર છે. તેમણે નજીક જઈને જોવાનું નક્કી કર્યું. જોકે, કપલ પણ ડરી ગયા હતા. કારણ કે, તેની સાથે ગર્ભવતી પત્ની પણ હતી. જેમ્સે તેની પત્નીને પોતાની પાસે બોલાવી લીધી. બંનેએ વિચાર્યું કે આ એક ભ્રમ છે. જો કે, જ્યારે તેમણે કેમેરાને ઝૂમ કર્યું અને જોયુ, ત્યારે તેમને ખાતરી થઈ ગઈ કે, ત્યાં કંઈક તો છે. બંને ખૂબ ડરી ગયા, તેમના સિવાય દરિયા કિનારે ક્યાંય કોઈ નહોતું.
બંનેએ નક્કી કર્યું કે, તેમણે કોઈને બોલાવવાની જરૂર છે પણ આસપાસ કોઈ દેખાતુ નહોતું. તસવીરની પાછળ દેખાતો પડછાયો એકદમ ડરામણો હતો. આ પછી બંને થોડી હિંમત કરી થોડા નજીક પહોંચ્યા. તેઓને લાગ્યું કે કોઈ જીવ મુશ્કેલીમાં છે. મારિયાએ કહ્યું કે, આપણે તેની મદદ કરવી જોઈએ. ત્યાં ફોનનું સિગ્નલ પણ નહોતું. જ્યારે તે નજીક ગયા ત્યારે તેમણે જોયું કે તે શાર્ક હતી. તે ઝાળમાં ફસાઈ હતી અને છૂટવા સંઘર્ષ કરી રહી હતી. પરંતુ, તેની મદદ જોખમી હતી. તે દંપતી પર હુમલો પણ કરી શકે છે. તેઓ તેમનાથી થોડે દૂર જ હતા.
આ પણ વાંચો - કેનેડા : ઘરમાં આગ, ત્રણ ભારતીય નાગરિકોના મોત, પોલીસને ષડયંત્રની આશંકા
ત્યારે તેમણે એક વૃદ્ધ માણસને ત્યાં જોયો. તેમણે તેમની મદદ લીધી. જેમ્સ અને વૃદ્ધ માણસે શાર્કને ઝાળમાંથી છોડાવા પ્રયત્ન કરી, અને તેને મોજાઓ વચ્ચે છોડી દીધી. પાણીની અંદર ગયા પછી તે સાજી થઈ ગઈ. વાત આટલે અટકી નહીં, જો કે, આ પછી મારિયાને ડિલિવરીમાં અચાનક દુખાવો થવા લાગ્યો. હવે આગળ શું થશે તેનાથી બંને ડરી ગયા. નજીકમાં કોઈ હોસ્પિટલ નહોતી. જોકે, વૃદ્ધ જાણેતેમના માટે ભગવાન બનીને આવેયો હોય તેમ તેમની મદદ કરી અને સમયસર હોસ્પિટલ લઈ ગયા. આ પછી મારિયાએ એક પુત્રને જન્મ આપ્યો. હવે બંને તેમના બાળક સાથે ખુશ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us