ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટથી રશિયાને અત્યાર સુધીનો સૌથી મોટો ફટકો લાગ્યો છે. કોર્ટે શુક્રવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સામે ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે કહ્યું કે તેમણે યુક્રેનથી બાળકોના અપહરણમાં કથિત સંલિપ્તતાના કારણે યુદ્ધ અપરાધ માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સામે ધરપકડ વોરંટ જાહેર કર્યું છે.
કોર્ટે પોતાના નિવેદનમાં કહ્યું કે પુતિન રશિયા દ્વારા યુક્રેનના કબજા માટે ક્ષેત્રોથી યુક્રેનના બાળકોને અવૈધ રીતે નિર્વાસન અને અપહરણ કરવાના મામલામાં કથિત રીતે જવાબદાર છે. તે આરોપો અંતર્ગત રાષ્ટ્રપતિની ઓફિસમાં ચિલ્ડ્રન રાઇટ્સના કમિશનર મારિયા અલેક્સેયેવના લાવોવા-બેલોવા સામે પણ વોરંટ જાહેર કર્યું છે. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે કહ્યું કે શંકાના દાયરામાં આવનાર લોકો સામે એ વાતનો પુરતો આધાર છે કે તે યુક્રેની બાળકોના ગેરકાનૂની નિર્વાસનમાં સામેલ છે. તેમણે યુક્રેની બાળકો અને લોકોને કબજા માટે યુક્રેની ક્ષેત્રોથી રશિયામાં નિર્વાસિત કર્યા છે.
આ પણ વાંચો – પેરિસની શેરીઓમાં 7,000 ટનથી વધુ કચરાના ઢગલા: ફ્રાન્સમાં સફાઈ કામદારોની હડતાળ
આ ફક્ત શરૂઆત છે – જેલેંસ્કી
આ મામલામાં યુક્રેનની રાષ્ટ્રપતિ જેલેંસ્કીનું નિવેદન પણ સામે આવ્યું હતું. તેમણે વ્લાદિમીર પુતિન સામે જાહેર કરાયેલા ધરપકડ વોરંટને ફક્ત શરૂઆત બતાવી. આઈસીસી અભિયોજક કરીમ ખાને એક વર્ષ પહેલા યુક્રેનમાં સંભવિત યુદ્ધ અપરાધો, માનવતા સામે અપરાધો અને નરસંહારની તપાસ શરુ કરી હતી.
રશિયા ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટનું સભ્ય નથી. આવી સ્થિતિમાં ICC વોરંટ લાગુ કરવાની યોજના કેવી રીતે બનાવી તે હજુ સુધી સ્પષ્ટ નથી. ICCએ કહ્યું કે ગુનાઓ 24 ફેબ્રુઆરી 2022ના છે, જ્યારે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો હતો
ફેબ્રુઆરીમાં અમેરિકાએ રશિયા પર મોટું નિવેદન આપ્યું હતું. ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસે કહ્યું હતું કે જો બાઇડેન પ્રશાસને ઔપચારિક રુપથી નિષ્કર્ષ કાઢ્યું છે કે રશિયાએ યુક્રેન પર આક્રમણ દરમિયાન માનવતા સામે અપરાધ કર્યા છે.