Iran-Israel War News Updates : ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે સંઘર્ષ ચાલુ છે. આ દરમિયાન ઈઝરાયેલની બહુચર્ચિત એર ડિફેન્સ સિસ્ટમ આયરન ડોમનો પણ ટેસ્ટ થઇ રહ્યો છે. આયરન ડોમ આ વખતે એવી મિસાઇલોનો સામનો કરી રહ્યું છે, જે તેણે અગાઉ ભાગ્યે જ કર્યો છે. આયર્ન ડોમ ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે. ગુરુવારે ઇરાને હાઇફા અને તેલ અવીવમાં લશ્કરી સ્થળો પર સંયુક્ત મિસાઇલ અને ડ્રોન હુમલાની પુષ્ટિ કરી હતી. આનાથી તણાવ વધુ વધી ગયો છે અને ઇઝરાઇલની એર ડિફેન્સ સિસ્ટમ નબળી પડી શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
19 જૂને ઇઝરાયલમાં ચાર સ્થળો પર હુમલો થયો હોવાના અહેવાલ છે. તેમાં દક્ષિણ ઇઝરાઇલની સોરોકા હોસ્પિટલ પણ સામેલ છે. ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે તેઓ સુપ્રીમ ઇરાનના નેતા અયાતુલ્લાહ ખામેની પર હુમલાને નકારી રહ્યા નથી. બીજી તરફ રક્ષા મંત્રી કાટ્ઝે હોસ્પિટલ પર થયેલા હુમલા માટે ઇરાનના સર્વોચ્ચ નેતાને સીધા જવાબદાર ઠેરવ્યા હતા.
શું આયરન ડોમ નિષ્ફળ થઈ રહ્યું છે?
ઇઝરાયેલી એર ડિફેન્સ સિસ્ટમ પરથી કેટલીક મિસાઇલો સરકી જવાના ફૂટેજ સામે આવ્યા ત્યારે એવી અટકળો તેજ થઇ ગઇ હતી કે શું આયરન ડોમ ડગમગવા લાગ્યું છે?
એનડીટીવી સાથે વાત કરતા નિવૃત્ત બ્રિગેડિયર જનરલ અમિર અવિવી (જે ઇઝરાયેલ ડિફેન્સ એન્ડ સિક્યુરિટી ફોરમ-આઇડીએસએફના અધ્યક્ષ છે) એ વાત પર ભાર મૂક્યો હતો કે સિસ્ટમ પર દબાણ હતું પરંતુ તે મોટાભાગે અકબંધ રહ્યું હતું. તેમણે કહ્યું કે તે માત્ર આયરન ડોમને કારણે નથી. તેમણે ઇઝરાયેલની અવકાશ આધારિત મિસાઇલ સંરક્ષણ પ્રણાલીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે બેલિસ્ટિક મિસાઇલોને (ખાસ કરીને લાંબી રેન્જમાંથી છોડવામાં આવેલી મિસાઇલો) મોટે ભાગે એરો 3 દ્વારા અટકાવવામાં આવે છે, જેના વિશે તેઓએ દાવો કર્યો હતો કે તે 90 ટકાથી વધુ સફળ છે.
આ પણ વાંચો – આ 9 દેશ પાસે છે અંદાજે 12,241 પરમાણુ શસ્ત્રો, જાણો ભારત અને પાકિસ્તાન પાસે કેટલા છે?
તેમ છતાં જનરલ અમિર અવિવીએ ચેતવણી આપી હતી કે કોઈ પણ સિસ્ટમ ખામીરહિત નથી. તેમણે કહ્યું કે 100% સુધી પહોંચવું મુશ્કેલ છે. જ્યારે મિસાઇલ તૂટે છે ત્યારે ઇઝરાયેલની બહુસ્તરીય ડિફેન્સ સિસ્ટમ કામ કરે છે. તેમણે નાગરિકોને આવા કિસ્સાઓમાં બંકરોનો ઉપયોગ કરવાની સલાહ પણ આપી હતી.
આયરન ડોમ હજુ પણ વિશ્વસનીય છે?
શું આયરન ડોમ હજુ પણ વિશ્વસનીય છે, અથવા ઇઝરાયેલે આયર્ન ડોમ પછી ભવિષ્ય માટે તૈયાર રહેવું જોઈએ? આ સવાલ પર અવિવે કહ્યું કે આ સિસ્ટમ ભરોસાપાત્ર હોવાની સાથે-સાથે વિશાળ એર ડિફેન્સ નેટવર્ક પણ છે. તેમણે કહ્યું હતું કે આ સ્થિતિ માત્ર એક સિસ્ટમની જ નથી, પરંતુ અનેક પ્રકારનાં જોખમોનો સામનો કરવા માટે બહુસ્તરીય વ્યૂહરચનાની છે.
અવિવીએ કહ્યું કે ઇઝરાયેલ ઇરાનની બેલિસ્ટિક ક્ષમતાઓને વ્યવસ્થિત રીતે નષ્ટ કરવામાં સફળ થઇ રહ્યું છે. ઇરાને સેંકડો બેલિસ્ટિક મિસાઇલો છોડવાનું લક્ષ્ય રાખ્યું હતું, પરંતુ તે ગતિ જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યું હતું. અવિવીના જણાવ્યા અનુસાર ઇઝરાયેલી હુમલાઓએ ઇરાનના 40 ટકાથી વધુ લોન્ચરોનો નષ્ટ કરી દીધા છે, જેનાથી તેમની હુમલાઓનો સામનો કરવાની ક્ષમતાને નોંધપાત્ર રીતે નુકસાન પહોંચ્યું છે.
ઇરાની મિસાઇલ હુમલા દ્વારા ઇઝરાઇલની રક્ષા પ્રણાલીઓનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે અવિવી કહે છે કે આયર્ન ડોમ પર હાલ પૂરતું દબાણ છે, પરંતુ તે ઓછામાં ઓછું હાલ પૂરતું લાઇન જાળવી શકે છે. વ્હાઇટ હાઉસે ગુરુવારે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી બે સપ્તાહમાં નિર્ણય લેશે કે શું અમેરિકાએ ઇઝરાયેલ-ઇરાન સંઘર્ષમાં સીધી રીતે સામેલ થવું જોઇએ કે નહીં. તેમણે કહ્યું કે વાતચીત કે વાર્તા બંધ થઇ નથી.





