Iran Israel Tension: મધ્ય પૂર્વમાં યુદ્ધના ભણકારા, અમેરિકા એ મિસાઇલ થી સજ્જ યુદ્ધ જહાજ મોકલ્યા

US Deploys Submarines To Middle East On Iran Israel Conflicts: ઈરાન ઇઝરાયલ તણાવને ધ્યાનમાં રાખી અમેરિકાના રક્ષા મંત્રાલય પેન્ટાગોનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, યુદ્ધ જહાજ યુએસએસ અબ્રાહમ લિંકન અગાઉ એશિયા પેસિફિકમાં તૈનાત હતા. તેને તાત્કાલિક ભૂમધ્ય સમુદ્ર પહોંચવાનો આદેશ આપવામાં આવ્યો છે.

Written by Ajay Saroya
August 12, 2024 17:39 IST
Iran Israel Tension: મધ્ય પૂર્વમાં યુદ્ધના ભણકારા, અમેરિકા એ મિસાઇલ થી સજ્જ યુદ્ધ જહાજ મોકલ્યા
US Sends USS Abraham Lincoln To Middle-East: અમેરિકાએ યુએસએસ અબ્રાહમ લિંકન સહિત અન્ય યુદ્ધ જહાજ મધ્ય પૂર્વમાં તૈનાત કરવા મોકલ્યા છે. (Photo: @ErezNeumark)

US Deploys Submarines To Middle East On Iran Israel Conflicts: ઈરાન ઇઝરાયેલ પર હુમલો કરે તેવી પ્રબળ સંભાવના છે. લુફથાંસાએ 21 ઓગસ્ટ સુધી પોતાની ઘણી ફ્લાઇટ સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. જે જગ્યા માટે ફ્લાઈટ બંધ કરવામાં આવી છે – તેમા તેલ અવીવ, તહેરાન, બૈરુત, અમ્માન અને અરબિલનો સમાવેશ થાય છે. એટલું જ નહીં અમેરિકાએ પણ પોતાના યુદ્ધ કાફલો ભૂમધ્ય સમુદ્ર તરફ મોકલ્યો છે. એવી આશંકા છે કે, ઈરાન ઇઝરાયલ વચ્ચે યુદ્ધ શરૂ થઈ શકે છે.

અમેરિકાના સંરક્ષણ પ્રધાન જનરલ લોયલ ઓસ્ટિને ગાઇડેડ મિસાઇલ સબમરીનને શક્ય તેટલી વહેલી તકે મધ્ય પૂર્વમાં પહોંચવા જણાવ્યું છે. આ સબમરીન ઝડપથી ભૂમધ્ય સાગર તરફ આગળ વધી રહી છે. આ ઉપરાંત થર્ડ કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ સાથે યુએસએસ અબ્રાહમ લિંકન પણ આ દિશામાં આગળ વધી રહ્યા છે.

Iran Israel Tension
ઈરાન ઈઝરાયલ તણાવ (પ્રતિકાત્મક ફોટો – એક્સપ્રેસ)

અમેરિકા અને અન્ય દેશોએ ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ મેળવવા માટે અનેક વખત પ્રયાસ કર્યા છે. જ્યારે ઇરાન ઇઝરાયેલ પર હુમલો કરે છે, ત્યારે પરિસ્થિતિ વધુ વણસે નહીં. હમાસના વડા ઇસ્માઇલ હનિયાના મોતથી ઇરાન રોષે ભરાયું છે. તેણે ઇઝરાઇલ પાસેથી બદલો લેવાની ચેતવણી ઉચ્ચારી છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તે આજે રાત્રે હુમલો કરી શકે છે.

ઈરાન અને હમાસ એક સાથે હુમલો કરવાની તૈયારીમાં

ઇઝરાઇલ પર હુમલાની તૈયારી કરનાર માત્ર ઇરાન જ નથી. તેના અન્ય જૂથો તરફથી પણ સાથ મળશે. જેમાં હિઝબુલ્લાહ, હમાસ અને યમનના હૂતી બળવાખોર સામેલ છે. આથી અમેરિકા તે વિસ્તારમાં પોતાની તાકાતનો ઝડપથી વિસ્તાર કરી રહ્યું છે. ઑસ્ટિને ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન સાથે પણ વાત કરી છે. અમેરિકા તરફથી કહેવામાં આવ્યું હતું કે, તે ઇઝરાયલને બચાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ પગલાં લેવાનું ટાળશે નહીં. તેમજ તે અશાંતિ ફેલાવા દેશે નહીં.

પેન્ટાગોનના એક અધિકારીએ જણાવ્યું હતું કે યુએસએસ અબ્રાહમ લિંકન અગાઉ એશિયા પેસિફિકમાં સ્થિત હતા. તેને તાત્કાલિક ભૂમધ્ય સમુદ્ર સુધી પહોંચવાનો આદેશ આપવામાં આવ્યો છે. તે હજી પણ તેના માર્ગ પર છે. રૂઝવેલ્ટને હવે ફરીથી યુએસ મોકલી દેવામાં આવ્યા છે. ઓસ્ટિને ગયા અઠવાડિયે કહ્યું હતું કે લિંકન મહિનાના અંત સુધીમાં સેન્ટ્રલ કમાન્ડ એરિયા સુધીમાં પોતાની પહોંચ બનાવી લેશે. પરંતુ હજી પણ એક સમસ્યા છે કે જ્યોર્જિયા સબમરીન અને લિંકન એરક્રાફ્ટ બંને માર્ગ પર છે. આ બંને કેટલા સમય સુધીમાં મધ્ય પૂર્વમાં પહોંચશે તેના સમય વિશે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.

અમેરિકાની ઓહાયો ક્લાસ સબમરીન બહુ ખાસ

અમેરિકાની ઓહાયો ક્લાસ સબમરીનને અન્ય રાજ્યનું નામ આપવામાં આવ્યું છે. આ સબમરીન લગભગ 1984થી કાર્યરત છે. તેમાં ન્યૂક્લિયર રિએક્ટર એન્જિન છે. એટલું જ નહીં તેની ઘણી ખાસિયતો છે. 560 ફૂટ લાંબી આ સબમરીનનો બીમ પણ લગભગ 42 ફૂટનો છે. જો આ સબમરીનની સ્પીડની વાત કરવામાં આવે તો તે 46 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે. તે દરિયામાં લગભગ 800 ફૂટની ઊંડાઈ સુધી જવાની ક્ષમતા ધરાવે છે. તેની પાસે ઘણી મિસાઇલો પણ છે, જેને ગમે તેવા માહોલમાં લોન્ચ કરી શકાય છે.

આ પણ વાંચો | 10 દેશ, 10 કારણો અને વિશ્વ યુદ્ધની અણી પર ઉભેલી દુનિયા, ક્યારે અટકશે આ હિંસા?

અબ્રાહમ લિંકન એરક્રાઇફ્ટની ખાસિયત

અબ્રાહમ લિંકન એરક્રાઇફ્ટ 1989થી અમેરિકન નેવીમાં સેવા આપી રહ્યા છે. તે મોટાભાગે સાન ડિએગોના નોર્થ આઇલેન્ડ પર તૈનાત રહે છે. તે નિમિત્ઝ ક્લાસનું એરક્રાફ્ટ છે. તેમાા 4 વરાળ એન્જિન અને 4 શાફ્ટ છે. સાથે જ તેની સ્પીડ પણ એકદમ સાચી છે. તેની સ્પીડ લગભગ 56 કિલોમીટર પ્રતિ કલાક છે. તેનો સૌથી મોટો ફાયદો એ છે કે તે 20 થી 25 વર્ષ સુધી પાણીની અંદર રહી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ