/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Iran-helicopter-crash-president-Ebrahim-Raisi.jpg)
ઈરાન હેલિકોપ્ટર ક્રેશ, photo - Social media
Iran President Ebrahim Raisi Helicopter Crash : ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું છે. આ અકસ્માત અંગે અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. કેટલાક દેશોમાં તેમાં ષડયંત્ર હોવાનું માને છે, તો કેટલાક માત્ર ખરાબ હવામાનને જ જવાબદાર ગણાવી રહ્યા છે. પરંતુ આ દરમિયાન આ સમગ્ર અકસ્માત અંગે ઈરાન પોતે શું વિચારે છે તે સમજવું જરૂરી છે. હવે આ અકસ્માત પર ઈરાનનું નિવેદન પણ આવી ગયું છે, તે નિવેદન જ આ ઘટનાની ઇનસાઇડ સ્ટોરી દર્શાવે છે.
45 મિનિટ પછી શું થયું?
ઈરાનના રાષ્ટ્રપતિના ચીફ ઓફ સ્ટાફ ગુલામ હુસૈન ઈસ્માઈલીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે જ્યારે રઈસીના ફ્લાઈટે ઉડાન ભરી ત્યારે હવામાન એકદમ પરફેક્ટ હતું. તેમની સાથે વધુ બે હેલિકોપ્ટર ઉડી રહ્યા હતા. રાષ્ટ્રપતિ એક ડેમનું ઉદ્ઘાટન કરીને પરત ફરી રહ્યા હતા, પરંતુ 45 મિનિટની ઉડાન બાદ તેમની સામે ગાઢ ધુમ્મસ આવી ગયું હતું. ઈરાનના રાષ્ટ્રપતિના હેલિકોપ્ટરના પાયલોટે અન્ય બે હેલિકોપ્ટરના પાઇલટને પણ ઊંચાઈ વધારવા જણાવ્યું હતું. પરંતુ આ સમગ્ર પ્રક્રિયામાં વચ્ચે ઉડતું રઈસીનું હેલિકોપ્ટર ગાયબ થઇ ગયું હતું.
લાંબા સમય સુધી કોઈને કંઈ ખબર પડી નહીં
આશ્ચર્યની વાત એ છે કે કાફલામાં રહેલા અન્ય બંને હેલિકોપ્ટરને લાંબા સમય સુધી ખબર ન હતી કે તેમના રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર ગાયબ છે. લગભગ 30 મિનિટ બાદ તેમને અહેસાસ થયો કે તેમના કાફલાનું મુખ્ય હેલિકોપ્ટર ગાયબ છે. આવી સ્થિતિમાં બંને પાઇલટ્સે પોતાનું હેલિકોપ્ટર પાછું લાવ્યા હતા અને શોધખોળ શરૂ કરી હતી. રેડિયો ડિવાઈલ દ્વારા પણ સિગ્નલ મોકલવામાં આવ્યા હતા, સંપર્ક કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ તેનો કોઈ ફાયદો થયો ન હતો.
આ પણ વાંચો - ઈબ્રાહિમ રાયસી ના હેલિકોપ્ટરને શોધવા કોપરનિકસ ઈમરજન્સી મેનેજમેન્ટ સર્વિસ શું છે? કેવી રીતે કામ કરે છે?
લાંબા સમય બાદ બંને હેલિકોપ્ટર કોપર માઈનમાં લેન્ડ કર્યું હતું. ત્યાર બાદ રાષ્ટ્રપતિના હેલિકોપ્ટરનો હવાલો સંભાળતા કેપ્ટન સાથે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં પણ સંપર્ક કોઇ બીજાનો થયો હતો જેમણે જાણકારી આપી કે હેલિકોપ્ટર ક્રેશ થયું છે.
કોણ હતા ઈબ્રાહિમ રઈસી?
હાલના સમયે ઈરાનના ઈઝરાયેલ સાથે ખરાબ સંબંધો છે, અમેરિકા સાથે પણ રકઝક ચાલી રહી છે, જેના કારણે ષડયંત્રની થિયરીઓ જન્મી રહી છે. કેસની તપાસ ચાલી રહી છે. આ પછી જ બધુ સ્પષ્ટ થશે. રઈસીની વાત કરીએ તો તેમની કારકિર્દી ઈરાની ન્યાયપાલિકા સાથે શરૂ થઈ હતી. તેમણે 1989 થી 1994 દરમિયાન તેહરાનના પ્રોસિક્યુટર જનરલ તરીકે સેવા આપી હતી.
1994માં તેમણે સરકારમાં જનરલ ઇન્સ્પેક્શન ઓફિસમાં કામ કર્યું હતું. 2017ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમને મૌલવી હસન રુહાનીએ હરાવ્યા હતા. વર્ષ 2021માં ફરી ચૂંટણીમાં ઊતરેલા રઈસીને 2.89 કરોડ વોટમાંથી લગભગ 62 ટકા વોટ મળ્યા હતા. આ ચૂંટણીમાં તેમના તમામ સંભવિત મોટા વિરોધીઓને ઇરાનની તપાસ પ્રણાલી હેઠળ ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ઇરાનના ઇતિહાસમાં આ ચૂંટણીમાં સૌથી ઓછું મતદાન થયું હતું. રાષ્ટ્રપતિ બન્યા બાદ ઇબ્રાહિમ રઈસીએ મધ્ય પૂર્વમાં ઇરાનનું વર્ચસ્વ વધારવાનું કામ કર્યું હતું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us