હમાસ ઇઝરાયલ યુદ્ધના 100 દિવસ, 23 હજાર મોત, લાખો વિસ્થાપિત, જાણો હવે કેવી છે સ્થિતિ?

Israel Hamas war, 100 days of war : ઇઝરાયલ હમાસ યુદ્ધ પહેલા સરહદો પરથી હુમલાઓ દ્વારા લડવામાં આવતું હતું, તે હવે શહેરી વિસ્તારોમાં પણ તબાહી મચાવી રહ્યું છે. હજુ પણ આ યુદ્ધ સમાપ્ત થવાના કોઈ સંકેત નથી.

Written by Ankit Patel
Updated : January 15, 2024 07:30 IST
હમાસ ઇઝરાયલ યુદ્ધના 100 દિવસ, 23 હજાર મોત, લાખો વિસ્થાપિત, જાણો હવે કેવી છે સ્થિતિ?
Israel Hamas War : ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ ચાર દિવસ રોકવામાં આવ્યું છે

Israel Hamas war, 100 days of war : ઇઝરાયલ-હમાસ યુદ્ધના 100 દિવસ પૂર્ણ થયા છે. ઓક્ટોબર મહિનામાં શરૂ થયેલું યુદ્ધ હવે નવા વર્ષમાં પ્રવેશ્યું છે. જે યુદ્ધ પહેલા સરહદો પરથી હુમલાઓ દ્વારા લડવામાં આવતું હતું, તે હવે શહેરી વિસ્તારોમાં પણ તબાહી મચાવી રહ્યું છે. હજુ પણ આ યુદ્ધ સમાપ્ત થવાના કોઈ સંકેત નથી, બલ્કે આવનારા દિવસોમાં તે વધુ વિસ્ફોટક બની શકે છે.

ઇઝરાયલે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી હમાસનો ખાત્મો નહીં થાય ત્યાં સુધી આ યુદ્ધને પૂર્ણવિરામ આપવામાં આવશે નહીં. આ કારણથી ગાઝામાં ઈઝરાયેલી સેનાની કાર્યવાહી ચાલુ છે, બોમ્બ વિસ્ફોટોથી જમીન પર આતંકનો માહોલ સર્જાયો છે. ઇઝરાયેલ વધુ આક્રમકતા બતાવી રહ્યું છે કારણ કે હમાસે હજુ પણ તેના ઘણા કેદીઓને મુક્ત કર્યા નથી.

વાસ્તવમાં, ઇઝરાયેલ અને હમાસ વચ્ચે એક ડીલ થઈ હતી, જેના હેઠળ બંનેએ એકબીજાના બંધકોને છોડવાના હતા. હવે, થોડા સમય પહેલા સુધી, બંને તરફથી ઘણા લોકોને મુક્ત કરવામાં આવી રહ્યા હતા, પરંતુ હમાસે હજુ પણ ઘણા ઇઝરાયેલી નાગરિકોને મુક્ત કર્યા નથી. જાણકારી માટે તમને જણાવી દઈએ કે 21 નવેમ્બરના રોજ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાર દિવસીય યુદ્ધવિરામ થયો હતો. તે યુદ્ધવિરામ દરમિયાન હમાસે માત્ર 105 ઇઝરાયેલી નાગરિકોને મુક્ત કર્યા હતા, જ્યારે ઇઝરાયેલે 300થી વધુ પેલેસ્ટિનિયન નાગરિકોને મુક્ત કર્યા હતા.

આ પણ વાંચોઃ- આજનો ઇતિહાસ 15 જાન્યુઆરી: ઈન્ડિયન આર્મી ડે કેમ ઉજવાય છે? ભારતીય સેનાના પ્રથમ કમાન્ડર-ઇન-ચીફ કોણ હતા

હવે જ્યારે આ યુદ્ધને 100 દિવસ પૂરા થઈ ગયા છે, ત્યારે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ તરફથી યુદ્ધ સમાપ્ત કરવાના કોઈ સંકેત મળ્યા નથી. તેમના તરફથી સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે હમસાનો ખાત્મો નહીં થાય ત્યાં સુધી આ યુદ્ધ અટકશે નહીં. તેઓએ સ્પષ્ટ કર્યું છે કે આ યુદ્ધને કોઈ કોર્ટ રોકી શકે નહીં. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે બંને દેશો વચ્ચે ચાલી રહેલ આ યુદ્ધ ICJમાં ગયું છે, તે જ દિશામાં ઈઝરાયેલના પીએમ ઈશારો કરી રહ્યા હતા.

જોકે, ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર સમગ્ર મધ્ય પૂર્વ પર પડી છે. આ યુદ્ધના છેલ્લા કેટલાક મહિનામાં ઘણા મોરચા ખુલ્યા છે. અમેરિકાથી લઈને ઈરાન સુધી ઘણા દેશો સક્રિય ભૂમિકા ભજવતા જોવા મળે છે. આવી સ્થિતિમાં, આ યુદ્ધ ક્યારે અને ક્યાં સમાપ્ત થશે તે હજુ સુધી કોઈને ખબર નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ