Israel Hamas War News Live Updates: ઈઝરાયલ અને પેલેસ્ટાઇનના હમાસ વચ્ચે ગાઝામાં ભયંકર યુદ્ધ લડાઇ રહ્યુ છે. ઈઝરાયલે પેલેસ્ટાઇનના હમાસને હરાવવા માટે ગાઝા શહેરને ખાલી કરવા અને લોકોને બહાર નીકળવા માટે આદેશ આપ્યો છે. પેલેસ્ટાઇનના નાગરિકોને ઉત્તર ગાઝા વિસ્તાર ખાલી કરવાના આદેશ બાદ મોટી સંખ્યામાં લોકોએ પલાયન શરૂ કરી દીધુ છે. તો હમાસના સૈનિકો પેલેસ્ટાઇનના નાગરિકોના પલાયન ન કરવા સમજાવી રહ્યા છે. ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં 2300થી વધારે લોકોના મોત થયા છે અને હજારો લોકો ઘાયલ થયા છે.
ઈઝરાયલથી વધુ 274 ભારતીયો પરત આવ્યા
ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે અને નાગરિકોને ગાઝા પટ્ટી હિજરત કરવા નિર્દેશ આપ્યો છે. આ કટોકટીમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા ભારત સરકાર ઓપરેશન અજય ચલાવી રહી છે. જે હેઠળ રવિવારે પણ 274 ભારતીયોને લઇને એર ઇન્ડિયાની ફ્લાઇટ તેલ અવીવથી નવી દિલ્હી આવી છે. ઈઝરાયલથી ભારતીયોને લઇને આવેલી આ ચોથી ફ્લાઇટ છે. આ અગાઉ ત્રણ ફ્લાઇટમાં અનુક્રમે 212, 235 અને 197 ભારતીયોને ઈઝરાયલથી પરત લાવવામાં આવ્યા છે. ઈઝરાયલ-હમાસના યુદ્ધને કારણે એર ઇન્ડિયાએ તેલ અવીવ માટેની તમામ ફ્લાઇટ 18 ઓક્ટોબર સુધી કેન્સર કરી દીધી છે.
ઈઝરાયલની સેના આગામી તબક્કા માટે તૈયાર કરે – બેન્જામિન નેતન્યાહૂ
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ગાઝા પટ્ટીની બહાર રહેલા ઈઝરાયલના સૈનિકોને કહ્યું – શું મતે આગામી તબક્કા માટે તૈયાર છો?
ઈઝરાયલના ડિફેન્સ ફોર્સે રવિવારે કહ્યુ કે, તેઓ હજી મોટી તાકાત સાથે હમાસનો મુકાબલો કરવા માટૈ તૈયાર છે. અલબત્ત, આઈડીએફ એ સ્પષ્ટપણે કહ્યુ કે, તેનું યુદ્ધ આતંકવાદી સંગઠન હમાસની વિરુદ્ધ છે નહીં કે ગાઝાના નાગરિકો વિરુદ્ધ.

અમેરિકાએ બીજું યુદ્ધ જહાજ મોકલ્યું
ઈઝરાયલ અને હમાસના યુદ્ધમાં પશ્ચિમના દેશો યદુહી દેશોને સપોર્ટ કરતા દેખાય છે. અમેરિકાના પ્રમુખ જો બિડેને આ કટોકટીમાં ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને પેલેસ્ટાઇનના રાષ્ટ્રાપતિ મહમૂદ અબ્બાસ સાથે વાત કરી છે. અમેરિકાએ કટોકટીને ધ્યાનમા રાખીને ભૂમધ્ય સાગર તરફ બીજું યુદ્ધ જહાજ રવાના કર્યું છે.
ઈઝરાયલ – હમાસ યુદ્ધમાં 2300થી વધુ લોકોના મોત (Israel Hamas War Deaths)
પેલેસ્ટાઇનના આતંકવાદી સંગઠન હમાસે ઈઝરાયલ પર 7 ઓક્ટોબરે 2023ના રોજ ઓચિંતા રોકેટ હુમલા કરતા બંને દેશો વચ્ચે યુ્દ્ધ શરૂ થયુ છે. હમાસના હુમલાથી ગુસ્સે ભરાયેલા ઈઝરાયલે યુદ્ધ જાહેર કરી દીધુ છે. ઈઝરાયલનું ગાઝા શહેર ખંડેરમાં તબ્દીલ થઇ ગયુ છે. બંને દેશો વચ્ચેના યુદ્ધથી અત્યાર સુધીમાં 2383 લોકોના મોત થયા છે અને હજારો લોકો ઘાયલ થયા છે. ઈઝરાયલના આદેશ બાદ ગાઝા પટ્ટીમાંથી હજારો લોકો હિજરત કરી રહ્યા છે.
આ પણ વાંચો | ગાઝાને ખુલ્લી જેલ કેમ કહેવામાં આવે છે? જાણો કેવી રીતે પેલેસ્ટાઈનીઓનું જીવન બરબાદ થઈ રહ્યું છે
ચીનના દૂત યુદ્ધ પ્રભાવિત ગાઝા-ઈઝરાયલની મુલાકાત લેશે
ચીનના સરકારી મીડિયા સીજીટીએન એ રવિવારે કહ્યુ કે, મધ્યપૂર્વના ચીનના વિશેષ દૂત ઈઝરાયલ અને ગાઝાના યુદ્ધગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે.





