Israel Hamas War : હમાસ ચીફ ગરીબ પાકિસ્તાન પાસે મદદની ભીખ માંગી રહ્યો, કહ્યું, ‘તમે ઈઝરાયેલને પરમાણુ હુમલાની ધમકી આપો’

Israel Hamas War | હમાસ ઇઝરાયલ યુદ્ધ : હમાસ ચીફે (Hamas chief) પાકિસ્તાન (Pakistan) પાસે પરમાણુ હુમલા (Nuclear Attack) ની મદદ માંગી, કહ્યું - ગાઝા (Gaza) ને બચાવવા પરમાણુ હુમલાની ધમકી આપો, મુસ્લીમોને તમારી જરૂર છે.

Written by Kiran Mehta
December 21, 2023 08:18 IST
Israel Hamas War : હમાસ ચીફ ગરીબ પાકિસ્તાન પાસે મદદની ભીખ માંગી રહ્યો, કહ્યું, ‘તમે ઈઝરાયેલને પરમાણુ હુમલાની ધમકી આપો’
ઈઝરાયલને યુદ્ધ બંધ કરે તે માટે હમાસ ચીફે પાકિસ્તાન પાસે મદદ માંગી

Israel Hamas War : ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલ યુદ્ધ બે મહિનાથી વધુ સમયથી ચાલી રહ્યું છે. જે યુદ્ધ પહેલા માત્ર સરહદોની નજીક લડવામાં આવતું હતું તે હવે ગાઝાની અંદર સંપૂર્ણપણે ફાટી નીકળ્યું છે. ઈઝરાયેલના બોમ્બ વિસ્ફોટોએ ગાઝાનું ચિત્ર બદલી નાખ્યું છે. હવે એ જ ગાઝાને બચાવવા માટે હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયા પાકિસ્તાન પહોંચી ગયા છે. મદદની અપીલ કરતા કહેવામાં આવ્યું છે કે, આ યુદ્ધ બંધ કરવામાં આવે.

હમાસે શું કહ્યું?

વાસ્તવમાં પાકિસ્તાનમાં ઈસ્લામિક વિદ્વાનોની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. હમાસ ચીફ ઈસ્માઈલ હનિયાએ પણ આ જ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો, જ્યાં તેમણે પોતાના સંબોધનમાં પાકિસ્તાન પાસે સીધી મદદ માંગી હતી. મદદ કોઈ આર્થિક કે જરૂરિયાત પૂરી કરવા માટે નથી, પરંતુ ઈઝરાયેલને ધમકી આપવા માટે છે. હમાસ ચીફે કહ્યું કે, પાકિસ્તાન પરમાણુ દેશ છે, જો તે ઈઝરાયેલને પરમાણુ યુદ્ધની ધમકી આપે તો, આ યુદ્ધ અટકી શકે છે. હું માનું છું કે પાકિસ્તાને મુસ્લિમ દેશને દરેક કિંમતે મદદ કરવા આગળ આવવું જોઈએ. તે આ સમયે ઇઝરાયેલને પીછેહઠ કરવા દબાણ કરી શકે છે.

પાકિસ્તાનથી જ મદદ શા માટે?

હવે અહીં એ સમજવું જરૂરી છે કે, હમાસ પાકિસ્તાન પાસે મદદ માંગી રહ્યું છે કારણ કે, આ દેશે પોતે વચન આપ્યું છે કે, તેનો એટમ બોમ્બ મુસ્લિમ દેશોની સુરક્ષા માટે બનાવવામાં આવ્યો છે. તે પોતાના પરમાણુ હથિયારને ‘ઈસ્લામિક એટમ બોમ્બ’ કહે છે. હવે આ આશામાં હમાસે પાકિસ્તાન પાસે મદદ માંગી છે, પરંતુ હજુ સુધી કોઈ પ્રકારની ખાતરી મળી નથી.

આ યુદ્ધ કેવી રીતે ફાટી નીકળ્યું?

આ યુદ્ધની વાત કરીએ તો, 7 ઓક્ટોબરે હમાસે સૌથી પહેલા ઈઝરાયેલના નાગરિકોને માર્યા હતા. ઘણા લોકોનું અપહરણ પણ કરવામાં આવ્યું હતું, સેનાના જવાનો પણ આમાં સામેલ હતા. તે હુમલા પછી જ, ઇઝરાયેલે બદલો લેવાની શપથ લીધી અને થોડી જ વારમાં ભીષણ યુદ્ધ શરૂ થયું. અત્યારે આ યુદ્ધમાં બંને પક્ષો તરફથી ઘણું નુકસાન થયું છે, હજારો લોકો માર્યા ગયા છે અને દરેક પસાર થતા દિવસે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ