Israel Hamas War : વિશ્વભરમાં હલચલ મચાવનાર ઇઝરાયેલ-હમાસ યુદ્ધ આજે 18માં દિવસમાં પ્રવેશી ગયું છે. આ યુદ્ધ 7 ઓક્ટોબરે હમાસ દ્વારા ઇઝરાયેલ પર હુમલા બાદ શરૂ થયું હતું, જે અત્યાર સુધી ચાલુ છે. બંને તરફથી હુમલા કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ હુમલામાં ગાઝાના લોકો સૌથી વધુ તબાહી સહન કરી રહ્યા છે. ગાઝા ગંભીર માનવીય સંકટનો સામનો કરી રહ્યું છે.
આ યુદ્ધમાં તેની સ્થિતિ જાહેર કરવા છતાં ઇઝરાયલે ગાઝામાં ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કર્યું નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ગ્રાઉન્ડ ઓપરેશનમાં વિલંબના મુખ્ય કારણોમાં આંતરરાષ્ટ્રીય દબાણ, રાજકીય-લશ્કરી વિભાજન અને બંધક બનાવવામાં આવેલા લોકોની ચિંતા હોવાનું કહેવાય છે. ઇઝરાયેલી દળો સતત આ વિસ્તાર પર હુમલો કરી રહ્યા છે, પરંતુ થોડા પ્રમાણમાં નાના ઘૂસણખોરો સિવાય, અપેક્ષા મુજબ કોઈ મોટી ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કર્યું નથી.
ડેલી યેદિઓથ અહરોનોથમાં સંપાદકીય લેખક નહૂમ બરનિયાએ કહ્યું કે ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને IDF (સૈન્ય) વચ્ચે વિશ્વાસનું સંકટ છે. સરકારને શીર્ષ મુદ્દાઓ પર એવ નિર્ણય લેવામાં મુશ્કેલી પડી રહી છે કે જેના પર દરેક સહમત થાય.
બરનિયા અને સૈન્ય સૂત્રોના જણાવ્યા અનુસાર નેતન્યાહૂ જનરલોથી નારાજ છે. 7 ઑક્ટોબરે જે કંઈ પણ થયું તેના માટે તેઓ તેમને દોષી ઠેરવે છે. સૂત્રોનું કહેવું છે કે તે દિવસે જ્યારે હમાસના આતંકવાદીઓ ગાઝા સરહદ પર ઘૂસી આવ્યા ત્યારે ઈઝરાયેલ સ્તબ્ધ થઈ ગયું હતું. ઇઝરાયેલના અધિકારીઓનું કહેવું છે કે હમાસના આ હુમલામાં તેના 1400થી વધુ લોકો માર્યા ગયા હતા. તેમજ ઈઝરાયેલના ઈતિહાસના આ સૌથી ભયાનક હુમલામાં 220થી વધુ લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. જે પછી ઈઝરાયેલ દ્વારા ગાઝા પર બોમ્બમારો ચાલુ છે. હમાસના અધિકારીઓનું કહેવું છે કે ઈઝરાયેલના આ હુમલામાં લગભગ 5,791 લોકો માર્યા ગયા છે.
આ પણ વાંચો – ‘અમે ત્યાં નર્કમાંથી પસાર થયા’, હમાસના બંધકમાંથી બહાર આવેલી મહિલાના શબ્દોમાં સાંભળો કેવી છે સ્થિતિ
મંગળવારે ડાબેરી વિચારસરણીવાળા હારેત્જ દૈનિકમાં કટાર લેખક અમોલ હરેલે લખ્યું હતું કે આ અભિયાનો પરના વિવાદો તણાવ પેદા કરી રહ્યા છે, ખાસ કરીને વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને સંરક્ષણ પ્રધાન યોવ ગેલન્ટ વચ્ચે. રાજ્ય રેડિયોએ સૈન્યમાં પ્રમુખ અને વરિષ્ઠ રેન્કો વચ્ચે અસંતોષનો ઉલ્લેખ કર્યો. જેમાં હમાસના આતંકવાદીઓ દ્વારા લોહિયાળ હુમલાને રોકવામાં નિષ્ફળ રહેવાના એકબીજા પર આરોપ લગાવ્યા.
સરકારી પ્રેસ કાર્યાલયમાંથી મંગળવારે જાહેર કરાયેલા એક નિવેદનમાં કહ્યું કે વડાપ્રધાન, સંરક્ષણ પ્રધાન અને IDF ચીફ ઑફ સ્ટાફ ઇઝરાયલ સ્ટેટને હમાસ પર નિર્ણાયક વિજય તરફ દોરી જવા માટે ચોવીસ કલાક સંપૂર્ણ સહયોગથી કામ કરી રહ્યા છે. IDF ચીફ ઓફ સ્ટાફ વચ્ચે સંપૂર્ણ અને પરસ્પર વિશ્વાસ અને લક્ષ્યની સ્પષ્ટતા છે.
ઇઝરાયેલની ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુટ ફોર કાઉન્ટર-ટેરરિઝમ (ICT) થિંક ટેન્કના ગુપ્તચર નિષ્ણાંત પેટ્રિક બેટેને જમીન પર હુમલા વિશે અસંમતિની પુષ્ટિ કરી. તેમણે કહ્યું કે પરંતુ હકીકત એ છે કે ગાઝા પટ્ટીમાં બંધકોને રાખવામાં આવ્યા છે તે બધું જટિલ બનાવે છે. તેમણે કહ્યું કે ઈઝરાયેલ પગલાં લેતા પહેલા આ સમસ્યાનું નિરાકરણ કેવી રીતે લાવી શકાય તે જોવાની રાહ જોઈ રહ્યું છે.
પકડાયેલા અને ગાઝા લઈ જવામાં આવેલા લોકોના સંબંધીઓએ તેલ અવીવમાં ગેલેન્ટના ઘરની બહાર પ્રદર્શન કર્યું હતું. ઇઝરાયેલી રાજકારણના નિષ્ણાંત અકિવા એલ્ડરે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ભયંકર હત્યાકાંડથી પેદા થયેલી લાગણીઓએ વડા પ્રધાન નેતન્યાહુ અને જનરલ અલગ-અલગ રીતે વિચારવા લાગ્યા છે.
તેમણે કહ્યું કે ઇઝરાયેલમાં યુએસ સૈન્ય કર્મચારીઓની હાજરીનો ઉદ્દેશ્ય કોઈપણ એવા પગલાને રોકવાનો છે, જેનાથી અમેરિકનો સહિત બંધકોના મોત થઇ શકે છે. એલ્ડારે કહ્યું કે આનાથી નેતન્યાહુ અને ગેલન્ટ બંનેના વચનો પર નવો પ્રકાશ પડે છે કે જ્યારે યુદ્ધ સમાપ્ત થશે ત્યારે હમાસનો સફાયો થઇ જશે. તેમ છતાં સૈન્ય વડા હરઝી હલેવીએ પુનરોચ્ચાર કર્યો હતો કે તેમનું લક્ષ્ય હમાસ અને તેના નેતાઓને સંપૂર્ણપણે ખતમ કરવાનું છે. સેનાના પ્રવક્તાએ જારી કરેલા નિવેદન અનુસાર તેમણે સૈનિકોને કહ્યું કે અમે દક્ષિણમાં ગ્રાઉન્ડ ઓપરેશન માટે સારી રીતે તૈયાર છીએ.





