Israel Hamas War : હમાસ સાથેના યુદ્ધ વચ્ચે યુએસ પ્રમુખ ઇઝરાયેલ પહોંચ્યા, ગાઝા હોસ્પિટલ પર હુમલા બાદ આરબ દેશોએ બિડેન સાથેની બેઠક રદ કરી

ગાઝાની એક હોસ્પિટલ પર થયેલા હવાઈ હુમલામાં 500 થી વધુ લોકોના મોત થયા છે. આ ઘટના બાદ આરબ દેશોએ જો બિડેન સાથેની બેઠક રદ્દ કરી દીધી છે.

Written by Ankit Patel
Updated : October 18, 2023 15:18 IST
Israel Hamas War : હમાસ સાથેના યુદ્ધ વચ્ચે યુએસ પ્રમુખ ઇઝરાયેલ પહોંચ્યા, ગાઝા હોસ્પિટલ પર હુમલા બાદ આરબ દેશોએ બિડેન સાથેની બેઠક રદ કરી
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન (File)

Israel Hamas war, USA latest update : અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન આજે ઈઝરાયેલ પહોંચી ગયા છે. હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે બિડેનની ઇઝરાયેલ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ યુદ્ધમાં અમેરિકા પહેલાથી જ ઈઝરાયેલનું સમર્થન કરી ચૂક્યું છે. જો કે, મંગળવારે ગાઝાની એક હોસ્પિટલ પર થયેલા હવાઈ હુમલામાં 500થી વધુ લોકોના મોતના કારણે અમેરિકાને મોટો ફટકો પડ્યો છે. સમગ્ર વિશ્વમાં આ હુમલાની નિંદા થઈ રહી છે. હમાસે આ હુમલા માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યું છે. જ્યારે ઈઝરાયેલના પીએમ નેતન્યાહુએ આ હુમલા માટે હમાસને જવાબદાર ઠેરવ્યું છે. નેતન્યાહુએ કહ્યું છે કે હમાસે હોસ્પિટલમાંથી ઘણા રોકેટ હુમલા કર્યા હતા, જેમાંથી એક મિસફાયર થયો હતો, જેના કારણે આ અકસ્માત થયો હતો. આ વાતની પુષ્ટિ કરવા માટે ઈઝરાયેલે એક વીડિયો પણ જાહેર કર્યો છે.

આરબ દેશોએ અમેરિકા સાથેની બેઠક રદ કરી

ગાઝાની એક હોસ્પિટલ પર મંગળવારે થયેલા હુમલામાં સેંકડો લોકોના મોત થયા છે. WHOએ પણ આ હુમલાની સખત નિંદા કરી છે. હમાસ અને ઈઝરાયેલે એકબીજા પર આ અંગે આરોપ લગાવ્યા છે. આ હુમલા બાદ આરબ દેશોએ બિડેન સાથેની તેમની શિખર બેઠક રદ્દ કરી દીધી છે. યુએસ પ્રમુખ જો બિડેન ઇઝરાયેલ માટે સમર્થન એકત્ર કરવામાં વ્યસ્ત છે. જોર્ડનના વિદેશ પ્રધાન અયમાન સફાદીએ જાહેરાત કરી કે બુધવારે અમ્માનમાં જોર્ડનના રાજા અબ્દુલ્લા, ઇજિપ્તના પ્રમુખ અબ્દેલ ફતાહ અલ-સીસી અને પેલેસ્ટિનિયન ઓથોરિટીના પ્રમુખ મહમૂદ અબ્બાસ સાથે બિડેનની સમિટ રદ કરવામાં આવી છે. ગાઝા પરના હુમલા બાદ સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, બહેરીન, ઈજીપ્ત, જોર્ડન અને તુર્કીએ પણ ઈઝરાયેલ પર ગાઝા શહેરમાં આવેલી અલ-અહલી અરબ હોસ્પિટલ પર બોમ્બમારો કરવાનો આરોપ લગાવ્યો છે.

બિડેનનું નિવેદન પણ આવ્યું

ગાઝા હોસ્પિટલ પર હુમલા બાદ અમેરિકાનું નિવેદન પણ સામે આવ્યું છે. રાષ્ટ્રપતિ જો બિડેને એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ ગાઝા હોસ્પિટલના ઘાતક વિસ્ફોટથી “રોષિત” હતા અને તેમના સુરક્ષા સલાહકારોને આ બાબતે વધુ માહિતી એકત્ર કરવા કહ્યું હતું. ઈઝરાયેલની મુલાકાતે જતા પહેલા તેમણે કહ્યું હતું કે, “ગાઝાની અલ-અહલી અરબ હોસ્પિટલમાં થયેલા વિસ્ફોટ અને પરિણામે જાનમાલના ભયંકર નુકસાનથી હું ગુસ્સે અને દુઃખી છું.” બિડેને કહ્યું કે તેણે જોર્ડનના રાજા અબ્દુલ્લા II અને ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે સમાચાર સાંભળ્યા પછી તરત જ વાત કરી.

અમેરિકાએ ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે

ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાએ અમેરિકન નાગરિકોને લેબેનોનની મુસાફરી ટાળવાની ઔપચારિક સલાહ આપી છે. તેની પાછળનું કારણ મધ્ય પૂર્વમાં સતત બગડતો તણાવ હોવાનું કહેવાય છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ટ્રાવેલ એડવાઇઝરી લેવલને વધારીને લેવલ 4 કરી દીધું છે, જે મુસાફરી ન કરવાની સૂચના આપે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ