Israel Iran War: અમેરિકાએ ઈઝરાયલ ઈરાન યુદ્ધમાં ઝંપલાવ્યું છે. અમેરિકાએ ઈરાનના 3 પરમાણું મથકો પર હુમલો કર્યો છે. ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની શરૂઆત થઈ ત્યારથી જ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે અમેરિકા ગમે ત્યારે ઈરાન પર હુમલો કરી શકે છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે આ માહિતી આપી છે. જાણકારી મુજબ અમેરિકાએ ઈરાનમાં ત્રણ પરમાણુ ઠેકાણાઓ પર હુમલો કર્યો છે.
ડોનાલ્ડ ટ્રુથ સોશિયલ પરની પોસ્ટમાં લખ્યું છે કે, “અમે ઇરાનમાં ત્રણ પરમાણુ સ્થળો પર હુમલો કર્યો છે: ફોર્ડો, નતાંઝ અને ઇસ્ફાહન.” તમામ વિમાન હવે ઈરાનના હવાઈ ક્ષેત્રમાંથી બહાર આવી ગયા છે. બોમ્બનો આખો પેલોડ ફોર્ડો પર ફેંકવામાં આવ્યો હતો. ”
રૉયટર્સના રિપોર્ટ અનુસાર અમેરિકી અધિકારીએ જણાવ્યું કે અમેરિકાએ હુમલાને અંજામ આપવા માટે બે બી2 બોમ્બ વિસ્ફોટ વિમાનોનો ઉપયોગ કર્યો હતો. અમેરિકા દ્વારા આવા બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેવો આ પ્રથમ કિસ્સો છે.

ઈરાનના લીડર ખામેનીએ આપી ચેતવણી
ઈરાનના સર્વોચ્ચ નેતા અયતોલ્લાહ અલી ખામેનીએ પહેલા જ કહી દીધું હતું કે, અમેરિકાએ આ યુદ્ધમાં હસ્તક્ષેપ ન કરવો જોઈએ. તેમણે ચેતવણી આપી હતી કે, જો અમેરિકાએ ઇરાન પર હુમલો કર્યો તો તેના ગંભીર પરિણામો આવશે. આવું જ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ પણ કહ્યું હતું.
બીજી તરફ ઈરાન સ્થિત ભારતીય દૂતાવાસે કહ્યું છે કે તે નેપાળ અને શ્રીલંકાના નાગરિકોને પણ તેમની સરકારોની વિનંતી પર ઈરાન માંથી બહાર કાઢવામાં મદદ કરશે. ભારત સતત પોતાના નાગરિકોને ઈરાનથી બહાર કાઢી રહ્યું છે.





