Israel Hamas Attack Shani Louk Naked Dead body Video : ઈઝરાયલ ઉપર પેલેસ્ટાઇના હમાસના રોકેટ હુમલા બાદ પરિસ્થિતિ વધુન વધુ ભયાનક બની રહી છે. પેલેસ્ટાઇનના હમાસ અને ઈઝરાયલ સૈન્ય વચ્ચે અથડામણ વધી રહી છે. હમાસના એકાએક રોકેટ હુમલાથી ઈઝરાયલ સહિત ત્યાં રહેનાર વિદેશી નાગરિકોનો જીવ જોખમમાં મુકાયુ છે. હમાસના હુમલાથી અત્યાર સુધીમા 400થી વધુ લોકોના મોત થયા છે જેમાં વિદેશી નાગરિકો પણ સામેલ છે. હમાસ સેના કૃરતાની તમામ હદો વટાવી દીધી છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં હમાસા સેનાએ ઈઝરાયલ ગયેલી એક વિદેશી મોડલની હત્યા કરી અને ત્યારબાદ તેના મૃતદેહને નગ્ન કરી ગાડીમાં ફેરવ્યો હતો.
હમાસનો ઈઝરાયલ પર રોકેટ હુમલો (Hamas Attack Israel)
હમાસે ઈઝરાયલે પર કરેલા રોકેટ હુમલામાં મોટી સંખ્યામાં નિર્દોષ નાગરિકોના મોત થયા છે. ઈઝરાયલના ગાઝા પટ્ટીમાં એક મ્યુઝિક ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યુ હતુ ત્યાં દેશ-વિદેશથી જાણીતી હસ્તીઓ આવી હતી. આ મ્યુઝિક ફેસ્ટિવલ ચાલી રહ્યો તેવા સમયે જ હમાસે ઈઝરાયલ પર રોકેટ હુમલા કરતા અફરાતફરી મચી ગઇ હતી.
હમાસે ઈઝરાયલમાં વિદેશી મોડલની હત્યા કરી, મૃતદેહને નગ્ન કરી ગાડીમાં ફેરવ્યો ( Hamas Shani Louk Naked Dead body Video)
હમાસના રોકેટ હુમલા બાદ પેલેસ્ટાઇન વિરુદ્ધ ઈઝરાયલે યુદ્ધની ઘોષણા કરી દીધી છે. હમાસ સંગઠન ઈઝરાયલના નિર્દોષ લોકોને ટાર્ગેટ કરી રહ્યા છે અને વિદેશી નાગિરકોને પણ બક્ષ્યા નથી. હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં હમાસના સૈનિકો એક ખુલ્લી અપટ્રકમા એક મહિલાનો નગ્ન મૃતદેહ ફેરવી રહ્યા છે. આ મહિલા જર્મનની હોવાનું હોવાય છે અને તેનું નામ શનિ લોક હોવાનું કહેવાય છે.
સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોમાં દેખાતી મૃતક મહિલા મહિલા શનિ લોક હોવાનું કહે છે. શનિ લોક જર્મનની છે અને એક મ્યુઝિક ફેસ્ટિવલમાં ભાગ લેવા ઈઝરાયલમાં આવી હતી. વીડિયોમાં મૃતદેહના પગ પર બનેલા ટેટૂના આધારે તે યુવતી શનિ લોક હોવાનું કહેવાય છે. જો કે હજી સુધી સત્તાવાર કોઇ નિવેદન આવ્યું નથી.
મૃતકની માતાએ શું કહ્યું
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોમાં શનિ લોકની માતાએ કહ્યુ કે, તેમની 30 વર્ષની યુત્રી જર્મનની છે અને તે ઈઝરાયલમાં એક ટુરિસ્ટ ગ્રૂપ સાથે બહાર થઇ ગઇ હતી. તેની માતાએ જણાવ્યુ કે, તેણે વીડિયો જોયો અને લોકોને વધારે માહિતી મેળવવા પુછ્યુ છે. જે સમયે શનિ લોક એક મ્યુઝિક ફેસ્ટિવલમાં ભાગ લેવા ગઇ હતી તે સમયે હમાસના આતંકવાદીઓએ હુમલો કર્યો.
બોલીવુડ અભિનેત્રી ભરૂચા ઈઝરાયલ ઈઝરાયલમાં ફસાઇ (Nusratt Bharuccha Stand In Israel)
બોલીવુડ એક્ટ્રેસ નુસરત ભરૂચા ઈઝરાયલમાં ફસાઇ ગઇ છે. નુસરત ભરૂચાની ટીમના એક સભ્યને ટાંકીને મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે નુસરત ભરૂચા ઈઝરાયેલમાં અટવાઈ ગઈ છે. તે ત્યાં હાઈફા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા ગઈ હતી. ટીમ મેમ્બર દ્વારા આપવામાં આવેલા મેસેજ મુજબ અભિનેત્રીનો છેલ્લો સંપર્ક ગતરોજ બપોરે 12.30 વાગ્યે થયો હતો. આ સમય દરમિયાન ખબર પડી કે તે ભોંયરામાં હતી અને સારી હતી.
ઈઝરાયલ-પેલેસ્ટાઇન હમાસની લડાઇમાં 480 લોકોના મોત (Israel Hamas Attack Deaths)
ઈઝરાયલ અને પેલેસ્ટાઇનન હમાસ વચ્ચે શરૂ થયેલી લડાઇમાં 480 લોકોના મોત થયા હોવાનું કહેવાય છે, મૃતકોમાં બંને દેશોના નાગરિકો છે. શનિવારે હમાસે ઈઝરાયલ પર એકાએક રોકેટ હુમલો કરતા મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે અને લાખો લોકોનો જીવ જોખમમાં મુકાયો છે.





