Israel Hamas War : કોણ છે હમાસનો આતંકવાદી યાહ્યા સિનવાર, જેને પેલેસ્ટાઇનનો બિન લાદેન કહેવામાં આવે છે, 24 વર્ષ ઈઝરાયલની જેલમાં રહ્યો

Hamas Terrorist Yahya Sinwar : ઈઝરાયલ હમાસ વચ્ચેના યુદ્ધમાં 4000 લોકોના મોત થયા છે. જાણો કોણ છે હમાસનો આતંકવાદી યાહ્યા સિનવારે, જેને ઈઝરાયલે મારી નાંખવાના સોગંદ લીધા છે

Written by Ajay Saroya
October 16, 2023 19:10 IST
Israel Hamas War : કોણ છે હમાસનો આતંકવાદી યાહ્યા સિનવાર, જેને પેલેસ્ટાઇનનો બિન લાદેન કહેવામાં આવે છે, 24 વર્ષ ઈઝરાયલની જેલમાં રહ્યો
હમાસ આતંકવાદી સિનવાર (સ્રોત- IDF)

Israel Palestin War And Hamas Terrorist Yahya Sinwar : ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધ ત્યારે શરૂ થયું જ્યારે 7 ઓક્ટોબરે હમાસે ઇઝરાયેલ પર હજારો રોકેટ છોડ્યા. ત્યારપછી બંને તરફથી મિસાઈલ અને મોર્ટાર છોડવામાં આવી રહ્યા છે અને સતત હુમલા કરવામાં આવી રહ્યા છે. આતંકી સંગઠન હમાસ તરફથી યાહ્યા સિનવારે મોરચો સંભાવ્યો છે. ઈઝરાયેલની સેનાએ તેની સરખામણી અમેરિકામાં 9/11ના હુમલાને અંજામ આપનાર આતંકવાદી ઓસામા બિન લાદેન સાથે કરી છે અને તેને આતંકવાદનો ચહેરો ગણાવ્યો છે. ઈઝરાયેલની સેનાએ યાહ્યા સિનવારને મારી નાખવાના સોગંદ લીધા છે.

નોંધનિય છે કે, 7 ઓક્ટોબરથી ઈઝરાયલ હમાસ યુદ્ધ શરૂ થયુ છે અને અત્યાર સુધીમાં લગભગ 4000 લોકોના મોત થયા છે.

ઈઝરાયેલે કહ્યું છે કે હમાસ આતંકી યાહ્યા સિનવારની શોધખોળ તેજ કરી દેવામાં આવી છે. સિનવારની શોધખોળ એવા સમયે કરવામાં આવી રહી છે જ્યારે ગાઝા પર હુમલાની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. ઈઝરાયેલની સેનાએ શનિવારે હમાસના ત્રણ કમાન્ડર બિલાલ અલ કાદરા, મુરાદ અબુ મુરાદ અને અલીને ઠાર માર્યા છે.

Israel Hamas War News Updates
ઈઝરાયલ હમાસ યુદ્ધ અપડેટ સમાચાર

ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે ગાઝામાં હમાસના વડા 60 વર્ષીય સિનવારને ‘પેલેસ્ટાઈનનો બિન લાદેન’ ગણાવ્યો છે. સિનવારને અમેરિકાએ 2015માં આતંકવાદી જાહેર કર્યો હતો. ઇઝરાયેલ દ્વારા તેની ઘણી વખત ધરપકડ કરવામાં આવી છે અને તેણે 24 વર્ષ જેલમાં વિતાવ્યા છે.

સિનવર કોણ છે? (Who is Sinwar)

વર્ષ 1962માં જન્મેલા સિનવાર દક્ષિણ ગાઝાના ખાન યુનિસ શહેરમાં મોટા થયા હતા. આ વિસ્તાર તે સમયે ઇજિપ્તના નિયંત્રણ હેઠળ હતો. ઇઝરાયેલી સૈન્ય તેના વતનને ખાન યુનિસનો બુચર કહે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિનવારનો પરિવાર સૌથી પહેલા એશ્કલોનમાં સ્થાયી થયો હતો, જે દક્ષિણ ઇઝરાયેલમાં છે. સિનવારે ગાઝાની ઇસ્લામિક યુનિવર્સિટીમાંથી અરબી અભ્યાસમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે.

યુરોપિયન કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સ અનુસાર, સિનવારે આતંકવાદી જૂથના આંતરિક સુરક્ષા દળને તૈયાર કર્યા હતા. 1989માં ઇઝરાયેલી સૈનિકો અને પેલેસ્ટિનિયન સાથીઓની હત્યામાં તેની ભૂમિકા બદલ તેને આજીવન જેલની સજા ફટકારવામાં આવી હતી. જેલના સળિયા પાછળ હોવા છતાં તે આતંકી જૂથમાં વધુ મજબૂત થતો ગયો. તેણે પોતાના દુશ્મનની ભાષા હિબ્રુ બોલતા પણ શીખી લીધી છે.

સિનવાર જેલમાંથી કેવી રીતે મુક્ત થયો? (Hamas Terrorist Yahya Sinwar)

સિનવરને વર્ષ 2011માં જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. ઇઝરાયેલી સૈનિક ગિલાડ શાલિતના બદલામાં તેને મુક્ત કરવામાં આવ્યો હતો. તે સમયે ઈઝરાયેલે 1000થી વધુ પેલેસ્ટાઈનીઓને મુક્ત કર્યા હતા. શાલિતને હમાસ દ્વારા બંધક બનાવવામાં આવ્યો હતો અને તેને પાંચ વર્ષ સુધી કેદમાં રાખવામાં આવ્યો હતો.

આ પણ વાંચો | ઈઝરાયેલ સાથે ચાલી રહેલા યુદ્ધમાં હમાસને સાથ આપવા તૈયાર છે હિઝબુલ્લાહ, જાણો શું કહ્યું ડેપ્યુટી ચીફે

વર્ષ 2011માં ઈઝરાયેલની જેલમાંથી છૂટ્યા બાદ હમાસમાં તેનું સ્થાન ખાસ નહોતું. ધીમે-ધીમે સમયની સાથે તે 2015માં હાઈલાઈટ થયો, પરંતુ તે પછી પણ હમાસે તેને વધારે મહત્વ આપ્યું નહીં, પરંતુ જ્યારે તેનું નામ અમેરિકા દ્વારા અન્ય ખતરનાક આતંકવાદીઓની યાદીમાં આવ્યું, ત્યારે તેનું નામ હમાસના લડવૈયાઓમાં સૌથી ઝડપી ઉભરીને સામે આવ્યું. વર્ષ 2017માં હમાસે તેને મોટી જવાબદારી આપી અને ગાઝામાં હમાસનો પ્રમુખ બનાવ્યો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ