Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/js-Earthquake-1.jpg)
ભૂકંપ પ્રતિકાત્મક તસવીર
Earthquake in japan : જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.6 હોવાનું કહેવાય છે. ભૂકંપ બાદ જાપાનના હવામાન વિભાગે સુનામીની ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગે જાપાનના ઇઝુ દ્વીપ પર 1 મીટર ઉંચા દરિયાઈ મોજાની આગાહી કરી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને ઉચ્ચ સ્થળોએ જવાની સલાહ આપવામાં આવી છે.
Advertisment
જાપાનના સમય મુજબ સવારે 11 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્ર ઇઝુ ટાપુ શૃંખલામાં ટોરીશિમા નજીક 10 કિલોમીટરની ઊંડાઈ પર હોવાનું કહેવાય છે. 45 મિનિટ પછી, ઇજુ આઇલેન્ડ પર બીજો જોરદાર ભૂકંપ આવ્યો. તેની તીવ્રતા 5.4 હોવાનું કહેવાય છે. આ પછી હવામાન વિભાગે સુનામીનું એલર્ટ જાહેર કર્યું છે. તમને જણાવી દઈએ કે 2011ના ભૂકંપ બાદ સુનામીના કારણે જાપાનમાં ઘણું નુકસાન થયું હતું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us