Japan Plane Fire : જાપાનમાં રનવે પર જ પ્લેનમાં લાગી આગ, 350 થી વધુ મુસાફરો હતા સવાર, પાંચના મોત, Video Viral

Japan plane on fire : જાપાન પ્લેનમાં આગ, ટોક્યો (Tokyo) ના હનેદા એરપોર્ટ (Haneda Airport) ના રનવે પર જતા પ્લેનની ટક્કર (Accident) થઈ હતી, થોડા સમય માટે હડકંપ મચી ગયો હતો, અકસ્માત સમયે 350 થી વધુ મુસાફરો પ્લેનમાં હતા.

Japan plane on fire : જાપાન પ્લેનમાં આગ, ટોક્યો (Tokyo) ના હનેદા એરપોર્ટ (Haneda Airport) ના રનવે પર જતા પ્લેનની ટક્કર (Accident) થઈ હતી, થોડા સમય માટે હડકંપ મચી ગયો હતો, અકસ્માત સમયે 350 થી વધુ મુસાફરો પ્લેનમાં હતા.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Japan plane on fire | Tokyo | Haneda Airport

જાપાનમાં ટોક્યોના હનેદા એરપોર્ટ પર પ્લેનમાં આગ લાગી

Japan Plane Fire : જાપાન એરક્રાફ્ટમાં આગ લાગી : ટોક્યોના હાનેડા એરપોર્ટ પર જાપાન એરલાઇન્સના વિમાનમાં આગ લાગી. જ્યારે પ્લેન રનવે પર આગળ વધી રહ્યું હતું ત્યારે આ અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં પાંચના મોતના સમાચાર સામે આવી રહ્યા છે.

Advertisment

જાપાનમાં જ્યારે પ્લેનમાં આગ લાગી ત્યારે પ્લેનમાં 350 થી વધુ મુસાફરો હાજર હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ દુર્ઘટના અન્ય પ્લેન સાથે અથડાયા બાદ સામે આવી છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં પ્લેનની બારીઓમાંથી જ્વાળાઓ નીકળતી જોઈ શકાય છે.

કઈ માહિતી સામે આવી?

જાપાન એરલાઈન્સનું કહેવું છે કે, પ્લેન હોકાઈડોના ન્યૂ ચિટોઝ એરપોર્ટથી ટોક્યોના હાનેડા એરપોર્ટ પર પહોંચ્યું હતું. જેની ફ્લાઈટ નંબર 516 છે. જાપાન એરલાઈન્સનું કહેવું છે કે, હનેડા એરપોર્ટ પર ઉતર્યા બાદ વિમાન જાપાન કોસ્ટ ગાર્ડના વિમાન સાથે અથડાયું હતું.

Advertisment
  1. જાપાની સમાચાર એજન્સી NHK એ આ અકસ્માત વિશે સૌપ્રથમ માહિતી શેર કરી હતી. કે પેસેન્જર પ્લેનમાં આગ લાગી છે.
  2. આ અકસ્માત ટોક્યો ઇન્ટરનેશનલ એરપોર્ટ પર થયો હતો, જ્યાં જાપાન એરલાઇન્સ (JAL) એરબસ A350 હનેદામાં એરપોર્ટ રનવે પર કોસ્ટ ગાર્ડ એરક્રાફ્ટ સાથે અથડાયું હતું.
  3. તસવીરોમાં પ્લેનની બારીઓમાંથી જ્વાળાઓ નીકળતી જોવા મળે છે. ઘણા ફાયર એન્જિન વાહનો ઘટનાસ્થળે હાજર છે અને આગને કાબૂમાં લેવા માટે એરક્રાફ્ટ પર ફોમ અને પાણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો - Japan Earthquake : જાપાનમાં જોરદાર ભૂકંપ, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 7.4, સુનામીની ચેતવણી જારી

  1. જાપાનના વડા પ્રધાને પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે એજન્સીઓ વચ્ચે સંકલન કરવા માટે એક સમિતિની રચના કરી છે. ઈમરજન્સી રૂમ ઉભો કરવામાં આવ્યો છે.
એરલાઇન્સ ગુજરાતી ન્યૂઝ અકસ્માત વિશ્વ