Shigeru Ishiba : જાપાનના વડાપ્રધાન શિગેરુ ઇશિબા રાજીનામું આપશે, કારણ જાણી ચોંકી જશો

Japan PM Shigeru Ishiba Resign : જાપાનના વડાપ્રધાન શિગેરુ ઇશિબા રાજીનામું આપશે જેવા સ્થાનિક મીડિયાના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. ઇશિબાની એલડીપી ગઠબંધન સરકારે સંસદના બંને ગૃહોની ચૂંટણીમાં બહુમતી ગુમાવી દીધી છે.

Written by Ajay Saroya
September 07, 2025 13:56 IST
Shigeru Ishiba : જાપાનના વડાપ્રધાન શિગેરુ ઇશિબા રાજીનામું આપશે, કારણ જાણી ચોંકી જશો
Japan Prime Minister Shigeru Ishiba : જાપાનના વડાપ્રધાન શિગેરુ ઇશિબા (Photo: @JPN_PMO)

Japan Prime Minister Shigeru Ishiba Resign : જાપાનના વડાપ્રધાન શિગેરુ ઇશિબા રાજીનામું આપશે, તેવું મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. શિગેરુ ઇશિબાએ સત્તાધારી લિબરલ ડેમોક્રેટિક પાર્ટીમાં ભંગાણ ન પડે તે માટે રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. સ્થાનિક મીડિયા એનએચકે દ્વારા આ માહિતી આપવામાં આવી છે. જો કે હજુ સુધી વડાપ્રધાન કાર્યાલય તરફથી કોઇ સત્તાવાર જાહેર નિવેદન સામે આવ્યું નથી.

શિગેરુ ઇશિબા ગયા ઓક્ટોબરમાં વડા પ્રધાન બન્યા હતા, પરંતુ થોડા જ સમયમાં તેમના એલડીપી અને ગઠબંધન સરકારના ભાગીદાર કોમિટોએ નીચલા ગૃહની ચૂંટણીમાં તેમની બહુમતી ગુમાવી દીધી હતી. જુલાઈમાં યોજાયેલી ઉપલા ગૃહની ચૂંટણીમાં પણ શાસક ગઠબંધન બહુમતીથી ઓછું પડ્યું હતું. જુલાઈની ચૂંટણીમાં એલડીપી અને તેના સાથી કોમેટોએ માત્ર 47 બેઠકો જીતી હતી. આ પહેલા તેમની પાસે 75 બેઠકો હતી. પરંતુ 248 સભ્યોના આ સદનમાં સામાન્ય બહુમત મેળવવા માટે તેમને ઓછામાં ઓછી 125 સીટોની જરૂર હતી. એટલે કે બહુમત મેળવવા માટે તેમને વધુ 50 બેઠકોની જરૂર હતી.

જાપાનના વડાપ્રધાન ઈશીબા શિગેરુ કોણ છે?

શિગેરુ ઇશીબા જાપાનની 102મા વડાપ્રધાન છે. ટોટોરીમાં એક રાજકારણી પિતાને જન્મેલા શિગેરૂ ઇશિબા શાળાનો અભ્યાસ પૂરો કર્યા બાદ કેઓ યુનિવર્સિટીમાં કાયદાના અભ્યાસ માટે ટોક્યો ગયા હતા. તેમણે મિત્સુઇ બેંકમાં કામ કર્યું હતું, પરંતુ 1983માં તેઓ રાજકારણમાં જોડાયા અને 1986માં ટોટોરી પ્રિફેક્ચરમાંથી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ચૂંટાયેલા સૌથી નાની વયના સભ્યોમાંના એક બન્યા હતા.

પૂર્વ રક્ષા મંત્રી બનેલા શિગૂરી ઇશીબા એ અન્ય ઘણા હોદ્દા પર કામગીરી કરી છે. તેમા જાપાનમાં જનસંખ્યા ઘટાડા પર કાબુ મેળવવા અને સ્થાનિક અર્થતંત્રને મજબૂત કરવા માટેની કાઉન્સિલના પ્રભારી મંત્રીના પદનો તથા કૃષિ, વન્ય અને મત્સ્યપાલન માટેના રાજ્યનાં વરિષ્ઠ સચિવનો સમાવેશ થાય છે. 1993માં શિગૂરે ઇશિબા એલડીપી થી અલગ થઇ જાપાનની રિન્યૂઅલ પાર્ટીમાં જોડાયા હતા, પરંતુ ત્રણ વર્ષ બાદ 1996માં તેઓ એલડીપીમાં પાછા જોડાયા હતા.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ