કેનેડામાં લક્ષ્મી નારાયણ મંદિરના પ્રમુખના પુત્રના ઘરે ફાયરિંગ, અગાઉ પણ મળી હતી ધમકી

Lakshmi Narayan Temple Canada : કેનેડાના સેરેમાં લક્ષ્મી નારાયણ મંદિરના પ્રમુખ (President) ના પુત્ર (Son) ના ઘરે ફાયરીંગ (Firing), સદનશીબે જાનહાની નહી. આ પહેલા પણ મંદિરને ખાલીસ્તાની સમર્થકો (Supporter of Khalistani) દ્વારા ધમકી આપવામાં આવી હતી.

Written by Kiran Mehta
December 29, 2023 13:15 IST
કેનેડામાં લક્ષ્મી નારાયણ મંદિરના પ્રમુખના પુત્રના ઘરે ફાયરિંગ, અગાઉ પણ મળી હતી ધમકી
કેનેડા લક્ષ્મી નારાયણ મંદિરના પરમુખના પુત્રના ઘર પર ફાયરીંગ

કેનેડાના સરેમાં બુધવારે સવારે કેટલાક અજાણ્યા બંદૂકધારીઓએ લક્ષ્મી નારાયણ મંદિરના પ્રમુખ સતીશ કુમારના પુત્રના ઘરે ગોળીબાર કર્યો હતો. જોકે આમાં કોઈને ઈજા થઈ નથી. ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. ગોળીબાર સરેમાં 80 મી એવન્યુના 14900 બ્લોકમાં એક નિવાસસ્થાને થયો હતો. સરે પોલીસના મીડિયા રિલેશન ઓફિસર કોન્સ્ટેબલ પરમબીર કાહલોનના જણાવ્યા અનુસાર, ઘરમાં ઘણી જગ્યાએ ગોળીઓના છિદ્રોના નિશાન હતા. આ ઘટનાથી સ્થાનિક ભારતીયોમાં રોષ ફેલાયો છે.

પોલીસે ધમકીઓ સાથે હુમલાના સંબંધનની પુષ્ટિ કરી નથી

27 ડિસેમ્બર, 2023 ના રોજ, આશરે સવારે 8:03 વાગ્યે, સરે રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP) ને 80 એવન્યુના 14900 બ્લોકમાં રહેઠાણ પર ગોળી ચલાવવામાં આવી હોવાનો અહેવાલ મળ્યો. પોલીસ માહિતી મળતા જ તરત ત્યાં પહોંચી ગઈ અને તપાસ શરૂ કરી. હુમલાખોરોની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. પોલીસે સરેના લક્ષ્મી નારાયણ મંદિરને તાજેતરની ધમકીઓ સાથે હુમલાના કોઈ જોડાણની પુષ્ટિ કરી નથી.

એક અઠવાડિયા પહેલા એક વીડિયોમાં દ્વેષપૂર્ણ વાતો કહેવામાં આવી હતી

પોલીસે આ વિસ્તારના કેટલાક લોકોની પૂછપરછ કરી અને સીસીટીવી ફૂટેજ માટે પડોશમાં દરોડા પાડ્યા. પોલીસ અધિકારીઓ આ ઘટના પાછળ હુમલાખોરોનો હેતુ શું હતો, તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોલીસે આ કેસ અંગે કોઈને પણ માહિતી હોય તો તેમનો સંપર્ક કરવા જણાવ્યું છે. નવેમ્બરની શરૂઆતમાં, ભારતીય મૂળના કેનેડિયન સાંસદ ચંદ્ર આર્યએ સરેમાં ખાલિસ્તાન સમર્થકોનો એક કથિત વીડિયો શેર કર્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, તેઓ ત્યાંના હિન્દુ લક્ષ્મી નારાયણ મંદિરમાં મુશ્કેલી ઊભી કરવા માંગે છે.

તેમણે લખ્યું, “ગયા અઠવાડિયે, કેટલાક અહેવાલો અનુસાર, ખાલિસ્તાન સમર્થકોએ સરે, બીસીમાં એક શીખ ગુરુદ્વારાની બહાર એક શીખ પરિવાર સાથે જ મૌખિક રીતે દુર્વ્યવહાર કર્યો હતો. હવે એવું લાગે છે કે, તે જ ખાલિસ્તાન જૂથ સરેમાં હિન્દુ લક્ષ્મી નારાયણ પર હુમલો કરી રહ્યું છે. ”

વર્ષોથી હિંદુ મંદિરો હુમલાઓનું નિશાન બની રહ્યા છે, તેના પર ભાર મૂકતા આર્યએ કહ્યું, “છેલ્લા કેટલાક વર્ષોમાં હિંદુ મંદિરો પર ઘણી વખત હુમલા કરવામાં આવ્યા છે. હિંદુ-કેનેડિયનો વિરુદ્ધ નફરતના અપરાધો કરવામાં આવી રહ્યા છે.” આ ઉપરાંત, આ વર્ષે ઓગસ્ટમાં ખાલિસ્તાન લોકમતના પોસ્ટરો સાથે ઉગ્રવાદી તત્વો દ્વારા કેનેડામાં એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. આ વર્ષે એપ્રિલમાં, BAPS સ્વામિનારાયણ મંદિરમાં વિન્ડસર, ઓન્ટારિયો, કેનેડામાં ભારત વિરોધી ચિત્રો સાથે તોડફોડ કરવામાં આવી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ