/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/china.jpg)
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (ફાઇલ ફોટો)
China : ચીનમાં ભારતીય પત્રકારોનું અસ્તિત્વ સંપૂર્ણપણે સમાપ્ત થવા જઈ રહ્યું છે. ચીને છેલ્લા ભારતીય પત્રકારને પણ મહિનાના અંત સુધીમાં ભારત પરત ફરવા માટે કહ્યું છે. આ પહેલા પણ ચીને ભારતના ત્રણ પત્રકારોને આવી જ રીતે પોતાના દેશમાંથી બહાર કરી દીધા હતા. લાંબા સમયથી ભારત અને ચીન વચ્ચે આ વિવાદનો વિષય બનેલો છે.
ચીનને ભારતીય પત્રકારોથી શું છે તકલીફ?
મોટી વાત એ છે કે થોડા સમય પહેલા ભારતે પણ બે ચીની પત્રકારોના વિઝા રિન્યૂ કરવાની વાતને નકારી કાઢી હતી. ચીન આ વાતથી ગુસ્સે ભરાયું હતું અને ત્યારથી જ બંને દેશો વચ્ચે હોડ શરૂ થઈ હતી. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ વર્ષની શરૂઆતમાં ચીનમાં કુલ ચાર ભારતીય પત્રકારો હાજર હતા. બે પત્રકારોના વિઝા રિન્યૂઅલને ચીને ફગાવી દીધા હતા જેથી તેમણે પરત ફરવું પડ્યું હતું. ત્રીજા પત્રકારે પણ ગયા મહિને ચીન છોડ્યું હતું. એટલે કે હાલ ત્યાં માત્ર એક જ ભારતીય પત્રકાર હાજર છે.
આ પણ વાંચો - ચીનના વૈજ્ઞાનિકો કરી રહ્યા હતા ખતરનાક પ્રયોગ અને ફેલાયો કોરોના, રિપોર્ટમાં દાવો
કેવી રીતે શરૂ થયો વિવાદ?
હવે આ પત્રકારને પણ ચીને પાછા જવાનો આદેશ આપ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે મહિનાના અંત સુધીમાં તેમણે દેશ છોડવો પડશે. અહીં એ સમજવું જરૂરી છે કે ચીને પત્રકારોને લઈને નીતિ પણ બનાવી રાખેલી છે. આ પોલિસી અંતર્ગત જો કોઈ ભારતીય ચીનમાં પત્રકારત્વ કરી રહ્યો હોય તો ત્યાં એક સાથે ત્રણ જ સહાયકોની ભરતી કરી શકે છે.
ચીન આ નિયમને લઇને કડક રહ્યું છે, જ્યારે ભારતે ચીની પત્રકારો માટે આવા કોઇ નિયમ બનાવ્યા નથી. આ કારણથી વિવાદ શરૂ થયો અને હવે અને તણાવ વધી ગયો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us