લેબેનોનમાં પેજરમાં સીરિયલ બ્લાસ્ટ, 8 લોકોના મોત, ઈરાનના રાજદૂત સહિત 2750 ઇજાગ્રસ્ત

Lebanon Pager Explosion : સીસીટીવી ફૂટેજમાં કરિયાણાની દુકાનો અને બજારો સહિત વિવિધ સ્થળોએ હાથવગા ઉપકરણો ફૂટતા જોવા મળ્યા હતા

Lebanon Pager Explosion : સીસીટીવી ફૂટેજમાં કરિયાણાની દુકાનો અને બજારો સહિત વિવિધ સ્થળોએ હાથવગા ઉપકરણો ફૂટતા જોવા મળ્યા હતા

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Lebanon pager explosions, Lebanon pager

Lebanon Pager Explosion : લેબનોનમાં સીરીયલ બ્લાસ્ટ થયા છે. અહીં પેજર બ્લાસ્ટમાં 2750 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને 8 લોકોના મોત થયા છે (તસવીર - સ્ક્રીનગ્રેબ સોશિયલ મીડિયા)

Lebanon Pager Explosion : લેબનોનમાં સીરીયલ બ્લાસ્ટ થયા છે. અહીં પેજર બ્લાસ્ટમાં 2750 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને 8 લોકોના મોત થયા છે. આ ઇજાગ્રસ્તોમાં હિઝબુલ્લાહના લડાકે અને સ્વાસ્થ્યકર્મી પણ સામેલ છે. આ ઘટનામાં લેબનોનમાં તેમના રાજદૂત પણ ઇજાગ્રસ્ત થયા છે. હિઝબુલ્લાહના એક અધિકારીએ ઈઝરાયેલ સાથે લગભગ એક વર્ષ સુધી ચાલેલા સંઘર્ષમાં સૌથી મોટી સુરક્ષા ચુક ગણાવી છે. ઘટના બાદ લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. હિઝબુલ્લાહ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલી હિંસા વચ્ચે આ વિસ્ફોટો થયા છે.

Advertisment

દક્ષિણ લેબનોન અને રાજધાની બેરૂતમાં વધુ વિસ્ફોટોના અહેવાલો સાથે પરિસ્થિતિ હજુ પણ અસ્થિર છે. લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલયના હવાલાથી રોઇટર્સે અહેવાલ આપ્યો છે કે સમગ્ર દેશમાં પેજર વિસ્ફોટોમાં 2,750 લોકો ઘાયલ થયા છે અને 8 લોકોના મોત થયા છે. ઈરાનની મેહર સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર લેબનોનમાં ઈરાનના રાજદૂત મોજતબા અમાની વિસ્ફોટમાં ઇજાગ્રસ્ત થયા છે. આ વિસ્ફોટને લઈને ઈઝરાયેલી સેના તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

લોકો ઇમારતોની બહાર એકઠા થઈ ગયા હતા. સીસીટીવી ફૂટેજમાં કરિયાણાની દુકાનો અને બજારો સહિત વિવિધ સ્થળોએ હાથવગા ઉપકરણો ફૂટતા જોવા મળ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયે લેબેનોનના તમામ ડોક્ટરોને ઘાયલોની મદદ માટે હોસ્પિટલોમાં આવવા માટે કહ્યું છે. ઘાયલોને ચહેરા, આંખો અને શરીરના બાકીના ભાગમાં ઈજાઓ પહોંચી છે.

આ પણ વાંચો - રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સરકારનું અજીબોગરીબ ફરમાન

Advertisment

હિઝબુલ્લાહે પોતાના નિવેદનમાં શું કહ્યું

પેજર વિસ્ફોટો પછી તરત જ હિઝબુલ્લાહે એક નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે મંગળવારે લગભગ 3.30 વાગ્યે હિઝબુલ્લાહેના સભ્યો અને વિવિધ સંસ્થાઓના અધિકારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા ઘણા પેજર્સ વિસ્ફોટ થયા હતા. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટનામાં એક છોકરી અને તેના બે ભાઈઓ માર્યા ગયા હતા, જ્યારે અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. તેમાં કહેવામાં આવ્યું છે કે હિઝબુલ્લાહના સંબંધિત અધિકારીઓ આ એક સાથે થયેલા વિસ્ફોટોનું કારણ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. નિવેદનમાં લોકોને કેટલાક પક્ષો દ્વારા ફેલાવવામાં આવતી અફવાઓ અને ખોટી માહિતીથી દૂર રહેવા વિનંતી કરવામાં આવી છે.

હિઝબુલ્લાના નેતાએ સ્માર્ટફોનનો ઉપયોગ ન કરવાની અપીલ કરી હતી

તમને જણાવી દઈએ કે થોડા મહિના પહેલા જ હિઝબુલ્લાના નેતા હસન નસરાલ્લાહે પોતાના લડવૈયાઓને સ્માર્ટફોનનો ઉપયોગ ન કરવાની અપીલ કરી હતી, કારણ કે ઈઝરાયેલ પાસે સ્માર્ટફોનને હેક કરવાની અથવા તેમાંથી માહિતી કાઢવાની ટેક્નોલોજી છે. આ કારણોસર હિઝબુલ્લાએ તેના સંદેશાવ્યવહારના માધ્યમને સુધારવા માટે સ્માર્ટફોનને બદલે પેજરનો આશરો લીધો હતો

હમાસ ઈઝરાયલ યુધ્ધ વિશ્વ